Last Update : 18-May-2012, Friday

 

ગ્રીસની બેંકોને ઈસીબીએ ધિરાણ બંધ કરતા યુરોપના બજારોમાં નરમાઈ
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ

કેપિટલ ગુડઝ- ઓટો શેરોમાં વેચવાલીઃ એફએમસીજી શેરોમાં આર્કષણ નિફટી ઉપરમાં ૪૯૨૨થી નીચામાં ૪૮૫૦ સુધી ગબડયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
ડોલર સામે રૃપિયો ગઈકાલે ૫૪.૪૯/૫૦ના ઐતિહાસિક નવા નીચા તળીયે ખાબકી ગયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ માર્કેટની અફડાતફડીને અટકાવવા હવે ઓઈલ આયાતકારોને ડોલરોનું સીધું વેચાણ કરવાનો સંકેત આપતા રૃપિયો ૫૪.૩૫ મથાળે ખુલ્યા બાદ શરૃઆતમાં વધુ મજબૂત થઈ ૫૪.૨૦ સુધી આવ્યો હતો, આ સાથે જાપાનની પ્રથમ ત્રિમાસિકની આર્થિક વૃધ્ધિ ૩.૫ ટકાના અંદાજથી વધુ ૪.૧ ટકા નોંધાતા અને યુ.એસ. ફેડરલ રીઝર્વ દ્વારા અમેરિકાની આર્થિક રીકવરી આગળ વધારવા જરૃર પડયે વધુ સ્ટીમ્યુલસ પેકેજ આપવાના પોઝિટીવ નિવેદને એશીયા- પેસિફિક દેશોના બજારો મજબૂતીએ ખુલતા મુંબઈ શેરબજારોમાં પણ ડીએલએફની આગેવાનીએ રીયાલ્ટી શેર સાથે આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર સહિત એફએમસીજી શેરો અને મેટલ, બેંકિંગ શેરોમાં વેલ્યુબાઈંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૦૩૦.૦૯ સામે ૧૬૧૧૯.૦૮ મથાળે ખુલીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસીના આર્કષણે ૨૧૦.૦૯ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૬૨૪૦.૧૮ સુધી પહોંચ્યો હતો. પરંતુ ફરી યુરોપના માઠા સમાચારમાં ગ્રીસની કેટલીક બેંકોને યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઈસીબી) જોખમને ધ્યાનમાં લઈ નવું ધિરાણ આપવાનું અટકાવતા યુરોપના બજારોમાં ફરી વળેલી નરમાઈ અને બજાજ ઓટોના નબળા પરિણામે પાછળ સ્થાનિકમાં એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઉછાળે વેચવાલી નીકળતા અને ડોલર સામે રૃપિયો પણ વધ્યા મથાળેથી ફરી ઘસાતો જતાં સેન્સેક્ષનો સુધારો બે વાગ્યા સુધીમાં ધોવાઈ જઈ એક સમયે ૨૨.૧૭ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૬૦૦૭.૯૨ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે ફરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, જિન્દાલ સ્ટીલ, આઈટીસીની રીકવરીએ ઘટાડો પચાવી ૭૫થી ૭૮ પોઈન્ટ વધી આવ્યા બાદ સાંકડી વધઘટના અંતે ૪૦.૩૯ પોઈન્ટ વધીને ૧૬૦૭૦.૪૮ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૪૯૪૦ ઉપર બંધ થવા નિષ્ફળઃ ૪૯૨૨ થઈ નીચામાં ૪૮૫૦ સુધી ગબડયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૮૫૮.૨૫ સામે ૪૮૭૮.૬૦ મથાળે ખુલીને આરંભિક તેજીમાં અંબુજા સિમેન્ટ, સેઈલ, ડીએલએફ આઈટીસી, જેપી એસોસીયેટસ, જિન્દાલ સ્ટીલ, ટાટા એસીસી, ટાટા મોટર્સની મજબૂતીએ નિફટી ૪૯૦૦ની સપાટી કુદાવી એક સમયે ૬૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૪૯૨૨.૨૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યા મથાળે યુરોપમાં ગ્રીસની કેટલીક બેંકોને ઈસીબીએ ધિરાણ અટકાવતા વધ્યા મથાળેથી ઝડપી પીછેહઠમાં રિલાયન્સ ઈન્ફ્રા., લાર્સન એન્ડ ટુબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, સિપ્લા, બીપીસીએલ, એશીયન પેઈન્ટસમાં વેચવાલી પાછળ નિફટીનો સુધારો ધોવાઈ જઈ નીચામાં ૪૮૫૦.૨૦ સુધી ગબડી ગયો હતો. જે છેલ્લે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ પસંદગીના આર્કષણે અંતે ૧૧.૯૫ પોઈન્ટ વધીને ૪૮૭૦.૨૦ બંધ રહ્યો હતો.
નિફટી ૪૮૦૦નો પુટ ૬૪.૮૦થી નીચામાં ૪૨ થઈ ઉપરમાં ૭૩.૯૦ થઈ ૬૩ઃ મે ફયુચર ૪૯૧૧ થઈ ૪૮૫૨
ડેરીવેટીવ્ઝમાં નિફટી મે ફયુચર ૨,૯૫,૭૯૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૨૦૩ કરોડના ટર્નઓવરે ૪૮૫૬.૯૦ સામે ૪૮૭૨ ખુલી ઉપરમાં ૪૯૧૧.૪૫ થઈ પાછો ફરી નીચામાં ૪૮૩૦ સુધી જઈ અંતે ૪૮૫૨.૦૫ હતો. નિફટી ૪૯૦૦નો કોલ ૫,૨૬,૩૦૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૩૦૬૮ કરોડના ટર્નઓવરે ૬૫.૬૫ સામે ૭૪.૯૦ ખુલી ઉપરમાં ૮૪.૯૫ થઈ નીચામાં ૫૦.૭૫ સુધી ગબડી જઈ અંતે ૫૮.૯૫ હતો. નિફટી ૪૮૦૦નો પુટ ૪,૯૯,૭૨૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૨૧૩૯ કરોડના ટર્નઓવરે ૬૪.૮૦ સામે ૫૭ ખુલી નીચામાં ૪૨થી ઉપરમાં ૭૩.૯૦ સુધી જઈ અંતે ૬૩ હતો.
નિફટી ૫૧૦૦નો કોલ ૧૩.૩૫થી ઉપરમાં ૧૬.૯૫ થઈ ૧૦ઃ ૪૭૦૦નો ઔપુટ ૩૫.૫૦થી ગબડી ૨૧.૧૦ થઈ ઉપરમાં ૪૧.૦૫ જઈ ૩૪
નિફટી ૪૭૦૦નો પુટ ૨,૫૯,૭૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૧૪૫ કરોડના ટર્નઓવરે ૩૫.૫૦ સામે ૩૨ ખુલી નીચામાં ૨૧.૧૦ થઈ ઉપરમાં ૪૧.૦૫ સુધી જઈ અંતે ૩૪ હતો. નિફટી ૫૦૦૦નો કોલ ૩૧.૩૫ સામે ૩૨.૯૦ ખુલી ઉપરમાં ૪૧ થઈ નીચામાં ૨૨.૦૫ સુધી ગબડી અંતે ૨૫.૯૦ હતો. નિફટી ૫૧૦૦નો કોલ ૧૩.૩૫ સામે ૧૫ ખુલી ઉપરમાં ૧૬.૯૫ થઈ નીચામાં ૮.૫૦ થઈ અંતે ૧૦ હતો.
બજાજ ઓટોનો નફો ૪૫ ટકા ઘટતા શેર રૃ.૪૪ ઘટયોઃ મહિન્દ્રા રૃ.૨૩, ક્યુમિન્સ રૃ.૨૧ ગબડયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજેબજાજ ઓટોનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૪૪.૮૩ ટકા ઘટીને રૃ.૭૭૦ કરોડ જાહેર થતાં શેર રૃ.૪૩.૫૦ ઘટીને રૃ.૧૫૭૩ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૨૩.૪૫ તૂટીને રૃ.૬૩૩.૨૦, કયુમિન્સ ઈન્ડિયાના પણ તાજેતરમાં એકંદર સાધારણથી નબળા ત્રિમાસિક પરિમામ અને શેરદીઠ રૃ.૬ ડિવિડન્ડ જાહેર થયા બાદ આજે શેર રૃ.૨૧.૧૫ તૂટીને રૃ.૪૩૧, ભારત ફોર્જ રૃ.૬.૬૦ ઘટીને રૃ.૩૦૮.૨૦, અશોક લેલેન્ડ રૃ.૨૪.૯૦ રહ્યા હતા. ટાટા મોટર્સ નીચામાં રૃ.૨૬૩ નજીકથી પાછો ફરી અંતે રૃ.૧.૫૦ વધીને રૃ.૨૭૦.૫૦, મારૃતી સુઝુકી રૃ.૧૫.૭૫ વધીને રૃ.૧૨૦૮.૧૫ રહ્યા હતા.
રીયાલ્ટી શેરોમાં આર્કષણઃ બેંકોના ઘટતા વ્યાજ દરોઃ ઓબેરોય રીયાલ્ટી, ડીએલએફ વધ્યા
રીયાલ્ટી શેરોમાં આજે આરંભિક લેવાલી સરકારના ઓસ્ટેરીટી પગલાંના સંકેત અને બેંકોએ ધિરાણ દરોમાં શરૃ કરેલા ઘટાડાની પોઝિટીવ અસરે આર્કષણ હતું. ડીએલએફ રૃ.૩.૦૫ વધીને રૃ.૧૮૪.૬૦, ઓબેરોય રીયાલ્ટી રૃ.૧૧.૪૦ વધીને રૃ.૨૪૯.૮૦, ડીબી રીયાલ્ટી રૃ.૧.૩૫ વધીને રૃ.૭૩.૦૫, સનટેક રીયાલ્ટી રૃ.૧.૩૦ વધીને રૃ.૩૭૬ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૧૩.૮૦ પોઈન્ટ વધીને ૧૫૫૮.૬૩ રહ્યો હતો.
સમયસર ચોમાસાની આગાહીએ એફએમસીજી શેરોમાં લેવાલીઃ આઈટીસી, લીવર, મેરિકો, ગોદરેજ વધ્યા
એફએમસીજી શેરોમાં વેધશાળા દ્વારા ચોમાસુ સમયસર આવવાની આગાહીએ આર્કષણ હતું. આઈટીસી રૃ.૭.૧૫ વધીને રૃ.૨૩૫.૨૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૨.૭૫ વધીને રૃ.૪૩૦.૮૫, મેરિકો રૃ.૫.૩૫ વધીને રૃ.૧૭૬.૪૦, ગોદરેજ કન્ઝયુમર રૃ.૧૫.૯૫ વધીને રૃ.૫૪૯.૯૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૯૬.૭૦ વધીને રૃ.૪૬૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૮૬.૬૭ પોઈન્ટ વધીને ૪૬૪૪.૪૦ રહ્યો હતો.
ડોલર રૃ.૫૪.૫૦થી નીચામાં રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૯૨ તૂટયોઃ લાર્સન રૃ.૪૨ ઘટયો
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં એફઆઈઆઈની ઉછાળે વેચવાલીના દબાણે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૯૧.૯૭ પોઈન્ટ તૂટીને ૮૭૬૪.૧૪ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૪૨.૩૦ ઘટીને રૃ.૧૧૬૩.૩૫, ભેલ રૃ.૩.૧૫ ઘટીને રૃ.૨૦૫.૬૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૫૦ ઘટીને રૃ.૫૩.૪૦, સિમેન્સ રૃ.૧૮.૧૫ ઘટીને રૃ.૬૮૮.૨૫, ભારત ઈલેકટ્રોનિક્સ રૃ.૩૦.૮૦ ઘટીને રૃ.૧૨૯૨.૩૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૭.૩૦ ઘટીને રૃ.૩૪૩.૯૦ રહ્યા હતા. રૃપિયા સામે ડોલર આગલા દિવસના બંધ રૃ.૫૪.૪૯/૫૦ સામે આજે રૃ.૫૪.૪૧ ખુલી નીચામાં રૃ.૫૪.૨૦/૨૧ થઈ પાછો ફરી ઉપરમાં નવી ટોચ રૃ.૫૪.૫૮ બનાવી અંતે રૃ.૫૪.૪૬/૪૭ હતો.
ફેડરલ બેંક, આઈડીબીઆઈ, કોટક બેંક ઘટયાઃ સ્ટેટ બેંક, એચડીએફસી, ઈન્ડિયન બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨૮.૬૦ વધીને રૃ.૧૮૫૭.૮૦, એચડીએફસી રૃ.૯.૯૦ વધીને રૃ.૬૩૧, ઈન્ડિયન બેંક રૃ.૨.૬૫ વધીને રૃ.૧૮૦.૭૦ રહ્યા હતા. જ્યારે આઈડીબીઆઈ બેંક રૃ.૨.૬૦ ઘટીને રૃ.૮૬.૭૫, ફેડરલ બેંક રૃ.૧૦.૭૫ ઘટીને રૃ.૩૯૮, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૩.૮૫ ઘટીને રૃ.૫૩૮, એકસીસ બેંક રૃ.૧૭.૨૫ ઘટીને રૃ.૯૫૪ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ આરંભિક પોઝિટીવમાંથી અંતે નેગેટીવઃ ૧૩૬૮ શેરો ઘટયા છતાં વેલ્યુબાઈંગ શરૃ! ૧૩૪૦ વધ્યા
સ્મોલ- મિડ કેપ શેરો સાથે આજે 'એ', 'બી' ગુ્રપના ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ નીકળ્યું હતું. અલબત્ત વધ્યા મથાળે સાવચેતીમાં ઉછાળે ટ્રેડરોના હળવા થવાના માનસે માર્કેટ બ્રેડથ પોઝિટીવમાંથી અંતે નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૨ સ્ક્રીપમાથી વધનારની સંખ્યા ૧૩૪૦ અને ઘટનારની ૧૩૬૮ રહી હતી. ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
અસ્ટ્રાઝેનેકા ફાર્મા ૨૦ ટકા ઉછળી રૃ.૧૮૪૯ઃ ડીશ ટીવી પરિણામે ૧૦ ટકા વધ્યો
'એ' ગુ્રપના વધનાર શેરોમાં અસ્ટ્રાઝેનેકા ફાર્મા રૃ.૩૦૮.૨૦ ઉછળીને રૃ.૧૮૪૯.૨૦, ડીશ ટીવી ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામે રૃ.૫.૬૫ ઉછળીને રૃ.૬૦.૭૫, શ્રીરામ ટ્રાન્સર્પોટ ફાઈનાન્સ રૃ.૨૧.૯૫ ઉછળીને રૃ.૫૦૨.૩૦, અંબુજા સિમેન્ટસ રૃ.૬ વધીને રૃ.૧૪૯.૧૫, યુનાઈટેડ ફોસ્ફરસ રૃ.૪.૨૦ વધીને રૃ.૧૨૦.૯૦, પાવર ફાઈનાન્સ રૃ.૪.૬૫ વધીને રૃ.૧૪૫.૮૦ રહ્યા હતા.
ડીઆઈઆઈની રૃ.૨૫૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદીઃ એફઆઈઆઈની નજીવી વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૯.૬૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૨૨૮૯.૨૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૨૯૮.૯૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૫૪.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૯૫૫.૩૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૭૦૧.૧૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
ગ્રીસની અમુક બેંકોને ઈસીબીનું ધિરાણ બંધઃ યુરોપમાં ૨૫થી ૫૮ પોઈન્ટની નરમાઈ
એશીયા- પેસિફિકના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૭૫.૪૨ પોઈન્ટ વધીને ૮૮૭૬.૫૯, હોંગકોંગનો હેંગસેંગ ૫૮.૯૦ પોઈન્ટ ઘટીને ૧૯૨૦૦.૯૩, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૩૨.૮૯ પોઈન્ટ વધીને ૨૩૭૮.૮૯, તાઈવાન વેઈટેજ ૧૨૨.૨૦ પોઈન્ટ વધીને ૭૩૫૬.૭૭ રહ્યા હતા. યુરોપમાં ગ્રીસની અમુક બેંકોને ઈસીબીએ ધિરાણ આપવાનું બંધ કરતા યુરોપના દેશોના બજારોમાં સાંજે ચાલુ બજારે ૨૫થી ૫૮ પોઈન્ટની નરમાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર-ઇન્ડિયાને પાઇલોટો સહિત કર્મચારીઓએ જ ચૂસી લીધી છે

પાઈલોટો હડતાળ સમાપ્ત નહીં કરે તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ દિલ્હી હાઈકોર્ટ

રાષ્ટ્રપતિપદ માટે પી. એ. સંગમાને નવીન પટનાયક- જયલલિતાનો ટેકો
ખાનગી વ્યવસાયો માટે સરકારે જમીન સંપાદિત ન કરવી જોઈએ
કોંગ્રેસની વેબસાઇટ હેક થયાની અટકળો
ડોલર રૃ.૫૪.૨૦ થઈ ફરી રૃ.૫૪.૪૭ઃ સેન્સેક્ષનો આરંભિક ૨૧૦ પોઈન્ટનો ઉછાળો અંતે ૪૦ પોઈન્ટ
પોલિશ્ડ હિરા,કાર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી બનશે
રૃપિયાની નબળાઈના પગલે મોંઘાદાટ બનેલા ખાદ્યતેલો
શાહરૃખ-એમસીએ વચ્ચે ટકરાવ ઃ વધુ એક વિવાદથી આઇપીએલ હોટ-સ્પોટમાં
ચેન્નઇને પરાજય આપીને પંજાબે પ્લે-ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી
પંજાબની ટીમ દોષી ખેલાડીઓ સામે આકરા પગલાં લેશે
યુવરાજ સપ્ટેમ્બરમાં ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા

રોમ માસ્ટર્સમાં નડાલનો વિજય સાથે પ્રારંભ ઃ ટીપ્સારેવિચ હાર્યો

સોનામાં મંદી અટકી રૃ.૨૩૦નો ઉછાળો ઃ ભાવો ૨૮ હજારની સપાટી કુદાવી ગયા

જવેલરી પર વેરા, ડયૂટીમાં વાૃધારો અને રૃપિયામાં વોલેટિલિટીને કારણે
 
 

Gujarat Samachar Plus

ચારણી છંદોેની રજૂઆતમાં લોકકલાનો અલાયદો ઓરડો
ર૦૧૧-૧રમાં અમદાવાદ ઝુના રેકોર્ડ બ્રેકીંગ ૨૧ લાખ મુલાકાતીઓ
મેં કરું તો સાલા, મોટર વ્હીકલ એક્ટ હૈ....
સારી સ્કીમ હોય તો સીમકાર્ડ સાથે બોયફ્રન્ડ ચેન્જ
શહેરની ગર્લ્સમાં મિક્સ એન્ડ મેચમાં દુપટ્ટો હોટફેવરિટ
 

Gujarat Samachar glamour

કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકાને ખાસ આમંત્રણ
આમિરખાન રાજસ્થાનને બદનામ કરે છેઃ રાજકુમાર શર્મા
ગેંગસ્ટરના હત્યારાનું રામુની ફિલ્મને ફાઈનાન્સ
ક્રિસ હેમ્સવર્થે દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું!
૧૩મા આઈફા એવોર્ડને શાહિદ કપૂર હોસ્ટ કરશે!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved