Last Update : 18-May-2012, Friday

 

મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અધિકારી-ગાર્ડને ધક્કે ચડાવ્યા ઃ નશામાં ચકચૂર ઃ પોલીસ ફરિયાદ
વાનખેડેમાં શાહરૃખની ધમાલ-ગાળાગાળી

વાનખેડેમાં આજીવન પ્રવેશ પ્રતિબંધની વિચારણા ઃ એમસીએના અધિકારીઓની ગેરવર્તણૂંક ઃ તેઓ માફી માગે ઃ શાહરૃખ

(પી.ટી.આઈ.- પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૭
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ રાત્રે આઈપીએલની મેચમાં પોતાની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સનો વિજય થવા બાદ દારૃના અને જીતના નશામાં ભાન ભૂલેલા શાહરૃખ ખાને સિક્યોરિટી ગાર્ડસ સાથે ઝપાઝપી કરી હતી એટલું જ નહીં એમસીએના અધિકારીને ધક્કે ચડાવી ગળંુ ફાડી ફાડીને ગાળગલોચ કરી હતી. સુપરસ્ટાર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના કો-ઓનર શાહરૃખ ખાન અને બીજા ત્રણ જણ સામે મુંબઇ પોલીસે બિનદખલપાત્ર (નોન-કોગ્નીઝીબલ) ગુનો નોંધ્યો છે. શાહરૃખ ખાનને ગેરવર્તણૂક બદલ આજીવન વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશતો રોકવા અંગે આવતીકાલે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટિની મીટિંગમાં નિર્ણય લેવાશે. બીજી તરફ, ગેરવર્તણૂકના આક્ષેપને શાહરુખ ખાને નકારતા જણાવ્યું હતું કે મુંબઇ ક્રિકેટ એસોસિયેશને મારી સાથે ઉદ્ધતાઇ કરી એ બદલ એમણે મારી માફી માગવી જોઇએ.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ના સત્તાવાળાએ જણાવ્યું હતું કે મેચ દરમ્યાન શાહરૃખ ખાન સ્ટેડિયમમાં નહોતો. પરંતુ તેની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સે મુંબઈને પરાજિત કર્યા બાદ પ્રેસન્ટેશન સેરીમની શરૃ થઈ ત્યારે શાહરૃખ ખાન બાળકો સાથે આવી પહોંચ્યો હતો. પહેલાં તે ડ્રેસિંગ રૃમમાં ગયો હતો. ત્યાંથી ગ્રાઉન્ડ ઉપર જવા ગયો ત્યારે સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવતા કિંગ ખાનનો પીત્તો ગયો હતો. ગાર્ડસને ધક્કે ચડાવ્યા બાદ એમસીએના પ્રમુખ (વિલાસરાવ દેશમુખ)ને ગાળો ભાંડી હતી અને જીવતા જમીનમાં દાટી દેવાની ધમકી ઉચ્ચારી હતી એમ એક ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં જણાવાયું હતું.
એમસીએના કોષાધ્યક્ષ રવિ સાવંતે જણાવ્યું હતું કે શાહરૃખ ખાનને આ જાતની ગેરવર્તણૂક બદલ વાનખેડેમાં પ્રવેશતો રોકવા માટે આજીવન પ્રવેશબંધી લાદવાનો અમે નિર્ણય લીધો છે. અમે શાહરૃખ વિરુધ્ધ મરીનડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શાહરૃખ ચિક્કાર પીધેલી હાલતમાં હતો. તેણે એમસીએના પ્રમુખ અને બીજા પદાધિકારીઓને ગાળો આપી હતી અને ધમકી દીધી હતી. વાનખેડેમાં શાહરૃખના પ્રવેશ પર પ્રતિબંધ બાબત એમસીએના અને આઈપીએલના સત્તાવાળાઓ અસંમજસભરી સ્થિતિમાં લાગતા હતા. આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ કહ્યું હતું કે શાહરૃખ પર પ્રવેશ- પ્રતિબંધનો નિર્ણય કારોબારી સમિતિએ લીધો છે. એટલે આ બાબતમાં હું એમસીએના પ્રમુખ વિલાસરાવ દેશમુખ સાથે વાત કરીશ. આ ઘટના સાથે સંકળાયેલા તમામ પક્ષો સાથે વાત કરી તેમનું શું કહેવું છે એ જાણીને પછી હું આ બાબતમાં કંઈક કહી શકીશ.
એમસીએના કોષાધ્યક્ષ રવિ સાવંતે ગઈરાતની ઘટના વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે કોલકત્તા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા બાદ જીતને લીધે રંગમાં આવી ગયેલા શાહરૃખે બેફામ વર્તણૂક કરી હતી.
શાહરૃખ પહેલાં તો પોતાના રસાલા સાથે ડ્રેસિંગ રૃમમાં ગયો હતો. ત્યાર પછી તે પગથિયા ઊતરી ગ્રાઉન્ડમાં જવા ગયો ત્યારે ગાર્ડસે તેને અટકાવતા ખાન ગુસ્સે ભરાયો હતો અને ગાળો આપવા માંડયો હતો. એમસીએની મેનેજિંગ કમિટિના મેમ્બર અને ટોચના પોલીસ અધિકારી ઈકબાલ શેખે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખાન કોઈની વાત માનવા તૈયાર નહોતો. આઈપીએલના સીઈઓ સુંદરરામન અને બીસીસીઆઈના મિડિયા મેનેજર દેવેન્દ્ર પ્રભુદેસાઈની હાજરીમાં જ આ ધમાલ થઈ હતી. આ બાબતમાં અમે બીસીસીઆઈમાં પણ ફરિયાદ નોંધાવશું.
બીસીસીઆઈના એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર રત્નાકર શેટ્ટીએ સાવચેતપૂર્વક નિવેદન કરવા કહ્યું હતું કે કોઈપણ જાતની ઉશ્કેરણી વિના આ ઘટના બની હતી. હું એમસીએમાં છું અને બીસીસીઆઈમાં પણ છું. આ ઘટના વિશે પૂરેપૂરી વિગતો મળ્યા પછી જ ચોક્કસપણે કંઈ કહી શકાય. આ બનાવ વખતે હું હાજર નહોતો એટલે હું કંઈ કહું એ યોગ્ય નહીં ગણાય. એમસીએ તરફથી વિગતવાર માહિતી આપવામાં આવ્યા બાદ ચોક્કસ પગલાં લેવામાં આવશે.
બીજી તરફ શાહરૃખે પોતાના બચાવમાં કહ્યું હતું કે મેં દારૃ નહોતો પીધો. હું તો મેચ પૂરી થયા બાદ મારા બાળકોને તેડવા માટે વાનખેડેમાં ગયો હતો. હું એકલો હતો અને એમસીએના ૨૦થી ૨૫ ઓફિશિયલો હતા. એ બધા આક્રમક મિજાજમાં હતાં અને મારી સાથે એકદમ ઉદ્ધતાઇથી વતર્યા હતાં આથી હું પણ ગુસ્સામાં આડુઅવળું બોલી ગયો હોઇશ.
શાહરૃખ ખાને આજે તેના વાંદરા સ્થિત નિવાસસ્થાને પત્રકાર પરિષદ બોલાવીને ખુલાસો કરતા કહ્યું હતું કે એમસીએના પદાધિકારીઓએ મારી માફી માગવી જોઇએ.
વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ-બંધી ફરમાવવાના નિર્ણય બાબત પૂછવામાં આવતા શાહરુખે નારાજીના સૂરમાં જણાવ્યું હતું કે લોકો સાથે જો આ રીતનું વર્તન કરવામાં આવતું હોય તો હું ત્યાં નહી જાઉં બીજું શું? એમસીએવાળા રીતસર મારી ઉપર ધસી આવ્યાં હતાં. મારી ઉપર પ્રવેશ પ્રતિબંધ લગાડવા બાબત મને સત્તાવાર જાણ કરવામાં નથી આવી. હું એમસીના અધ્યક્ષ વિલાસરાવ દેશમુખને ફોન કરીને આ બાબતમાં વાત કરીશ. એમસીએના અધિકારીઓની વર્તણૂક અંગે હું પણ આવી ફરિયાદ નોંધાવીશ.
શાહરુખે એટલું કબૂલ કર્યું હતું કે તે પણ થોડો આક્રમક બની ગયો હતો. પણ મારો પીત્તો ગયો એ માટે એમની ઉશ્કેરણી જવાબદાર હતી.
મારી સાથેની એક બાળકીને ધક્કે ચડાવવામાં આવી. મારી પાછળથી એક અધિકારી આવ્યાં હતા અને મરાઠીમાં એલફેલ બોલવા માંડયા હતા. એ શું બોલ્યા હતા એ હું રિપિટ કરી શકું એમ નથી. મેં એમને હિંદીમાં બોલવાનું કહ્યું હતું. ગરમાગરમી થઇ એમાં મારાથી પણ અપશબ્દો બોલાઇ ગયા હશે એ હું કબૂલ કરું છું. પણ મેં કોઇ કાયદાનો ભંગ નહોતો કર્યો. હું પણ નિયમો જાણું છું.
એસીપી શેખે કહ્યું હતું કે ગઈ રાતની ઘટનાના સીસીટીવીમાં ઝડપાયેલા દ્રશ્યોના ફૂટેજની પોલીસે માગણી કરી છે. આ રેકોર્ડેડ દ્રશ્યો જોઈને તેમજ ઘટનાના સંબંધિત પક્ષકારોની પાસેથી માહિતી મેળવીને તપાસ આગળ વધારવામાં આવશે.
ખાન અને તેની સાથેના ત્રણ જણ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૨૩ (સ્વેચ્છિક રીતે ઇજા પહોંચાડવાનો) અને ૫૦૬ (ગુનાહિત ઇરાદે ધાકધમકીનો) ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અગાઉ એમસીએના જોઇન્ટ સેક્રેટરી નીતિન દલાલે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે તરત તપાસ હાથ ધરી દલાલ અને દળવીના નિવેદનો લીધા હતાં.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે મામલો શાંત પાડવા માટે પોલીસ શાહરૃખ ખાનને દૂર લઇ ગઇ હતી. સ્ટેડિયમની બહારથી શાહરૃખને કારમા બેસાડીને હું દૂર લઇ ગયો ત્યારે દારૃની વાસ આવતી હતી.

 

શાહરુખ, વાનખેડે અને ઘટનાક્રમ....
* મેચ દરમિયાન જોવા નહી મળેલો શાહરુખ મધ્યરાત્રિએ તેની ટીમના ટી-શર્ટ પહેરેલા બાળકો સાથે સ્ટેડિયમમાં આવ્યો.
* ખાન તેની ટીમના ખેલાડીઓને મળી રહ્યો હતો ત્યારે તેની સાથે આવેલા બાળકો મેદાનમાં બાઉન્ડ્રી લાઇનની બહાર રાહ જોતા ઉભા હતા.
* કેટલાક બાળકોએ બાઉન્ડ્રી લાઇન ઓળંગીને મેદાનમાં જવાનો પ્રયાસ કરતા મુશ્કેલી શરુ થઈ હતી. વોચમેને તેમને મેદાનમાં જતા અટકાવ્યા હતા.
* શાહરુખને ઘટનાની જાણ થતાં તે ડ્રેસિંગ રૃમમાંથી મેદાનમાં દોડી આવ્યો અને વોચમેન સાથે તેને બોલાચાલી થઈ એમસીએના અધિકારીઓના કહેવા મુજબ શાહરુખે ગાર્ડને કહ્યું હતું કે, આ બાળકોને મેદાનમાં જતા અટકાવવાની મંજૂરી તને કોણે આપી ? શાહરૃખ ખાન ચિક્કાર પીધેલી હાલતમાં હતો.
* ઝઘડો વધતો ગયો અને અધિકારીઓ એકઠા થઈ ગયા. શાહરુખે એમસીએના અધિકારીઓ સાથે અયોગ્ય ભાષામાં વાત કરતા મામલો બિચક્યો.
* કેકેઆરના ખેલાડી યુસુફ પઠાણે હસ્તક્ષેપ કરીને મુદ્દો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેને ડ્રેસિંગ રૃમમાં પરત મોકલી દેવાયો.
* આઇપીએલના સીઇઓ સુંદર રામને પણ શાહરુખને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
* હસ્તક્ષેપ કરવા જઈ રહેલા પોલીસ કર્મીને શાહરુખે ધક્કો માર્યો હોવાનો એમસીએના અધિકારીઓનો આરોપ છે.
* અંતે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ચિત્રમાં આવ્યા અને એકાદ કલાક સુધી ચાલેલી બોલાચાલીનો અંત આવ્યો.

વિવાદોનો પર્યાય... શાહરુખ ખાન
* સમય હતો જ્યારે સલમાન અને શાહરુખ એકબીજાને ભાઈ કહીને બોલાવતા પરંતુ ૨૦૦૮માં કેટરિના કૈફની જન્મદિનની પાર્ટીમાં બન્ને ખાનના સંબંધો વકર્યા પાર્ટીમાં શાહરુખે સલમાનની ભૂતપૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા અંગે અયોગ્ય ટિપ્પણી કરતા બન્ને વચ્ચે મારામારી થઈ હતી. બીજી બાજુ સમયાંતરે શાહરુખ દ્વારા મગાતી માફી ટીઆરપી માટે હોવાનું સલમાન કહે છે.
* 'રા.વન'ની નિષ્ફળતાથી હતાશ થયેલા શાહરુખે સંજય દત્તની પાર્ટીમાં ફરાહ ખાનના પતિ શિરીષ કુંદર સાથે મારામારી કરતા વિવાદ ઉભો થયો હતો. શાહરુખ આ પાર્ટીમાં પણ પીધેલી હાલતમાં હતો.
* રાજસ્થાનના જયપુરમાં કિંગખાને જાહેરમાં ધૂમ્રપાન કરતા વિવાદ ઉભો થયો હતો અને સ્થાનિક તંત્રએ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરુ કરી હતી.
* શાહરુખ ખાન જાહેર કાર્યક્રમોમાં અમિતાભ બચ્ચન અને અમરસિંહ અંગે અનેકવાર ટીખળ કરી ચૂક્યો છે. એવોર્ડ સમારોહમાં અભિનેતા નીલ નીતિન મુકેશને શાહરુખે પૂછ્યું હતું કે, 'તારી અટક કઈ છે ?' જેના જવાબમાં નીલ ઉકળી ગયો અને ખાનની બોલતી બંધ કરી દીધી. લોકોની મજાક ઉડાવવાની આદત શાહરુખને અનેકવાર ભારે પડી છે.
* ઓગસ્ટ- ૨૦૦૯માં શાહરુખ ખાનને ન્યુજર્સીમાં નેવાર્ક એરપોર્ટ ખાતે અટકાવવામાં આવ્યો હતો જેની પાછળ તેની 'ખાન' અટક જવાબદાર હતી. બે કલાક સુધી અટકાયતમાં રખાયા બાદ કોંગ્રેસી સાંસદ રાજીવ શુક્લએ અમેરિકી તંત્ર સાથે વાતચીત કરતા તેને છોડી મુકાયો હતો. આ ઘટનામાં તેણે તેનું નામ 'માય નેમ ઇઝ ખાન' કહ્યું હતું.
* આ વર્ષે એપ્રિલ મહિનામાં ન્યુયોર્ક એરપોર્ટ ખાતે અધિકારીઓએ તેને અટકાવ્યો હતો તે ભારતથી અહી ખાસ વિમાનમાં આવ્યો હતો. તેની સાથે નીતા અંબાણી અને અન્ય લોકો પણ હતા. બાકીના તમામને ઇમિગ્રેશન ક્લિયરન્સ મળ્યું પણ ખાનન બે કલાક બાદ જવા દેવાયો હતો.
* આઇપીએલની ત્રીજી શ્રેણીમાં પાકિસ્તાની ખેલાડીઓને રમવા દેવા જોઈએ તેવી ટીપ્પણીના કારણે શાહરુખને શિવસેનાની ટીકાનો સામનો કરવો પડયો હતો.
* આ અગાઉ શાહરૃખે અમિતાભની પણ અનેકવાર મજાક ઉડાવી હતી. અને બન્ને વચ્ચે લાંબો સમય શીતયુદ્ધ ચાલ્યું હતું. એમ તો શાહરૃખ અને ઋત્વિકના સંબંધોમાં પણ ભૂતકાળમાં ખટાશ આવી ચૂકી છે.

 

વાનખેડેની ઘટના સ્પોટ ફિક્સિંગથી ધ્યાન અન્યત્ર વાળવા ઉભી કરાઈ છે ઃ આઝાદ

આ મુદ્દે ટિપ્પણી કરતાં પહેલાં શાહરૃખનો પક્ષ પણ સાંભળવો જોઈએ ઃ લાલુપ્રસાદ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૭
વાનખેડે સ્ટેડિયમની ઘટનાના સંદર્ભે ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ કિર્તી આઝાદ બોલિવૂડના અભિનેતા શાહરૃખ ખાનના ટેકામાં આગળ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ આખી ઘટના સ્પોટ ફિક્સિંગ કૌભાંડથી ધ્યાન અન્યત્ર વાળવા માટે ઉભી કરવામાં આવેલી છે.
સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતાં આઝાદે જણાવ્યું હતું કે ''બીસીસીઆઈ અને આઈપીએલને શંકાના ઘેરામાં લાવનારા સ્પોટ ફિક્સિંગના મુદ્દા તરફથી ધ્યાન બીજી તરફ વાળવા માટે આ પ્રકરણ ઉભું કરાયેલું હોવાનું મને લાગે છે. શાહરૃખ ખાન પીધેલી હાલતમાં મેચ પછી સાત બાળકો સાથે આવે તેવો બેજવાબદાર હોવાનું હું માનતો નથી.''
આઈપીએલ ટીમના માલિક શાહરૃખ ખાનને ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવાના મુદ્દે સલામતી ગાર્ડઝ અને એમસીએના અધિકારીઓ સાથે ચકમક ઝરી હતી. આ સમયે ખાન સાથે સાત બાળકો પણ હતાં. એમસીએના અધિકારીઓએ ખાનના કથિત ગેરવર્તન બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને વાનખેડે સ્ટેડિયમના સંકુલમાં શાહરૃખના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મુકવાનું પણ અધિકારીઓ વિચારી રહ્યા છે.
આઝાદે જણાવ્યું હતું કે જે વ્યક્તિની આસપાસ કેમેરા રહેતા હોય તે ક્યારેય આવું વર્તન કરી શકે ખરો? ખાન પ્રકરણ અંગે પ્રતિક્રિયા આપતા રાજદના વડા લાલુપ્રસાદે જણાવ્યું હતું કે આ એક તરફી રજુઆત છે. આ મુદ્દે ટિપ્પણી કરતાં પહેલા શાહરૃખનો પક્ષ પણ સાંભળવો જોઈએ. તે ઘણો સારો અભિનેતા છે. જેડી(એસ)ના સાંસદ અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સની ટીમના માલીક વિજય માલ્યાએ આ પ્રકરણ અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે શાહરૃખ હંમેશાં સારું વર્તન જ કરે છે.

ટ્વિટર પર શાહરુખના જોક
એમસીએવાલે કહતે હૈ...વાનખેડે આના છોડ દો, ગૌરી કહતી હૈ મન્નત છોડ દો
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૬
બોલીવુડના સુપર સ્ટાર શાહરુખખાનનો વાનખેડે સ્ટેડિયમ ખાતે એમ.સી.એ.ના અધિકારીઓ સાથેનો ઝઘડો સમગ્ર દિવસ દરમ્યાન ટ્વીટરમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. આ બનાવમાંથી કેટલાકે ઝઘડાનો આનંદ માણ્યો હતો તો કેટલાક શાહરુખના ચાહકોએ તેમને ટેકો આપ્યો હતો.
શાહરુખ અને વાનખેડેનો ગાર્ડ પઠાણના બેટિંગથી હતાશ હતા, તેના પર બાન મૂકો
કેટલાક લોકોએ ટ્વીટર પર મત વ્યક્ત કર્યો હતો કે 'આમીરખાને શાહરુખને કારણે હેરાનગતિનો ભોગ બનેલા ગરીબ લોકો અંગે 'સત્યમેવ જયતે''નો એક એપીસોડ ઉતારવો જોઈએ. તો અન્ય કેટલાક લોકોએ શાહરૃખની ફિલ્મ 'દેવદાસ'ના સંવાદને થોડો મચેડીને રજુ કર્યો હતો કે 'એરપોર્ટવાળા કહે છે અમેરિકા છોડ ધ્યો, એમ.સી.એ.વાળા કહે છે વાનખેડે આવવું છોડો, ગૌરી કહે છે 'મન્નત' છોડો.
શાહરુખના વાનખેડેમાં પ્રવેશ નિષેધ સંબંધે એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે. 'કલ્પના કરો વાનખેડેની બહાર એવું બોર્ડ મુકાયેલું હોય કે 'ડોગ્ઝ એન્ડ એસ.આર.કે. નોટ એલાઉડ ઈનસાઈડ'' તો એક વાચકે શાહરુખ પઠાણના બેટિંગથી હતાશ હતો માટે તેના પર પ્રતિબંધ મૂકો, તેમ ટ્વીટ કર્યું હતું.
તો એક વાચકે શાહરુખના પૂર્વ ઝઘડાનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે 'ખરેખર શિરીશકુંદર વાનખેડેના ગાર્ડ હતા જેમને એસ.આર.કે.એ લાફો માર્યો હતો ? કેટલાક ચાહકોએ બાળક માટે ઝઘડો કરનાર પિતા તરીકે શાહરુખને બિરદાવીને તેને પોતાનો ટેકો પણ જાહેર કર્યો હતો.'

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved