Last Update : 18-May-2012, Friday

 

કોંગ્રેસ, ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી
રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો

એનસીપીના વડા પવારે અજ્ઞાાન જાહેર કર્યું ઃ અન્ય પક્ષોની 'થોભો અને રાહ જુઓ'ની નીતિ

(પી.ટી.આઇ.) ભુવનેશ્વર/ ચેન્નાઈ, તા. ૧૭
ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો બીજુ જનતા દળ અને અન્ના ડીએમકેએ, લોકસભાના પૂર્વ અધ્યક્ષ પી. એ. સંગમાનું નામ સૂચવી આ સ્પર્ધામાં એક નવું જ પરિમાણ ઉમેર્યું છે. મહત્ત્વની વાત તો તે છે કે, હજી સુધીમાં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પોતાના પસંદગીની જાહેરાત કરનારા સૌથી પહેલા પક્ષો છે પરંતુ સંગમાના જ પક્ષ એનસીપીએ આ સૂચનથી પોતાને અલગ રાખ્યો છે અને એનસીપીના પ્રમુખ શરદ પવારે આ સંબંધે પોતાનું અજ્ઞાાન જાહેર કર્યું છે.
ઓડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને તમિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાએ સમવાય તંત્ર અંગે ગત સપ્તાહે ચર્ચા કરી હતી અને તેમણે ઉત્તર-પૂર્વ ભારતના આ જનજાતિના આ ૬૫ વર્ષીય નેતાનું નામ રાષ્ટ્રપતિપદ માટે સૂચવ્યું હતું. આ પૂર્વે પ્રણવ મુખરજીનું નામ ચર્ચામાં હતું પરંતુ કોંગ્રેસે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તો બીજી તરફ ભાજપે પણ કોઈ ઉમેદવાર સૂચવ્યા નથી.
તા. ૧૫મી મેના દિને સંગમા તથા જયલલિતાને મળ્યા હતા જેમાં જયલલિતાએ તેઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ માત્ર જનજાતિ સમાજના પ્રતિનિધિ જ નથી પરંતુ આપણા મહાન રાષ્ટ્રપતિ થવા માટેના તમામ સદ્ગુણો ધરાવે છે.
વાસ્તવમાં સંગમા પોતે જ કોઈ આદિવાસી નેતાને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ તેવો આગ્રહ રાખી રહ્યા છે અને તે માટે પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ સાથે તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હું પોતે તે સ્પર્ધામાં નથી.
તૃણમલ કોંગ્રેસે સમાજવાદી પાર્ટી, જ. દ. (યુ), બસપા અને ડાબેરી પક્ષો આ અંગે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ તે, પક્ષો પૈકીના કેટલાકે એવા સંકેતો આપ્યા છે કે, જો કોંગ્રેસ મુખરજી કે હમીદ અન્સારી બેમાંથી એકને પસંદ કરે તો પણ તેઓને કોઈ વાંધો નથી.
આશ્ચર્યની વાત તો એ છે ક સંગમાના જ પક્ષ એનસીપીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ શરદ પવાર થોડા દિવસો પૂર્વેની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી.
આ પૂર્વે સંગમાના પુત્રી અને કેન્દ્રના ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન અગાથા સંગમા નવીન પટનાયકને મળ્યા હતા આ પછી પિતા- પુત્રી બંને જે. જયલલિતાને મળ્યા હતા અને પી. એ. સંગમા માટે તેમનું સમર્થન માગ્યું હતું.
વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ તા. ૨૫મી જુલાઈના દિવસે તેમના પદની મુદત પૂરી થતા નિવૃત્ત થવાના છે. આથી રાયસીના હિલ્સ માટેની સ્પર્ધા વેગ પકડી રહી છે અને હવે પ્રાદેશિક પક્ષો વિધિવત્ તેઓના ઉમેદવારોના નામ સૂચવી રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved