Last Update : 18-May-2012, Friday

 

આઈપીજીની અરજી હાઈકોર્ટે ફગાવી
પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

અજિત સિંહે માન્યતા પ્રાપ્ત યુનિયનોની બેઠક બોલાવી ઃ એર ઈન્ડિયા-કિંગફિશરની કમાણી ઘટી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૬
એર ઈન્ડિયાના પાઈલોટોની હડતાળ ૧૦મા દિવસમાં પ્રવેશી છે. સામે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે રાહ જોઈ રહેલા મુસાફરોની પીડાનો અંત આવે તેવા કોઈ ચિન્હો જણાતા નથી. પાઈલોટસ્ ગીલ્ડે હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદાને લાર્જર બેંચ સમક્ષ પડકારવા પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ રહ્યો હતો અને કોર્ટે ગીલ્ડની ઝાટકણી કાઢી હતી. જ્યારે પાઈલોટસ ગીલ્ડે આગામી સપ્તાહે કર્મચારીઓના પ્રશ્નો સાંભળવાની ઉડ્ડયન મંત્રી અજીતસિંહની જાહેરાતને આવકારીને નિમંત્રણ મળે તો ભાગ લેવા તૈયારી દર્શાવી છે. જ્યારે એર ઈન્ડિયાને હડતાળને કારણે ૧૮૮ કરોડની ખોટ ગઈ હોવાની દહેશત સેવાય છે.
ઈન્ડીયન પાઈલોટસ ગીલ્ડે દિલ્હી હાઈકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદાને લાર્જર બેંચ સમક્ષ પડકારવાનો પ્રયાસ કર્યો હતો પણ ગીલ્ડની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે હડતાળ સામે આકરૃં વલણ લીધું હતું. ન્યાયમૂર્તિઓ સંજય કિશન કૌલ અને રાજીવ શકધરની બનેલી ખંડપીઠે ગીલ્ડને ઠપકાના સૂરમાં ચુકાદો આપ્યો હતો કે 'કોર્ટના હુકમનો જાણી જોઈને અનાદર કરીને કોઈપણ પક્ષકાર કોર્ટ પાસે તેની સમસ્યાનો ઉકેલ માંગી શકે નહીં. તમારી સામે ખરેખર 'કોર્ટની અવગણનાનો કેસ અમે ચલાવવા ઈચ્છા સેવતા હતા પણ તે અમે સિંગલ જજના શિરે એટલા માટે છોડીએ છીએ કે તમને તે બાબત યોગ્ય રીતે સમજાય.''
જ્યારે ઈન્ડીયન પાઈલોટ્સ ગીલ્ડે કોર્ટે તેમને આપેલા ચૂકાદા સંદર્ભે મંતવ્ય દેવાનું ટાળ્યું હતું. ગીલ્ડના નેતા તૌસીફ મુકાદમે જણાવ્યું હતું કે અમે ચુકાદાની નકલ જોઈ નથી. અમે તે અંગે કાનુની નિષ્ણાતોનો મત લઈશું. જો કે પાઈલોટ તરફથી હડતાળ પાછી ખેંચવા સંદર્ભે કોઈ મત વ્યક્ત થયો નથી પમ અજીતસિંહે કરેલી જાહેરાત અંગે ગીલ્ડે રાજીપો વ્યક્ત કર્યો હતો. ગીલ્ડે ગઈકાલે અજીતસિંહે ગઈકાલે માન્ય યુનિયનો સાથે આવતા સપ્તાહે કર્મચારીઓની સમસ્યાઓ સંદર્ભે વાટાઘાટોની જાહેરાત કરી હતી. જો કે ગીલ્ડની માન્યતા રદ્દ કરવામાં આવી હોવાથી તેમને વાટાઘાટોમાં સામેલ કરાય કે કેમ તે અંગે શંકા છે.
એર ઈન્ડિયાને આ હડતાળથી ૧૮૦ કરોડનું નુકસાન થયું છે. તેનો પ્રભાવ તેના શેર પર પણ પડયો છે. ભારતની ચારે વિમાન કંપનીઓમાં એર ઈન્ડિયા ચોથા સ્થાને ગત માસે મુકાયું હતું. ત્યારે કર્મચારીઓની કોઈ સમસ્યા ન હોવા છતાં તેમના શેરનો ભાવ ગગડયો હતો. નાણા-સમસ્યાનો સામનો કરી રહેલી કિંગ ફિશર તેમજ અન્ય કંપનીના શેરો પણ બજારમાં ખાસ રસ જોવા મળ્યો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved