Last Update : 17-May-2012, Thursday

 
ઇ.સ.૨૦૦૦માં મિશેલ બરાકને છૂટાછેડા આપી દેવાના હતા

અઘરા ગણાતા પ્રતિસ્પર્ધી સામે નહી પડવાની પત્નીની સલાહ માની નહોતી

(પીટીઆઇ) લંડન, તા.૧૬
શિકાગોની સેનેટ બેઠક માટે પ્રયત્ન નહી કરવાની પોતાની સલાહને પતિ બરાક ઓબામાએ અવગણતા મિશેલ ઓબામાએ કરેલા છૂટાછેડાના વિચારે બરાકઓબામા એટલા નિરાશ થયા હતા કે તેઓ આપઘાત કરી લે એવો ભય મિત્રોને સતાવવા માંડયો હતો. એમ એક નવા પુસ્તકમાં જણાવાયું છે.
બરાકે શિકાગોની સેનેટ બેઠક માટે કરેલા નિષ્ફળ પ્રયાસ પછી ઇ.સ. ૨૦૦૦માં મિશેલે છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. હકીકતે, એ ચૂંટણીમાં અગાઉ ચાર વાર વિજેતા નિવડેલા પ્રતિસ્પર્ધી ઉમેદવાર બોબી રની સામે નહી પડવા માટે મિશેલે આપેલી સલાહને બરાક ઓબામાએ ધ્યાન પર નહી લેતા એ વ્યગ્ર બની ગયા હતા. અને છૂટાછેડા માટેવિચારવા માંડયા હતા. એમ લેખત એડવર્ડ કલેઇને એમના પુસ્તક ધ એમોચ્યોરમાં જણાવ્યું છે.
બરાક એટલા હતાશ થઇ ગયા હતા કે તેઓ આપઘાત કરી બેસે એવા ભય મિત્રોને સતાવતો હતો. એ પરિસ્થિતિમાં મિશેલ સાથેનું તાત્કાલિક આઠ વર્ષનું બરાકનું લગ્નજીવન ખરાબે ચઢ્યું હતુ.
નાક કાપે એવી હાર પછી ઓબામા પડી ભાંગ્યા હતા. દેવામાં ડુબી ગયેલા એમનું જાહેર જીવન પુરૃ થઇ ગયું. હોય એમ જણાતુ હતુ. પરાજય પછી આપેલા માઠા દિવસો દરમિયાન શાતા માટે તેઓ મિશેલ ભણી વળ્યા હતા.
જો કે મિશેલ બરાકને શાંત પાડવાના મૂડમાં નહોતા છેવટે તો બરાકે અઘરા ગણાય એવા પ્રતિસ્પર્ધી બોબી રશ સામે નહી પડવાની મિશેલની ચેતવણીને અવગણી હતી. બરાકે એમના પરિવારને અનિશ્ચિતતા ભરી આર્થિક સ્થિતિમાં ધકેલી દીધુ હતુ. પરિણામે સ્થિર અને સલામત ભાવિ ઘડવાની મિશેલની આશાઓ પર પાણી ફરી ગયુ હતુ.
આના પરિણામે એમનું લગ્નજીવન ભાંગી પડવાની સ્થિતિમાં આવી ગયુ હતુ. ઇ.સ.૨૦૧૦માં તેઓ મુશ્કેલીમાં હોવાનું જણાવતા અહેવાલો પ્રસિધ્ધ થયા પછી તેઓ બીજી વાર છુટાછેડાના તબક્કે પહોંચી ગયા હોવાના આક્ષેપોનો ઓબામાએ સામનો કર્યો હતો.
એ પછી દંપતીએ એમના મતભેદોનો સમજી લીધા હોવાનું જણાય છે. જો કે ઇ.સ. ૨૦૦૫માં બરાક ઓબામા ઇલિનોઇસની સેનેટ બેઠક જીતતા પત્નીનો એમનામાં વિસ્વાસ પુનઃ સ્થાપિત થયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved