Last Update : 18-May-2012, Friday

 

ગૃહ પ્રધાને ભોજપુરીમાં બોલી આશ્ચર્ય સર્જ્યું
હમ રઉઆ સબ કે ભાવના સમજતાની ઃ ચિદમ્બરમ્

ભોજપુરી ભાષાનો બંધારણમાં સમાવેશ કરવાનો નિર્ણય

નવી દિલ્હી,તા.૧૭
સરકાર ભોજપુરી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવાની જાહેરાત સંસદના ચોમાસુ સત્રમાં કરી શકે છે.
આ વિષે ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે ભોજપુરી ભાષામાં આશ્વાસન આપતા આજે લોકસભામાં જણાવ્યું કે હમ રઉઆ સબ કે ભાવના સમજતાની. ''
ભોજપુરી ભાષાને આઠમી અનુસૂચિમાં સામેલ કરવાના મુદ્દે એકવાર ફરી લોકસભામાં થયેલી જોરદાર માગણી બાબત સરકારે આશ્વાસન આપ્યું કે સંસદના ચોમાસુ સત્રમાં આ વિષેના નિર્ણયની જાહેરાત કરાશે. સંસદમાં લાંબા સમયથી ઉઠાવાતી આ માગણી વિષે ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે આજે સભ્યોની ભાવના સાથે સંમત થઇને આશ્વાસન આપ્યું. ચિદમ્બરમે જણાવ્યું કે સરકારને ભોજપુરી ભાષા સહિત કેટલીક ભાષાઓને બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ કરવા બાબતે રચાયેલી સમિતિનો રીપોર્ટ માર્ચમાં મળી ગયો છે અને પોતે ગૃહને આ વિષે જલદી સારા સમાચાર આપશે.
લોકસભામાં આ મુદ્દે રજુ થયેલી ધ્યાનાકર્ષક દરખાસ્ત વિષે થયેલી ચર્ચાનું સમાપન ગૃહપ્રધાને ભોજપુરીમાં આ શબ્દો સાથે કર્યુ કે ''હમ રઉઆ સબકે ભાવના સમઝતાની'' સભ્યોનો જો કે એમના જવાબથી સંતોષ થયો નહોતો. એમણે ભોજપુરી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં દાખલ કરવા માટેનો ચોક્કસ સમયગાળો જણાવવા માટે આગ્રહ સેવ્યો. કેટલાક જુથોના સભ્યો પોતાની વાત વિષે દબાણ આણવા માટે ગૃહની આગલી હરોળોમાં ધસી આવ્યા.
અધ્યક્ષ મીરા કુમારે જણાવ્યું કે ગૃહમંત્રી આ વિષે વહેલામાં વહેલા નિર્ણય કરવા માટે આશ્વાસન આપી ચૂક્યા છે. માટે એમની વાત પર વિશ્વાસ મૂકવો જોઇએ. એમણે કહ્યું કે ચિદમ્બરમ સામાન્ય પણે અંગ્રેજીમાં બોલે છે અને હિંદી પણ ઘણું ઓછું બોલે છે. આજે તેઓ ભોજપુરીમાં બોલ્યા છે, માટે એમની વાતને માનવામાં આવે.
જો કે સભ્યો સમય મર્યાદા દર્શાવવાની માંગણી કરતા રહ્યાં. આથી ચિદમ્બરમે જણાવ્યું કે સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ વિષેનો પોતાનો નિર્ણય જણાવશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved