Last Update : 18-May-2012, Friday

સત્તાધારીઓ અને રાજકીય નેતાઓની નજર નીચે
ચાલતી લૂંટ કોંગ્રેસ અને ભાજપના નેતાઓની સાંઠ ગાંઠ

- દેશની, આપણી જનતાની અમૂલ્ય ખનીજ સંપત્તિને ખોદી ખોદીને વેચી મારવાનું મોટા પાયે ચાલતું કૌભાંડ
- આ કૌભાંડ અટકે તો આપણા દેશમાં કોઈ ગરીબ ન રહે!
- પેલા બાબા રામદેવ, અણ્ણા હઝારે, કેજરીવાલ, સિસોદીયા વગેરે આ કૌભાંડને અટકાવવા કેમ આંદોલન નથી કરતા?

નરેન્દ્રકુમાર નામના એક આઈપીએસ ઓફિસરને મઘ્યપ્રદેશમાં પથ્થરોથી ભરેલા ટ્રેક્ટર નીચે નિર્દયતાથી ક્રૂર રીતે મારી નાંખેલા. એમને મારી નાંખવાનું કારણ એ હતું કે મુરૈના જિલ્લામાં ખોદી ખોદીને ખનીજની જે લૂંટ માફીયાઓ કરતા હતા એ કૌભાંડનો પર્દાફાશ એમણે કરેલો. આપણા દેશની કુદરતી સંપત્તિ એ રીતે લૂંટ કરનારા રાજકારણીઓ અને માફીયાઓ ભેગા થઈ ગયા હતા.
એ જ રીતે ૨૦૧૧ના ૨૬ જાન્યુઆરીની આગલી સાંજે મહારાષ્ટ્રના માલેગાંવમાં યશવંત સોનવને નામના જિલ્લા અધિકારીને સડકના કિનારે જીવતા સળગાવીને મારી નંખાયેલા. સોનાવને સરકારી પેટ્રોલ ટેન્કરોમાંથી ખુલ્લેઆમ ચોરી કરીને લાખો રૂપિયાનું પેટ્રોલ બજારમાં વેચી નાખનાર માફિયા ગેંગના એક સરદારને પકડવાનું એણે સાહસ કરેલું.
એ જ રીતે, ગુજરાત સૌરાષ્ટ્રના ગીર જંગલોમાં ચાલતી આ પ્રકારની રાષ્ટ્રીય લૂંટને અટકાવવાનો પ્રયત્ન કરનાર અમિત જેઠવાને ૨૦૧૦ના જુલાઈમાં ગોળી મારીને છડેચોક હત્યા કરેલી.
આવી જ રીતે ઝારખંડના સિસ્ટર વાલસન જ્હોન નામના એક સામાજિક કાર્યકરે કોલસાની ખાણોમાંથી ખનીજ કોલસાની લૂંટની પ્રવૃત્તિ વિરૂઘ્ધ અવાજ ઉઠાવતા એમને પણ મારી નખાયેલા.
એ જ રીતે, હરિદ્વારમાં રાષ્ટ્રીય પવિત્ર નદી ગંગાની રેતીમાં ખોદીને લઈ જનારા માફીયાઓનો વિરોધ કરવા સ્વામી નિગમાનંદ ઉપવાસ ઉપર ઉતરેલા એ દરમ્યાન એમનું રહસ્યમય રીતે અવસાન થયું.
આપણા દેશમાં ખનીજના ભંડારો ભરેલા છે. આપણા દેશને એટલે તો ‘સુવર્ણ ભૂમિ’ કહે છે. એને લૂંટીને લઈ જનારા માફિયાઓના હાથે મરનારાઓની આ યાદી લાંબી છે. જેમ કે, આસામના પર્યાવરણ નિષ્ણાંત અરુપ કાલિટા, સુવર્ણ ચતુષ્કોણ (ગોલ્ડન ક્રૌડ્રેંગલ) યોજનાના એન્જીનીયર સત્યેન્દ્ર દુબે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ઓફિસર મંજૂનાથ, લોહરદગાના એસ.પી. અજયકુમાર સંિહ, કાયમપુરના ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર સંજય સંિહ વગેરે અનેકો છે.
આ બધાને પોતાના જીવનથી એટલા માટે હાથ ધોવા પડેલા કે દેશને લૂંટી રહેલા માફિયાઓને તેઓ પ્રમાણિકતાપૂર્વક અને હંિમતપૂર્વક ખુલ્લા પાડી રહ્યા હતા.
આ બધા કિસ્સાઓ ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે... દેશને લૂંટનારા આ તત્વોને કોંગ્રેસ, ભાજપ કે બીજા બધા જ રાજકીય પક્ષોના નેતાઓ તથા પ્રધાનોનો સાથ મળેલો હોય છે. રાજકીય નેતાઓના પીઠબળ વિના આ પ્રકારની ગુનાખોરી સતત ચાલી શકતી નથી. કારણ કે આવડી મોટી લૂંટનું કૌભાંડ છાનું રહી શકે તેમ છે જ નહીં. રોજ ટ્રકોની ટ્રકો જતી હોય અને એ ય વર્ષો સુધી એ ત્યાંની સરકારોના નોકરશાહો અને પ્રધાનોની જાણમાં હોય જ અને એમને નિયમીત હપ્તા મળતા હોય તો તેઓ આ લૂંટ ચાલવા દે છે.
આ જ કારણે આ પ્રકારની બેધડક હત્યાઓ થાય છે અને હત્યા કરનાર કદી પકડાતા નથી. કારણ કે પોલિસ તંત્ર પણ એમાં સંડોવાયેલું હોય છે.
(પેલા બાબા રામદેવ, અણ્ણા હઝારે, અરવંિદ કેજરીવાલ, સિસોદીયા, વગેરે કાળા નાણા અને ભ્રષ્ટાચાર સામે આંદોલન કરવા નીકળી પડ્યા છે પણ એ આ પ્રકારના કૌભાંડો સામે લડત કરવાની હંિમત કેમ નથી કરતા? એ બધા દંભી છે. સેઈફ સાઈડ જ શોધે છે!)
આ કૌભાંડ કરનારાઓને એનાથી કેવડો મોટો જબ્બર લાભ થતો હશે એનો અંદાજ એના ઉપરથી જ આવે છે કે... એમના કૌભાંડની આડે આવનારને તેઓ માર્ગમાંથી ઉડાડી જ દે છે!
આ લૂંટ દેશને એટલે આપણને કેટલું નુકસાન પહોંચાડે છે એ બે જ રાજ્યોના આંકડા ઉપરથી આવી શકે તેમ છે. દા.ત. કર્ણાટક અને ગોવા રાજ્યમાં આ પ્રકારે ખનીજની લૂંટના કારણે અત્યાર સુધીમાં એ બે જ રાજ્યને રૂપિયા ૩,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૩ ખર્વ ૬૦ અબજ) નુકસાન થયું છે એટલે કે આપણા જનતાના એટલા રૂપિયાની લૂંટ થઈ છે. (પેલા રામદેવ વિદેશમાં પડેલા કાળા નાણાના નામે લાંબુ નહિ વિચારતી જનતાને ખોટી રીતે ઉશ્કેર ઉશ્કેર કરે છે.. બાકી એમનામાં દાનત હોય તો આ લૂંટ અટકાવે ને! બે જ રાજ્યોનો આ તો આંકડો છે... તો બાકીના ૨૮-૩૦ રાજ્યોનો આંકડો કેટલો થાય? રામદેવના કાળા નાણા એની સામે શું હિસાબમાં?) આ બે રાજ્યોનો આંકડો જ એટલો છે કે એ રકમથી આપણા દેશના ૩૦-૪૦ કરોડ જેટલા જે ગરીબો છે એમને એક વર્ષ સુધી બન્ને ટંકનું ખાવાનું આપી શકાય! એનો અર્થ એ થયો કે આખા દેશમાં ચાલતું આ કૌભાંડ અટકે તો આપણા દેશમાં કોઈ ગરીબ ન રહે.
મઘ્ય પ્રદેશના મુરૈનાની હકીકત જોઈએ તો... ત્યાં જે નરેન્દ્રકુમારની હત્યા જે પથ્થરોથી ભરેલા ટ્રેક્ટર નીચે ચગદીને કરવામાં આવી એ પથ્થરો જેવાતેવા સામાન્ય પથ્થરો નહોતા પણ ખાસ પ્રકારના પથ્થરો હતા જે ધનિકોના ઘરોની ફર્શને ચમકાવવા માટે વપરાય છે.
આ પથ્થરોની લૂંટનો વેપાર રૂપિયા ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ જેટલો દર વર્ષે થાય છે!
આ પ્રદેશના સામાજિક કાર્યકર આશા સીકરવાર છે જેઓ કહે છે કે પથ્થરોની લૂંટ કરનારા માફિયાઓથી સરકારી નોકરશાહો અને રાજકીય પક્ષોના નેતાઓ પણ ડરે છે.
દા.ત. પેલા નરેન્દ્રકુમારની હત્યા થઈ એ પહેલાં ૨૦૦૭માં ત્યારના જિલ્લા અધિકારી અને એસપીએ એ માફિયાઓના કામમાં દખલ કરવાનો પ્રયાસ કરેલો ત્યારે એમની બન્ને ઉપર ખનીજ માફિયાઓએ ગોળીઓ ચલાવેલી પણ તેઓ બચી ગયેલા.
વળી કોંગ્રેસના અને ભાજપના સ્થાનિક નેતાઓથી માંડી કાર્યકર્તાઓ ભેગા મળીને એ માફિયાઓને ટેકો આપે છે અને નિયમીત હપ્તા લે છે.
પથ્થરોની ખાણો ઉપરાંત મઘ્યપ્રદેશમાં કાચા લોખંડની ખાણો ખોદીને લૂંટવાનું મોટાપાયે ચાલે છે. મઘ્યપ્રદેશમાં ભાજપ અને સંઘના ટેકાથી સૂર્યા ફાઉન્ડેસન નામની એક એનજીઓ (સ્વયંસેવી) સંસ્થા ચાલે છે. એના સંચાલક વેદપ્રકાશ અગ્રવાલ છે. સંઘના એ સ્વયંસેવક છે.
સીબીઆઈની એ તપાસમાં જાણવા મળ્યું કે એ વેદ પ્રકાશના એક ભાઈ જયપ્રકાશ અગ્રવાલ છે. એ જયપ્રકાશની એક કંપની છે પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ નામની.
એ પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝને જ્યાં ભાજપની સરકારો છે એ છત્તીસગઢ અને મઘ્યપ્રદેશમાં કોલસાની ખાણો ગેરકાયદેસર ખોદવાનું શરૂ કરેલું તે છત્તીસગઢના કોરવા જિલ્લામાં સ્પોન્જ આયરન ગામે એ ખાણો ખોદી ખોદીને સાવ ખાલી કરી નાંખી!
એ જે માલ ભાજપના પેલા કાર્યકરે લૂંટીને વેચી માર્યો એની કંિમત લાખો કરોડોમાં નહીં પણ ખર્વો ખર્વોમાં થાય તેમ છે.
છત્તીસગઢની પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝને છત્તીસગઢની સરકાર ઉપરાંત કેન્દ્રના કોલસા અને ખાણ મંત્રાલયના પ્રધાનોથી માંડી પટાવાળા સુધીના સાહેબો, ક્લાર્કો વગેરે બધાનો સહકાર હતો.
ભાજપના એ નેતા બધાને હપ્તા આપીને પોતાનું કામ કર્યા કરતા. .. એમને તો ૧૦ રૂપિયા આપીને ૧૦૦ રૂપિયાની કમાણી કરવાની હતી.
લાંચ આપો અને કાળું ધન ઊભું કરો. (બાબા રામદેવ, અણ્ણા હજારે વગેરે ત્યાં કેમ નથી જતા? બધા દંભી છે અને લાંબુ નહીં વિચારતી જનતાને ઉલ્લુ બનાવ્યા કરે છે.)
કોઈ ‘એક્ટીવીસ્ટ’ની ફરિયાદના કારણે સરકારે એ પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ પર દંડ ફટકાર્યો... પણ કેટલો? ફક્ત ૯૦ કરોડ રૂપિયાનો! એ પણ એણે ન ભર્યો કારણ કે ભાજપના એ નેતાની પહોંચ કેન્દ્ર સરકાર અને છત્તીસગઢ સરકાર સુધી છે!
ખાણોના ગેરકાયદે ખોદકામ કરીને દેશ અને જનતાને છડેચોક લૂંટીને માણસ એકાએક અબજોઅબજોપતિ કઈ રીતે થઈ શકે છે તેનો બીજો દાખલો કર્ણાટકના ભાજપ-સંઘના રેડ્ડીબંઘુઓ છે. (ભાજપના સુષમા સ્વરાજ અને ગડકરી એ રેડ્ડીબંઘુને આશિર્વાદ આપે છે એવા ફોટા છપાયેલા છે.) એમનું કાળા ધનનું એ સામ્રાજ્ય કર્ણાટકથી માંડી આન્ધ્ર અને ઈન્ડોનેશિયા તથા સુમાત્રા સુધી ફેલાયેલું છે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

પ્રિસ્ક્રીપ્શન
પોપકોર્નમાં ફ્રૂટ કે શાક કરતાં પણ વઘુ
પોષક તત્ત્વો
આપણે નવરાશ અને સ્વાદના કારણે જે ખાતા હોઈએ છીએ એ પોપકોર્ન સો એ સો ટકા સ્વાસ્થ્ય વર્ધક છે પણ એ માખણ, તેલ અને મીઠાથી દૂર હોવું જોઈએ. એમાં એન્ટી ઓક્સીડન્ટ અને પોલીફીનોલ્સ ભરપૂર માત્રામાં રહેલું છે.
એમાં પણ પોપકોર્નનો જે ભાગ આપણે ખાવાનો પસંદ નથી કરતા પણ ખાઈએ તો છીએ, ખાવો પડે છે, એ વચ્ચેના કડક લાગતો ભાગ વઘુમાં વઘુ એ બન્ને તત્ત્વો ધરાવે છે.
અમેરિકન કેમીકલ સોસાયટીમાં આ સંશોધન પેન્સીલીવાનીયાની યુનિવર્સિટી ઓફ સ્ક્રાન્ટનના જો વેન્સન નામના પ્રોફેસરે રજૂ કર્યું છે.
જો કે પોપકોર્નના કારણે કોઈએ ફ્રૂટ કે શાકભાજી છોડી દેવા ન જોઈએ.

રોકેટ
મી. મહાપાત્ર, કહેશો કે અમદાવાદના નાગરિકો આમાં રહે અને જીવે કઈ રીતે?
પહેલાં આખા અમદાવાદને આડુઅવળું ઊભું તેડું ભાજપના તંત્રે ખોદી કાઢ્‌યું... (ફરી ભાજપ સત્તામાં અવાય કે નહીં એમ વિચારીને ભાજપ રૂપિયા ખાવા ચારેબાજુ ખોદ્યા કરે છે.. એકલા અમદાવાદમાં જ નહીં પણ ભાજપની મ્યુનિસિપાલિટી જ્યાં જ્યાં છે એ બધા જ ગામમાં ભાજપ આ જ ભ્રષ્ટાચાર ચલાવે છે.) એ ખાડા હજી પુરાયા નથી ત્યાં ભાજપે દુકાનો અને રહેણાંકના મકાનોની બન્ને બાજુની હારમાં ખોદકામ કરવાનું શરૂ કર્યું અને એમાં નગરજનો કેવી રીતે પોતાના સ્થળે જશે એનો કોઈ વિચાર જ કોન્ટ્રાક્ટરો કરતા કે ભાજપની સુધરાઈના સાહેબો કરતા. બોપલ, થલતેજથી માંડી ઓઢવ ઈસનપુર સુધી આખા અમદાવાદની આ જ દશા છે. ભાજપ પૈસા ખાવા સિવાય કશું જ વિચારતો નથી.. જનતાની સગવડનો પણ નહીં...
આ ફોટામાંનું દ્રશ્ય જુઓ! અમદાવાદમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા વિરાટનગરના ખોડિયારનગર રોડથી સમાજ નવરચના રોડ સુધીના બન્ને બાજુના રહેણાંકના ઘરોની આડા આવા ઘૂળના ડુંગરા ઊભા કરી દેવાયા છે. હવે ત્યાં રહેનારા નગરજનો કઈ રીતે રહે અને જીવે?
(નાગરિક આ બાબત કોર્ટમાં જઈ શકે છે.)સત્તાધારીઓ અને રાજકીય નેતાઓની નજર નીચે
ચાલતી લૂંટ
કોંગ્રેસ અને ભાજપના નેતાઓની
સાંઠ ગાંઠ

(નાગરિક આ બાબત કોર્ટમાં જઈ શકે છે.)

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 
Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 
84th Oscar Awards

amul
   
Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

Gujarat Samachar © 2012 All Rights Reserved