Last Update : 18-May-2012, Friday

 
ફિલ્મી સિતારા અને સમાજ
નિસબત ધરાવતા- બૌદ્ધિક કલાકાર તરીકે પોતાની છબી ઉભી કરનાર આમીરખાનનો ટીવી શો ‘સત્યમેવ જયતે’ આજકાલ ચર્ચામાં છે. આમીરખાન જેવો સ્ટાર સ્ત્રીભુ્રણહત્યા અને બાળકોના જાતીય શોષણની વાત ટીવીના પડદે કરે, એટલે ઘણા લોકોને એક પ્રકારના વેદના-વિરેચનનો - કેથાર્સિસનો- અનુભવ થાય છે. કોઇ પણ જાતના સ્ટીંગ ઓપરેશન કે છૂપા કેમેરા વિના, નરી આંખે જોઇ શકાય એવાં આ સામાજિક દૂષણો અંગે જાગૃતિ કેળવવામાં ઠીક ઠીક કામ થયું છે. આમીરખાન તેમાં પોતાના તરફથી ઉમેરો કરે અને એ પણ લોકપ્રિયતાના તકાદા વચ્ચે રહીને, તે આવકારદાયક છે. પરંતુ તેના માહત્મ્યનો અંદાજ ઉતાવળે બાંધવા જેવો નથી.
ફિલ્મી સિતારાઓની સમાજ પર અસર તો ઘણી થાય છે, પણ એમાંથી ઘણી સપાટીના સ્તરની હોય છે. હેરસ્ટાઇલ, વસ્ત્રો, ફેશન, બાઇક, ચાલવાની અદા, તેમના મોઢે આવતા સંવાદ- આ બઘું સમાજમાં ઝડપથી પકડાઇ જાય છે, પણ એ યાદી લગભગ આટલેથી જ અટકી જાય છે. મૂલ્ય આધારિત કે સામાજિક સંદેશ આપતી વાર્તાઓ પ્રેક્ષકોને સ્પર્શે છે ખરી, તેમનામાં (સ્મશાનવૈરાગ્ય જેવી) થિએટર-જાગૃતિ પણ પ્રગટી જાય. છતાં, બહારની ખુલ્લી હવામાં એ જાગૃતિને ઉડી જતાં વાર લાગતી નથી. ત્યાર પછી ફિલ્મી દુનિયાનાં પ્રચારયંત્રોના જોરે ફિલ્મોની અસરો દંતકથારૂપે ચાલતી રહે છે. જેમ કે, ‘લગે રહો મુન્નાભાઇ’થી ગાંધીવિચારને પુનઃજીવન કે પુનઃલોકપ્રિયતા મળ્યાનો દાવો, ‘તારે ઝમીં પર’ કે ‘થ્રી ઇડિયટ્‌સ’થી શિક્ષણવ્યવસ્થાની મર્યાદાઓ અંગે જાગૃતિનો દાવો, ‘ડર્ટી પિક્ચર’થી અભિનેત્રીના અંગત જીવનની કારુણી વિશેનો અહેસાસ- આ બધો દાવાનો વિષય છે. ફિલ્મો લોકોને વિચારતા કરી મૂકે અને તેમને એ રસ્તે આગળ દોરે તે આદર્શ કે ઇચ્છનીય હોઇ શકે, પણ જરૂરી નથી. તે વિચારબીજ સળવળતું મૂકી જાય તો પણ ઘણું. એટલે કોઇ પણ ફિલ્મને તેના સામાજિક કે અન્ય સંદેશની ફુટપટ્ટીથી માપી શકાય નહીં. પરંતુ ફિલ્મ કે ફિલ્મકારો કે તેની સાથે સંકળાયેલા કલાકારો જ્યારે મોટા દાવા કરવા માંડે, ત્યારે એ દાવાને માપવા અને ક્યારેક એ સિવાયના કામ માટે પણ ફુટપટ્ટીનો ઉપયોગ કરવો પડે છે.
બીજા કોઇ પણ ક્ષેત્રની જેમ ફિલ્મી કલાકારો પોતાનું કામ કુશળતાપૂર્વક કરી બતાવે એ પૂરતું છે. તેમનો વ્યાપક પ્રભાવ જોતાં તે સામાજિક નિસબત ધરાવતી કામગીરીમાં પોતાનું વજન વાપરે એવી સહજ ઇચ્છા થાય. પરંતુ અત્યાર સુધીનો અનુભવ એવો છે કે ફિલ્મી કલાકારો પ્રજામતથી વિરુદ્ધ હોય એવાં કામમાં પડે તો તેમનો ફિલ્મી પ્રભાવ ત્યાં ચાલતો નથી. ‘સત્યમેવ જયતે’ના સંચાલક આમીરખાન પોતે જ તેનું ઉદાહરણ છે. નર્મદામુદ્દે મેધા પાટકરને ટેકો આપવા બદલ આમીરખાનની ફિલ્મ ‘ફના’ને ગુજરાતમાં રજૂ થતી અટકાવાઇ હતી. એટલું જ નહીં, રાજકીય હેતુપ્રેરિત ગુજરાતગૌરવની ઘુઘરી ગળામાં લટકાવીને ફરનારા ઘણા આમીરખાનનું નામ આવે એટલે તેમને ‘ગુજરાતવિરોધી’ ગણાવીને જોરજોરથી ઘુણવા લાગતા હતા.
આમીરખાનની નિસબતની સચ્ચાઇ વિશે શંકા કરવી એક વાત છે અને તેમને સીઘું ‘ગુજરાતવિરોધી’નું લેબલ લગાડીને, તેમના વિશે એલફેલ બોલવું એ જુદી વાત છે. સામાજિક નિસબતના ક્ષેત્રમાં આમીરખાન કરતાં ઘણાં વર્ષો પહેલાં અને વધારે પ્રતીતિપૂર્વક પ્રવેશેલાં શબાના આઝમી અભિનેત્રી તરીકે જેટલાં ખ્યાતનામ થયાં, એટલાં જ ચળવળકાર તરીકે અમુક વર્ગમાં વગોવાયાં છે. કારણ કે સત્તાવિરોધી અને લોકતરફી સૂરને રૂંધવા માટે રાજનેતાઓ ગૌરવ જેવાં અવનવાં ગતકડાં નીપજાવીને, પ્રજાના અમુક વર્ગને ઉશ્કેરતા-ગેરમાર્ગે દોરતા રહે છે. એવા લોકો મુદ્દાસર ચર્ચા કરી શકતા નથી, એટલે પહેલી તકે વ્યક્તિગત આરોપબાજી પર આવી જાય છે. જૂજ અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ફિલ્મી સિતારાઓની નિસબત ચેરીટી મેચ કે ચેરીટી શો પૂરતી મર્યાદિત હોય છે. ભૂતકાળમાં બલરાજ સહાની જેવા ડાબેરી ઝોક ધરાવતા બૌદ્ધિકો અને એ જ પ્રકારના સંખ્યાબંધ ગીતકારો-શાયરો ફિલ્મઉદ્યોગમાં સક્રિય હતા. દેવ આનંદ જેવાએ કટોકટી પછી રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. છતાં, સામાજિક મુદ્દા અંગે લાંબા ગાળાનો પ્રભાવ પાડવામાં ફિલ્મ અભિનેતાઓ, મુદ્દાની સમજણ કે અમલીકરણના સાતત્ય વિના, કેટલા સફળ થાય એ મોટો સવાલ છે. ઘણી વાર એવું લાગે કે એ લોકો આવા મુદ્દે કશું બાફે નહીં તો એ પણ તેમની મોટી સેવા ગણાય.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved