Last Update : 18-May-2012, Friday

 

ફોર વ્હીલરના માલિકો માટે ડાર્ક ફિલ્મ ગુનો અને આઇપીએસ માટે...?
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....

- કાર પર જો ડાર્ક ફિલ્મ લગાવેલી હોય તો દંડ કરવામાં આવે છે. જ્યારે આઇપીએસ ઓફિસર્સ દ્વારા જ આ નિયમનું ઉલ્લંધન કરવામાં આવે છે. ત્યારે આ એક્ટ અને નિયમો ફક્ત ચોપડામાં જ રહી જાય છે.

ગુજરાતમાં આતંકવાદી દહેશતને પગલે સમગ્ર રાજ્યને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે ઠેર ઠેર વાહન ચેકંિગ પણ હાથ ઘરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે વાહન ચેકંિગ અને ફોર વ્હીલર પર લગાવવામા આવેલી ડાર્ક ફિલ્મ ઉતારવાનું અભિયાન હાથ ઘરાયું હતું. જેમાં ૩૫૦થી પણ વઘુ વાહન ચાલકોને ડાર્ક ફિલ્મ લગાવવાના મુદ્દે દંડવામાં આવ્યા હતા. જ્યારે તેઓની કાર પર લગાવેલી ડાર્ક ફિલ્મ પણ તાત્કાલિક રીતે ઉતારવામાં આવી હતી. પરંતુ નવાઇની વાત એ છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં પાર્ક કરવામાં આવેલી આઇપીએસ ઓફિસર્સની ફોર વ્હીલર પર લગાવેલી ડાર્ક ફિલ્મને કોઇ કાયદો નડતો નથી એવું લાગી રહ્યું છે.
આ અંગે આરટીઓ ઓફિસર જે.એમ.ભટ્ટ કહે છે કે, શહેરની મોટાભાગની કાર પર ડાર્ક ફિલ્મ લગાડેલી હોય છે. જેથી ડાર્ક ફિલ્મ કાઢવાનું અભિયાન ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા હાથ ઘરાયું હતું. જેમાં ૩૫૦થી પણ વઘુ કાર ચાલકો પાસેથી સો રૂપિયાનો દંડ વસૂલાયો હતો અને કારના કાચ પર લગાવેલી ડાર્ક ફિલ્મ પણ તાત્કાલિક ઉતારવામાં આવી હતી. કોઇ પણ કારના આગળ અને પાછળના કાચ પર ઓછામાં ઓછું ૭૦ ટકા વિઝન અને સાઇડના કાચ પર ૫૦ ટકા વિઝન હોવું જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ અને કેન્દ્રીય મોટર વાહન નિયમ ૧૦૦(૨) મુજબ નિયમનો ભંગ કરનાર વિરૂદ્ધ કલમ ૧૭૭ મુજબ સો રૂપિયાની પેનલ્ટી કરવામાં આવે છે. જો કે, આ નિયમમાંથી કોઇને પણ મુક્તિ આપવામાં આવી નથી. એ પછી આઇપીએસ હોય કે પછી વીઆઇપી હોય અથવા રાજકીય નેતા. નિયમ તમામ માટે સરખા છે. ફક્ત આ નિયમમાંથી લાલ કલરની લાઇટ લગાવતા સીએમ, પીએમ, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના જજ અને હાઇકોર્ટના જજ, મિનીસ્ટર્સની સરકારી ગાડી પર ડાર્ક ફિલ્મ લગાવવાની પરમીશન છે. પરંતુ શહેર પોલીસ કમિશનર કે આઇપીએસ ઓફિસર્સની કાર પર ડાર્ક ફિલ્મ લગાવી શકાય નહીં. કારણકે શહેર પોલીસ કમિશનર હોય કે આઇપીએસ ઓફિસર હોય તેઓ માટે પણ આ નિયમ સરખો છે.
જ્યારે ટ્રાફિક શાખાના ડીઆઇજી એસ.એમ.કટારા કહે છે કે, આ નિયમ વિષે હું કંઇ પણ જાણતો નથી. આવો કોઇ નિયમ છે કે નહીં એની મને ખબર નથી. કારણકે નિયમો તમામ માટે સરખા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ કોઇ અલગ નિયમ હોય એવું ક્યાંય ઉલ્લેખ નથી. તમામ માટે નિયમો સરખા છે. આ અંગે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપવામાં આવશે. ત્યારબાદ આઇપીએસ ઓફિસર્સ પણ પોતાની સરકારી અને પ્રાઇવેટ કાર પરથી ડાર્ક ફિલ્મ ઉતારશે. જો કે, આ વિષે તેઓને સૂચના પણ આપવાની જરૂર નથી. જે તે અઘિકારીએ જાતે જ સમજીને પોતાની કાર પરથીા ડાર્ક ફિલ્મ ઉતારવી જોઇએ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved