Last Update : 18-May-2012, Friday

 
દિલ્હીની વાત
 

રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં પી.એ. સંગમા
રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં લેટેસ્ટ પી.એ. સંગમાના નામનો ઉમેરો થયો છે. લોકસભાના ભૂતપૂર્વ અઘ્યક્ષ સંગમાનું નામ બીજેડીના નવીન પટનાયકે મુક્યું છે જ્યારે અન્ના ડીએમકેના જયલલિયાએ ટેકો આપ્યો છે. તાજેતરમાં સંસદના ૬૦ વર્ષની ઉજવણી પ્રસંગે ભાજપે સંગમાને બહુભાવ નહોતો આપ્યો પણ ભૂતપૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજીને આવકારવા ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી પાંચ ડગલા ચાલીને આગળ આવ્યા હતા. સંગમાનું નામ રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં આવતા દેશના સર્વોચ્ચ પદ માટેની પસંદગી પેચીદી બનતી જાય છે.
તૂટતો રૃપિયો મોંઘવારી વધારશે
તૂટતો રૃપિયો વિવિધ ભારતીય કંપનીઓ માટે મરણતોલ ફટકા સમાન બની રહેશે એમ નિપણાતો માની રહ્યા છે. પરંતુ આમ આદમીના હિતની વાતો કરતા કોંગ્રેસના નેતાઓ અને યુપીએ સરકારને તૂટતા રૃપિયાની અસર સતત વધતી મોંઘવારી પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રોજીંદા વપરાશમાં લેવાતી ચીજો જેવી કે કઠોળ, સાબુ, કપડા, ખાદ્યતેલ અને દવાઓ વગેરેના ભાવો પણ વધશે એમ મનાય છે. આ બધી જ આઈટમો આયાત પર આધારીત છે. વરિષ્ઠ અધિકારીઓ માને છે કે આગામી દિવસોમાં આ ચીજો પર ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો થશે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવોમાં પણ વધારો તોવાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે ફુગાવો આજના સ્તરે રહેશે તો ભવિષ્યમાં આવનારો વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષ પર તેની અસર પડશે.
વિદેશ પ્રવાસ મોંઘા થશે
જો તમે વિદેશમાં વેકેશન ગાળવા જવા માગતા હોવ કે વિદેશમાં ભણવા જવા માગતા હોતો રૃપિયાની ઘટતી કિંમતના કારણે તે વધુ મોંઘુ પડશે. એર ટિકીટસ, હોટલના ભાડા, શોપિંગ અને અન્ય ખર્ચા માટે તમારે વધુ વિદેશી હુંડીપામણ લેવું પડશે. જો તમે વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા માગતા હોવ તો તમારે તમારી ફી ચૂકવવા વધુ ડૉલર ખર્ચવા પડશે. અગાઉ તમે વિદેશની યુનિવર્સિટીમાં ૧૨ હજાર ડૉલરના કોર્સ માટે ૬ લાખ રૃપિયા ચૂકવતા હતા હવે તે માટે ૬ લાખ ૪૮ હજાર ચૂકવવા પડશે. (ડૉલરની કિંમત ૫૪ રૃપિયા) ડૉલરમાં ચૂકવણી હોવા છતાં મૂલ્યના કારણે વધુ ચૂકવવું પડશે.
તો પ્રણવ પીએમ ના બની શકે
કોંગ્રેસના કેટલાક લોકો એમ માને છે કે પ્રણવ મુખરજી સરકારમાં ટ્રબલ-શૂટર તરીકેની અસરકારક ભૂમિકા ભજવતા હોઈ તેમને રાષ્ટ્રપતિ પદ માટે તૈયાર ના કરવા જોઈએ. જોકે આ નેતાઓ એમ પણ ઈચ્છે કે કે પ્રણવને ટોપના હોદ્દા પર હોવું જોઈએ. આ નેતાઓ એમ પણ માને છે કે રાષ્ટ્રપતિ પદ એ કોઈ ટોપનો હોદ્દો નથી. જો તે રાષ્ટ્રપતિ બને તો વડાપ્રધાન બનવાના ચાન્સના દ્વાર કાયમ માટે બંધ થઈ જાય. આ નેતાઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન બનવાના ઘણાં ચાન્સ પ્રણવ મૂકી ગયા છે.
નવા પોલીટીકલ ફ્રેન્ડ જયલલિયા અને નવિન
ડીએમકેના બોસ કરૃણાનીધીને નવી ચિંતા સતાવી રહી છે. આ ચિંતા 'પોલીટીકલ ફ્રેન્ડશીપ' અંગેની છે. તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિયા અને ઓડીસાના મુખ્ય પ્રધાન તેમજ બીજેડી નેતા નવીન પટનાયક વચ્ચેની મિત્રતા કરૃણાનીધીને ખૂંચે છે. ઓડિસા-ડેના દિવસે આ બંનેને એક જ સ્ટેજ પર જોઈને કરૃણાનીધી છંછેડાયા હતા. તે ગુસ્સે થાય તેનું પાછળનું એક કારણ એ છે કે કરૃણાનીધી પોતે નવીન પટનાયકના પિતા બીજુ પટનાયકની ઘણી નજીકમાં હતા. કરૃણાનીધીએ પક્ષના કાર્યકરોને લખેલા એક ઓપન લેટરમાં કહ્યું હતું કે ડીએમકે અને અન્ના ડીએમકેના જોડાણનો સોદો બીજુ પટનાયકે તૈયાર કર્યો હતો. ત્યારે અન્ના ડીએમકે નું નેતૃત્વ એમ.જી. રામચંદ્રન પાસે હતું. ૧૯૭૯ ના સપ્ટેમ્બરમાં યોજાયેલી એક ગુપ્ત બેઠકમાં બંને પક્ષ વચ્ચેના જોડાણનો તખતો તૈયાર થયો હતો. જેમાં નવા પદોનું નામ ડીએમકે રહે ધ્વજ અન્ના ડીએમકેનો રહે એમ નક્કી થયું હતું. જોકે એમજીઆર છેલ્લે ફરી જતા આ જોડાણનો તખતો ફ્લોપ ગયો હતો.
જયરામ રમેશને વલન્ટનેસ ભારે પડી
ગ્રામ વિકાસ પ્રધાન જયરામ રમેશે પોતાની ઈમેજને 'વલન્ટ' તરીકે ઉપસાવી છે. મોઢે-મોઢે કહેવાતી વલન્ટનેસ જોકે ભલે સારી નિશાની હોય પરંતુ મોટા ભાગે તે બૂમરંગ થાય છે. તાજેતરમાં માસિક પેન્શન વધારવા આંદોલન કરતા સીનિયર સિટીઝનોની જયરામ રમેશ સાથે બેઠક હતી. રમેશે કહ્યું છે કે બધા સીનીયર સીટીઝનને રૃા. ૨૦૦૦ માસિક પેન્શન આપવાના પૈસા સરકાર પાસે નથી. તેના બદલે રમેશે સજેશન કર્યું તે તમે આંદોલન પાછું ખેંચાયો તમારા મહિને રૃા.૨૦૦ના પેન્શનને રૃા.૫૦૦નું કરી આપું. જો કે નેશનલ એડવાઈઝરી કાઉન્સીલના સભ્ય અને આ પ્રતિનિધી મંડળનું નેતૃત્વ કરનાર અરૃણા રોયે જયરામ રમેશની ઓફર ફગાવી દીધી હતી અને આંદોલન વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી હતી.
જયા પર કેમેરાનો મામલો
મંગળવારે અભિનેત્રી રેખા જ્યારે રાજ્યસભામાં શપથ લેતા હતા ત્યારે કેમેરાનું ફોક્સ સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચન પર રખાયું હતું એવો આક્ષેપ દૂરદર્શન પર કરાયો છે. જયા બચ્ચનની આ ફરીયાદ અંગે રાજ્યસભા ટીવીઓ કહ્યું છે કે ગૃહની કાર્યવાહીના લાઈવ કવરેજ માટે દૂરદર્શન સાથે કરાર થયો છે. દરમ્યાન એમ જાણવા મળ્યું છે કે રાજ્યસભાના અધ્યક્ષે પણ જયા બચ્ચન પર ફોક્સ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કેટલાક સાંસદોએ કેન્દ્રીય પ્રધાન રાજીવ શુક્લાને આ અંગે ફરીયાદ કરી છે.
-ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved