Last Update : 18-May-2012, Friday

 

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે

૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતમાં સોનાની માગમાં ૨૯ ટકા ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૧૭
ગોલ્ડ જવેલરી પર નવા વેરા, ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો અને રૃપિયામાં નબળાઈ તથા વોલેટિલિટીને કારણે ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતમાં સોનાની માગ ૨૯ ટકા જેટલી ઘટીને ૨૦૭.૬૦ ટન રહી હતી, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે. ૨૦૧૧ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ ગોલ્ડની માગ ૨૯ ટકા ઘટી છે જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ માગ ૩ ટકા નીચી રહીને રૃપિયા ૫૬૬૫૦ કરોડ રહી હતી. જ્યારે ચીનમાં આ વર્ષે ગોલ્ડની માગમાં ૩૦ ટકા જેટલો વધારો થવાની ધારણાં છે.
૨૦૧૨ના વર્ષનો પ્રારંભ ભારતની ગોલ્ડ માર્કેટ માટે પડકારોરૃપ બની રહ્યો છે. ભાવમાં વધારો, આર્થિક મંદી, સામાજિક ફેરબદલો જેવા પડકારો છતાં સોના માટેનું વપરાશકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. ભારતના વપરાશકારો સોનાની નવી ભાવ શ્રેણી સાથે એડજસ્ટ થઈ રહ્યા હોવાથી આવનારા મહિનામાં માગનું સ્તર સામાન્ય થઇ જશે એવી અમને આશા છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત તથા મધ્ય પૂર્વ માટેના મેનેજિંગ ડિરેકટર અજય મિત્રાએ જણાવ્યું હતું.
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ના બજેટની રજૂઆત કરતી વેળા જવેલરી પર એક ટકાની એકસાઈઝ ડયૂટી અને કસ્ટમ ડયૂટી બે ટકા પરથી વધારી ચાર ટકા કરવાની કરેલી દરખાસ્તના વિરોધમાં દેશભરના ઝવેરીઓએ ૨૧ દિવસ સુધી હડતાળ પાડી હતી.
વેપારીઓના વિરોધને પગલે સરકારે એકસાઈઝનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. ૨૦૧૨ના પ્રથમ ત્રણ માસમાં જવેલરીની માગ પણ ૧૯ ટકા ઘટીને ૧૫૨ ટન રહી હતી. જો કે નાણાંકીય મૂલ્યની દ્રષ્ટિએ તેમાં ૧૦ ટકા વધારો થઈને રૃપિયા ૪૧૪૮૦ કરોડની માગ રહી હતી. આજ રીતે ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ ડીમાન્ડ ૨૭ ટકા ઘટીને રૃપિયા ૧૫૧૭૦ કરોડ રહી હતી. ટનેજની દ્રષ્ટિએ ઈન્વેસ્ટમેન્ટ માગ ગયા વર્ષ કરતા ૪૬ ટકા ઘટીને ૫૫.૬૦ ટકા રહી હતી, એમ પણ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું. દરમિયાન ચીનમાં આવક વધવાને કારણે સોનાનો વપરાશ વધી રહ્યો હોવાથી આ વર્ષે સોનાની માગમાં ૩૦ ટકા જેટલો વધારો થવાની પણ કાઉન્સિલે તેના અહેવાલમાં શકયતા વ્યકત કરી છે. માગ વધવાને કારણે ચીન બુલિયન માર્કેટમાં ભારત કરતા પણ આગળ વધી જવાની શકયતા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved