Last Update : 18-May-2012, Friday

 

ડોલર સામે ઘસાતા રૃપિયાની અસર
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે

રૃપિયો જો વર્તમાન મથાળે રહેશે તો ઉત્પાદકોને કિંમત વધારવાની ફરજ પડશે

અમદાવાદ, ગુરુવાર
વિદેશી મુદ્રાના બજારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યુ હોવાને પરિણામે હીરા, રત્નો આયાતી ચીજવસ્તુઓ તેમ જ મોટરકાર વગેરેની કિંમત વધી જશે. નિકાસકારોને ફાયદો થશે પરંતુ આયાતકારોને કોઈ રાહત નહીં મળે તેમણે તો મોટી રકમ ચુકવવી પડશે. બીજી તરફ ડોલરમાં રોકાણ કરતી વિદેશી સંસ્થાઓને તેમના પોર્ટફોલિયોના મૂલ્યમાં થઈ રહેલાં ધોવાણની ચિંતા છે કેમ કે, રૃપિયો જો નબળો પડે તો ડોલરની દૃષ્ટિએ તેમના પોર્ટફોલિયોની કિંમતમાં ઘટાડો થાય તેમ બજારના સૂત્રો કહે છે.
ડાયમંડ માર્કેટના અગ્રણી વેપારીઓના જણાવ્યા અનુસાર પોલિશ્ડ ડાયમંડનું બિલિંગ સામાન્ય રીતે ડોલરમા બને છે તેથી ભારતીય ગ્રાહકો માટે પોલિશ્ડ હીરા મોંઘા બનશે. છેલ્લાં બે ત્રણ દિવસથી ડોલર સામે રૃપિયો ઘટીને ૫૪થી ૫૪.૫૦ની રેન્જમાં આવી ગયો છે.

આવી જ રીતે, વિદેશી કંપનીઓ કે જેમણે ભારતમાં પ્લાન્ટ લગાવ્યાં છે તેમની પ્રોડક્ટમાં પચાસ ટકા કરતામ વધારે પૂર્જાઓ આયાતી હોવાથી તેમણે કારની રિટેલ પ્રાઈસ વધારવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ ગુડઝ સેક્ટરમાં પણ આવી જ સ્થિતિ છે. કોમ્પ્યુટર્સ, લેપટોપ્સથી માંડીને ટેલિવિઝન સેટ્સ સુધીની વસ્તુઓમાં આયાતી ઉપકરણો વપરાય છે.
હીર બજારના વર્તુળોએ દાખલો આપતાં કહ્યુ હતું કે ડોલર સામે રૃપિયો ૫૦ આસપાસના ભાવે હતો ત્યારે ત્રણ કેરેટના હીરાની કિંમત કેરેટદીઠ ૪૦૦ ડોલરના હીસાબે ગ્રાહકને રૃા. ૬૦,૦૦૦માં મળતો હતો. હવે તે જ હીરો ડોલરની કિંમત પ્રમાણે ગણીએ તો રૃા. ૬૫, ૫૦૦ થઈ જાય છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઈપીસી)એ કહ્યુ હતું કે રૃપિયો નબળો પડવાથી પોલિશ્ડ હીરાના ભારતીય ગ્રાહકોએ વધારે કિંમત ચુકવવી પડશે. જોકે તેની સામે પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટર્સ અને વેપારીઓના નફાના માર્જિન પર કોઈ અસર નહીં થાય.
દેશમાં ખાસ કરીને ગુજરાતમાં હીરાનું મોટુ બજાર છે પણ અહીં મોટે ભાગે જોબવર્ક થાય છે અને સુરત ,ભાવનગર ,પાલનપુર વગેરે જેવાં સેન્ટરે રફ ડાયમંડની આયાત કરવામાં આવે છે તેથી વેપારને પણ કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. આયાત અને નિકાસનો વેપાર ડોલરમાં થાય છે.
ભારતમાં પણ જ્વેલર્સ શોપ્સ હીરાજડિત આભૂષણોને ડોલરના મૂલ્ય પ્રમાણે વેચે છે તેથી ભારતીય ગ્રાહકોએ અત્યારે તો ડોલર અને રૃપિયાના વિનિમય દર પ્રમાણે ઉંચી કિંમત ચુકવવી પડશે. પોલિશ્ડ ડાયમંડનું કદ અને કેરેટ અલગ હોય છે અને તેને સોના-ચાંદીના દાગીનામાં જડવામાં આવે છે. તેના રંગ પણ ્લગ હોય છે અને તેની કિંમત તેના આવા કદ, રંગ અને કેરેટ પ્રમાણે ગણવામાં ાવે છે. થોડા મહિના પહેલાં દાગીનાનોે જે સેટ રૃા. ૮૦,૦૦૦માં ખરીદી શકાતો હતો તેનો ભાવ હવે વધીને રૃા. ૧ લાખ થઈ ગયો છે.
હીર સિવાય વિવિધ રંગના રત્નો પણ મોંઘા થયાં છે કેમ કે રૃપિયાની નરમાઈ તેને પણ અસર કરે છે. આથી પન્ના, મોતી કે માણેક જડિત ઘરેણાં ખરીદવા માટે ગ્રાહકોએ વધારે રકમ ચુકવવી પડશે. ઉદ્યોગના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ભારતમાં પોલિશ્ડ ડાયમંડનું માર્કેટ વર્ષે ૪.૫ બિલિયન ડોલરનું છે. છેલ્લાં થોડા વર્ષો દરમિયાન ભારતમાં પોલિશ્ડ ડાયમંડનું માર્કેટ વર્ષ પ્રતિવર્ષ ધોરણે ૪૦ ટકાના દરે વધ્યું છે અને આગામી વર્ષ ૨૦૧૫માં તેનું કદ વધીને ૬ બિલિયન ડોલર થવાનો અંદાજ છે.
હીરા સિવાયની વપરાશી વસ્તુઓના બજારની વાત કરીએ તો પણ તેમા વધારો થવાની શક્યતા છે. હોમ એપ્લાયન્સીસ, મોટરકાર અને ઈલેક્ટ્રોનિકસ આઈટમ્સમાં ઉત્પાદકોની કિંમત વધી છે અને તેને કારણે તેમના પ્રોફિટ માર્જિન્સ દબાયાં છે તેથી તેઓ રિટેલ પ્રાઈસ વધારશે અને તેમની ઉપર પડેલો બોજ તેઓ ગ્રાહકોના માથે નાખશે.
કન્ઝ્યુમર ડયુરેબલ્સ સેક્ટરની એક કંપનીના અધિકારીએ કહ્યુ હતું કે રૃપિયો જો વર્તમાન મથાળે રહેશે તો ઉત્પાદકોને કિંમત વધારવાની ફરજ પડશે. મોટા ભાગની વસ્તુઓમાં આયાતી પાર્ટસ વપરાય છે અને ટેકનોલોજીના સોફિસ્ટિકેશનને કારણે ઉત્પાદકોએ આવા ઈમ્પોર્ટેડ પાર્ટસ ઉપર નિર્ભર રહેવું પડે છે. બજારમાં અમસ્તાય મંદી છે તેથી ઉત્પાદકો તેમની પ્રોડક્ટના ભાવ વધારતાં નથી જો ભાવ વધારો કરીશું તો રહીસહી ઘરાકીપણ બંધ થશે એવી બીક તેમને છે. આમ છતાં, જો ડોલર સામે રૃપિયાની સ્થિતિ સુધરશે નહીં તો તેમણે ભાવ વધારો તો કરવો જ પડશે. લાંબો સમય રૃપિયો નરમ રહેશે તો તેના પરિણામે ઉત્પાદનને અસર થશે. જનરલ મોટર્સ, હ્યુન્ડાઈ અને મારુતિ તેમ જ એલ જી અને સેમસંગ જેવી કંપનીઓ પણ મુશ્કેલી અનુભવી રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved