Last Update : 18-May-2012, Friday

 
 

પાંચમી સિઝનમાં ક્રિેકટ કરતાં વિવાદો વધુ છવાયેલા રહ્યા છે
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં

બીસીસીઆઇ હાલ ક્રિકેટ બોર્ડને બદલે તપાસ એજન્સી બની ગયું ઃ આઝાદ

 

ટીઆરપીમાં ઘટાડો, જાહેરખબરકારોની ઉદાસિનતા અને વિવાદોથી બીસીસીઆઇ પરેશાન

 

મુંબઇ,તા.૧૭
સ્પોટ ફિક્સિંગના સ્ટિંગ ઓપરેશન બાદ શાહરૃખ પર દારૃ પીને મારામારી કરવાનો અને ઝઘડો કરવાનો આરોપ મુકીને મુંબઇ ક્રિકેટ એસોસિએશને (એમસીએ) વાનખેડેમાં તેના પ્રવેશ પર આજીવત પ્રતિબંધ મુકી દેતા ભારે વિવાદ સર્જાયો છે. શાહરૃખે સામો આક્ષેપ કરતાં સિક્યોરીટી ગાર્ડ તેમજ એમસીએના હોદ્દેદારોનો વાંક કાઢ્યો હતો અને પોતે દારૃ ન પીધો હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. જો કે આ વિવાદને કારણે ફરી વખત ભારતીય ક્રિકેટ બોર્ડની પરેશાની વધી ગઇ છે અને તેઓએ વધુ એક તપાસ શરૃ કરી દીધી છે. આઇપીએલની પાંચમી સિઝનમાં ક્રિકેટ કરતાં વિવાદો વધુ ચર્ચામાં રહ્યા છે. શાહરૃખ અને એમસીએ વચ્ચેના ટકરાવને બીનજરૃરી વધુ પડતો ઉછાળીને આ વખતે આઇપીએલને ફરી હોટ સ્પોટમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી શક્યતા પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઇ રહી છે.
આઇપીએલની પાંચમી સિઝનમાં હરભજન-મુનાફ પટેલનો અમ્પાયર સાથેનો ઉગ્ર ઝઘડાને કારણે વિવાદ સર્જાયો હતો. જો કે બંનેમાંથી કોઇ ખેલાડીને આકરી સજા કરવામાંઆવી નહતી. આ ઉપરાંત પણ ઘણા વિવાદ વખતે બોર્ડ અનેઆઇપીએલનું મૌન સામાન્ય ક્રિકેટ ચાહકો માટે અકળાવનારૃ બની રહેતું હોય છે.
શાહરૃખને ગેરવર્તણૂંક બદલ હવે ક્યારેય વાનખેડેમાં પ્રવેશ નહીં મળે તેવી એમસીએના કોષાધ્યક્ષ રવિ સાવંતની જાહેરાતને આઇપીએલ કમિશનર રાજીવ શુક્લાએ નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતુ કે, કોઇ એસોસિએશન પાસે કોઇના પર પ્રતિબંધ મુકવાની સત્તા નથી, અમે આ મામલે એમસીએ તેમજ ફ્રેન્ચાઇઝીની રજુઆત સાંભળીશું અને કોઇ નિર્ણય લઇશું. જો કે વધુ એક વિવાદને કારણે આઇપીએલને ફટકો પડશે તેમ મનાય છે.
આઇપીએલની પોલ ખોલતું સ્ટિંગ ઓપરેશન જાહેર થયા બાદ બોર્ડ સાથે લડી લેવાના મુડમાં જણાતા કીર્તિ આઝાદે કોમેન્ટ કરી હતી કે, હાલની પરિસ્થિતી પરથી તો લાગી રહ્યું છે કે બીસીસીઆઇ જાણે કોઇ તપાસ એજન્સી છે. આઝાદે એમ પણ ઊમેર્યું કે, સ્પોટ ફિક્સિંગ અને બ્લેક મની જેવા ગંભીર મામલે બોર્ડ પોતાની રીતે તપાસ ચલાવે છે, જ્યારે આ મેદાનમાં દારૃ પીને ધમાલ મચાવવાના મામલે પોલીસ કેસ છે. આ તેમના બેવડા ધોરણોનું તાજુ ઉદાહરણ છે. રમત મંત્રી અજય માકેને પણ તાજેતરની ઘટનાઓના સંદર્ભે ફરી પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે, આઇપીએલને રાઇટ ટૂ ઇન્ફર્મેનશ એક્ટ હેઠળ લાવવી જોઇએ, જેથી તેનો વહીવટ વધુ પારદર્શી બને.
પાંચમી સિઝનમાં આઇપીએલની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ખાસ કરીને એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ખળભળાટ મચી ગયો હતો અને બોર્ડને તાબડતોબ બેઠક બોલાવીને તપાસનો આદેશ આપવો પડયો હતો. અગાઉ ક્રિકેટ ચાહકોની ઉદાસિનતાનેકારણે ટીઆરપીમાં ઘટાડો નોંધાયો હતો. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ટીઆરપી ઘટી હોવાનું જોવા મળ્યું હતુ. તેની સાથે સાથે જાહેરખબરકારોમાં પણ પહેલા જેવો ઉત્સાહ દેખાતો નથી. ટીવી પર મેચ દરમિયાન આવતી જાહેરખબરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોવાની ચર્ચા પણ મીડિયામાં ચાલી રહી છે ત્યારે આ પ્રકારના વિવાદો આઇપીએલને માટે ફટકા સમાન બની રહે તેવી શક્યતા છે.
શાહરૃખ અને મુંબઇ ક્રિકેટ એસોસિએશન વચ્ચેના ટકરાવના મામલે બીસીસીઆઇએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. આઇપીએલ કમિશનરે આ અંગે જાતે તપાસ કરવાની ખાતરી આપી હતી. જો કે ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે કે બોર્ડે ફ્રેન્ચાઇઝી માલિકો સામે કડક થવાની જરૃર છે.
શાહરૃખના મામલે તો બોર્ડે પોતાની રીતે તપાસ શરૃ કરી છે. જ્યારે એમસીએ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે થોડા સમય અગાઉ અમ્પાયરના એક નિર્ણયને કારણે નારાજ પંજાબની ટીમની માલિક અને અભિનેત્રી પ્રિતી ઝીન્ટાએ બાઉન્ડ્રીની નજીક આવીને ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી હતી. જે અંગે બોર્ડે કે આઇપીએલે કોઇ પગલા ભર્યા નહતા. હવે બોર્ડ શાહરૃખ ખાન અને એમસીએ વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયાસ કરશે તેમ મનાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved