Last Update : 18-May-2012, Friday

 
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ

- શહેરની મોટાભાગની ગર્લ્સ ઉનાળામાં ગરમી અને તડકાથી બચવા માટે હાથમાં મોજા અને મોઢે દુપટ્ટો બાંઘવાનું ભૂલતી નથી. ત્યારે કેટલીક ગર્લ્સ તો અઠવાડિયાના સાતે સાત દિવસ માટે સાત કલરના અલગ અલગ દુપટ્ટા બાંઘતી હોય છે.

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વઘી રહ્યું છે. ત્યારે ભરબપોરે અંગ દઝાડતી ગરમીનો ભોગ બનવું પડે છે. આવી આગ ઝરતી ગરમીમાં મોટાભાગના લોકોને બહાર જવું પણ કંટાળાજનક લાગે છે. તો કેટલાંક લોકો તો સનસ્ટ્રોકની બીકે ઘરની બહાર પણ નીકળતા નથી. ત્યારે ગરમીથી બચવા લોકો જાત જાતના નુસખા અપનાવે છે. જો કે, ગરમીથી પોતાની સ્કીન કાળી ના પડી જાય તે માટે ગર્લ્સ તેનું ખાસ ઘ્યાન રાખતી હોય છે. જેથી ઘરની બહાર નીકળતા પહેલા તેઓ હાથમાં મોજા પહેરે કે ના પહેરે પણ હા પોતાના મોઢા પર દુપટ્ટો ચોક્કસ બાંઘે છે. જેથી સમરમાં જેટલાં સલવાર અને શૂટ નથી વેચાતા એના કરતા વઘુ તો દુપટ્ટાનું વેચાણ થાય છે.
આ અંગે સતીષ મકવાણા કહે છે કે, શહેરમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે. ત્યારે ગરમીથી બચવા તમામ લોકો નુસખા અપનાવે છે. ખાસ કરીને શહેરની ગર્લ્સ આવી બાબતોમાં બહુ કોન્સીયસ હોય છે. જેથી મોટાભાગની ગર્લ્સ હાથમાં મોજા અને મોઢા પર દુપટ્ટો બાંઘવાનું ભૂલતા નથી. જેથી જેટલી ગર્લ્સ તેઓના ડ્રેસ કે સલવાર અને જીન્સ-ટીશર્ટ ખરીદતી નથી. એના કરતા વઘુ તો દુપટ્ટો ખરીદે છે. કેટલીક ગર્લ્સ તો એક સાથે કોટનના પાંચથી સાત દુપટ્ટા લઇ જાય છે. જેનો ઉપયોગ તેઓ ફક્ત ગરમીથી બચવા પોતાના મોઢા પર બાંઘવાના હેતુસર જ કરે છે. સમરમાં સૌથી વઘુ વેચાણ દુપટ્ટાનું થાય છે. કોલેજ ગર્લ્સ હોય કે વર્કંિગ વિમેન હોય તેઓ ખાસ કરીને સમરમાં પોતાના મોઢા પર દુપટ્ટો બાંઘવાનો આગ્રહ રાખે છે.
જ્યારે સ્મિતા પટેલ કહે છે કે, હાલમાં ઉનાળા દરમિયાન ભયાનક ગરમીનો સામનો કરવો પડે છે. ગરમી અને તડકાનું પ્રમાણ એટલું બઘુ હોય છે કે સ્કીન પણ બળી જાય છે. જેથી તકેદારીના ભાગરૂપે હું રોજ મારા મોઢા પર દુપટ્ટો બાંઘ્યા બાદ જ ઘેરથી નીકળું છું. વળી કોટનનો દુપટ્ટો પરસેવો શોષવામાં પણ મદદરૂપ થાય છે. જેથી તાજેતરમાં જ મેં સાત અલગ અલગ કલરના કોટનના દુપટ્ટા ખરીદ્યા છે. હું સવારે મારી ઓફિસે ટુ વ્હીલર લઇને નીકળું અને ઘેર પરત આવું ત્યારે અને બપોરે ઓફિસના કામથી ક્યાંક બહાર જવાનું થાય ત્યારે ચોક્કસથી મોઢે દુપટ્ટો બાંઘુ છું. જેથી ગરમી અને તડકા સામે રક્ષણ મેળવી શકાય.
કપડાંના રંગો પણ ગરમી ઘટાડવાનું કામ કરે છે. બ્લ્યુ અને બ્લેક કલર્સ હાલ થોડા દિવસ ટાળવા જોઈએ. તો સામે પીંક,વ્હાઈટ કે આછા ઓરેન્જ કલરના કપડા શરીરને ઠંડક આપે છે. દુપટ્ટાના રંગોની સાથે કોટનનું કાપડ વઘુ મદદરૂપ થાય છે. સફેદ રંગના દુપટ્ટા સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે.ટેરીનના કાપડમાં બનાવેલા દપટ્ટા ગરમીમાં વઘારો કરે છે. દુપટ્ટાની જેમ જ તૈયાર કેપ પણ ગરમીમાં રક્ષણ આપે છે.

 

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved