Last Update : 18-May-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૮-૦૫-૨૦૧૨, શુક્રવાર
વૈશાખ વદ તેરસ - પ્રદોષ વ્રત

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૯ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અશ્વિની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- વૃષભ, મંગળ- સંિહ, બુધ- મેષ, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા (વ), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મેષ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ. રા.દિ.વૈ. ૨૮
વૈશાખ વદ તેરસ ને શુક્રવાર.
આજે પ્રદોષ વ્રત છે. વિષ્ટી ૨૪-૦૭ થી.
ન્યૂયોર્ક, અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૪ રોજ શહેરેવર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપે વિચારોની સ્થિરતા, એકાગ્રતા રાખીને, ગુસ્સો, ઉશ્કેરાટ કર્યા વગર નોકરી-ધંધાનું તેમજ પત્ની-સંતાનનું કામ કરવું.

 

વૃષભ ઃ બેંકના કામમાં, નોકરી-ધંધાની નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા કામમાં, સરકારી, ખાતાકીય, કાનૂની કામગીરીમાં સંભાળવું પડે.

 

મિથુન ઃ કોઇપણ કામમાં ઉત્પાત, ઉતાવળ કર્યા વગર કરેલું કામ સાનુકૂળ લાભદાયી રહે. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. વિચારશક્તિ, બુઘ્ધિશક્તિ હકારાત્મક બનતી જાય. સાનુકૂળ સંજોગો ગોઠવાતા જાય.

 

સંિહ ઃ નોકરી-ધંધાની મુલાકાત- ચર્ચાવિચારણામાં, સ્થળ- સ્થાનની ફેરફારીના પ્રશ્નમાં ચંિતા- વિચારોમાં રહો. ધાર્યું થાય નહીં.

 

કન્યા ઃ આકસ્મિક ચંિતા- ઉપાધિથી શારિરીક- માનસિક શ્રમ- ચંિતા- ખર્ચ- દોડધામ અનુભવાય. અગત્યના કામમાં બેકાળજી રાખવી નહીં.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. પત્ની- સંતાન- પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ કામ થઇ શકે.

 

વૃશ્ચિક ઃ કાર્યસફળતા- પ્રગતિથી આનંદ રહે. ધંધો- આવક થાય. બહારનું કે બહારગામનું કામ ઉકેલાય. ધર્મકાર્ય થાય.

 

ધન ઃ પુત્રપૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે. શેરોની લેવડદેવડમાં, રસકસના, તેલ, રૂ, ખાંડના વેપાર ધધામાં, સોના-ચાંદીમાં જોખમ કરવું નહીં.

 

મકર ઃ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામ અંગે ચંિતા-ઉચાટ રહે. કમરમાં, છાતી, પીઠમાં દર્દપીડાથી સંભાળવું. મિત્રવર્ગથી તકલીફ થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય પરંતુ મહેનત- દોડધામ- અપેક્ષાના પ્રમાણમાં કામ થાય નહીં. ચંિતા રહે.

 

મીન ઃ પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના, કુટુંબ, પરિવારના કામમાં અન્યનો સહકાર મળી રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૦૫-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. તમારી આવકમાં વધારો થાય. વર્ષના ઉત્તરાર્ધમાં ધર્મકાર્ય, શુભકાર્ય- યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય.

 

* નોકરી-ધંધામાં ચંિતા- રૂકાવટ દૂર થાય. તમારી આવકની સ્થિરતા, યશ- સફળતાની શરૂઆત થાય. સુખસંપત્તિમાં વધારો થાય. મકાન- વાહનનું સુખ પ્રાપ્ત થાય. નવીન ખરીદી થાય. બચતમાં રોકાણ કરી શકો.

 

* વર્ષારંભે સાઇઠ દિવસ આરોગ્યની કાળજી રાખવી. વાહન શાંતિથી- ધીમેથી ચલાવવું. સાસરીપક્ષ- મોસાળપક્ષમાં બિમારી ચંિતાનું આવરણ આવી જાય.

 

* સ્ત્રી વર્ગને પતિ- સંતાન- પરિવારની ચંિતા હળવી થાય. પિયર પક્ષમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય, શુભકાર્ય થાય. જુના- નવા સંબંધોમાં વધારો થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં સારી તક પ્રાપ્ત થાય. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુનું પરીક્ષાનું પરિણામ જોઈને શિક્ષક છગને કહ્યું, ‘‘તું જો આમ જ ભણતો રહ્યો તો કદી પણ કશું જ થઈ શકીશ નહીં...’’
‘‘તો, સાહેબ’’ લલ્લુ બોલ્યો, ‘‘હું આપની જેમ ટીચર બનીશ.’’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved