Last Update : 17-May-2012, Thursday

 

યેદીયુરપ્પા અને તેમના પરિવારજનોનાં નિવાસ સ્થાનો પર CBI દરોડા

ગેરકાયદે ખાણકામના કેસના સંદર્ભમાં તપાસ સંસ્થાની કાર્યવાહી

(પી.ટી.આઈ.) બેંગલુરૃ તા.૧૬
કર્ણાકટના પૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાની મુશ્કેલીમાં વધારો થવાના એંઘાણ વર્તાઈ રહ્યા છે. સી.બી.આઈ.એ તેમના તેમજ તેમના સંબંધીઓના નિવાસ સ્થાને દરોડા પાડયાં હતા. સુપ્રીમ કોર્ટના હુકમને પગલે સી.બી.આઈ.એ બે ખાણકામ કરતી કંપનીઓને ત્યાં પણ દરોડા પાડયાં હતા.
સી.બી.આઈ.એ ફરીયાદ નોંધ્યા બાદ બી.એસ. યેદીયુરપ્પા, તેના પુત્ર અને લોક સભાના સદસ્ય બી.વાય. રાઘવેન્દ્ર, તેમજ બી.વાય. વિજયેન્દ્ર તેમજ જમાઈને ત્યાં બેગલુરૃ તેમજ શિમોગા જીલ્લામાં દરોડા પાડયા હતા.
સી.બી.આઈ.એ જે.એસ.ડબલ્યુ. સ્ટીલ્સ તેમજ સાઉથ વેસ્ટ માઈનીંગ કંપની લીમીટેડના બેલારી ખાતેના કાર્યાલયોમાં રેડ પાડી હતી. સાથો સાથ ખાણકામની લીઝ ધરાવનાર વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા તેમ પોલીસ સુત્રોએ માહિતી આપી હતી.
સી.બી.આઈ.એ માઈન્સ એન્ડ મીનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ) તેમજ પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ જોગવાઈ હેઠળ ફરીયાદ નોંધ્યાબાદ ગુનાહીત કાવત્રુ કરવું. તેમજ જાહેર વિશ્વાસનો ભંગ કરવો વગેરે કારણોસર તપાસ કરવામાં આવી હતી. તેમના પરીવાર ધ્વારા ચલાવવામાં આવતા ચેરીટેબલ ટ્રસ્ટને મળેલા માતબર દાનના બદલામાં બે કંપનીઓની લીવમાં બીન જરૃરી પક્ષપાત કરવાની તેમના પર શંકા સેવવામાં આવી રહી છે.
સવારે ૬.૧૫ વાગ્યે શરૃ કરવામાં આવેલી રેડ બેંગલુરૃ અને હૈદ્રાબાદના અધિકારીઓ ધ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં ડોલર કોલોની તેમજ રેસ કોર્સ રોડ ખાતેના યેદીયુરપ્પાના નિવાસ સ્થાને તેમજ તેમના પુત્રની એક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટ ધ્વારા નિમવામાં આવેલી સત્તાધારી સમિતી ધ્વારા તપાસ કરીને યેદીયુરપ્પા તેમજ કેટલાક ઔદ્યોગિક એકમો વિરૃધ્ધ અનીયમીતતાઓ આચરવા સંદર્ભે સી.બી.આઈ. તપાસની ભલામણ કરવામાં આવતા તેને તપાસ સોંપી દેવામાં આવી છે.
બીનકાયદેસર ખાણકામના અનુસંધાને યેદિયુરપ્પા તેમજ સંબંધીઓને ત્યાં સી.બી.આઈના દરોડા પડતા તેમણે ધરપકડ ટાળવા સી.બી.આઈ અદાલતનો આશ્રય લીધો હતો અને આગોતરા જામીન આપવા માંગણી કરી હતી.
બી.એસ.યેદિયુરપ્પા તેમના બે પુત્રો બી.વાય.રાઘવેન્દ્ર અને બી.વાય. વિજેન્દ્ર ઉપરાંત જમાઈ સોહનકુમારે આગોતરા જામીનની અરજી આપી હતી. કોર્ટે મામલાની સુનાવણી આવતીકાલે રાખી છે. દરમિયાન સી.બી.આઈને તેમનો વાંધો, વિરોધ રજુ કરવી દેવા તાકીદ કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved