Last Update : 17-May-2012, Thursday

 

રાજકીય સ્તરે નવાજૂનીના એંધાણ
રાષ્ટ્રપતિની ચૂંટણી ઃ કોંગ્રેસે ડાબેરીઓ સાથે મંત્રણા આરંભી

નારાજ મમતાને મનાવવા કરતા સામ્યવાદીઓને પડખે લેવાનો વ્યૂહ

નવી દિલ્હી, તા. ૧૬
રાષ્ટ્રપતિ પદ અને ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે યુપીએનો જ એક સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસથી રીસાયો હોવાથી કોંગ્રેસ અને ડાબેરીઓનો સાથ લેવાનું વિચારી રહી છ તે સાથે રાષ્ટ્રના રાજકીય સમીકરણોના પણ બદલાવ આવવાની સ્પષ્ટ સંભાવના દેખાઈ રહી છે. આનો એક અર્થ એ કહી શકાય કે હવે ડાબેરીઓ કેન્દ્રમાં સત્તા સમીકરણમાં મહત્ત્વના બની જશે.
તૃણમૂલ કોંગ્રેસનો કેન્દ્ર સાથે સૌથી મોટો વાંધો તે છે કે, પશ્ચિમ બંગાળે ડાબેરી શાસન દરમિયાન કેન્દ્ર પાસેથી લીધેલી ગંજાવર લોનના વ્યાજની ચુકવણી ત્રણ વર્ષ માટે મોકૂફ રાખવી. કેન્દ્રને એ સૂચન સ્વીકાર્ય નથી. આથી રીસે ભરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી કદાચ આ ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથ ન પણ આપે તો કોંગ્રેસને ૪૮,૦૦૦ મતની ખોટ પડે જે સરભર કરવા ઉપરાંત તેથી પણ વધુ મત મેળવવા કોંગ્રેસે ડાબેરીઓનો સાથ લેવાનું વિચાર્યું હોવાનું જાણવા મળ્યું છે. ડાબેરીઓ પાસે ૫૧,૦૦૦ મત છે. આ સંબંધે થોડા સમય પૂર્વે જ ડાબેરીઓ સાથે અનૌપચારિક વાતચીત થઈ ચૂકી છે અને તા. ૨૨મી મેના દિને સંસદનું બજેટ સત્ર પૂરું થયા પછી સોનિયા ગાંધી વિધિવત્ ચર્ચા શરુ કરશે તેમ કહેવાય છે.
સી.પી.આઇ. (એમ) પોલિટ બ્યુરોના એક સભ્ય અને રાજ્ય સભાના સભ્ય તથા કોંગ્રેસના એક મહત્ત્વના રણનીતિકાર વચ્ચે આ સંબંધે પૂર્વે પણ ચર્ચા થઈ ચૂકી છે. પરંતુ હવે વિધિવત્ ચર્ચા તા. ૨૨મી મે પછી યોજાશે તે નિશ્ચિત લાગે છે. આ અંગે સીપીએમના રાજ્યસભાના નેતા સીતારામ યેચુરીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે કોંગ્રેસ દ્વારા વાતચીતના પ્રારંભની ગણતરી બાંધી બેઠા છીએ અમે માનીએ જ છીએ કે પ્રમુખપદ માટે વ્યાપક સર્વસંમતિ હોવી જ જોઈએ.'
બીજી તરફ કોંગ્રેસ મમતા બેનરજીની વિશ્વસનીયતા અંગે પણ ચિંતિત છે. આથી તે માને છે કે તેમના મતની ખોટ ડાબેરીઓ પૂરી કરી શકશે. ડાબેરીઓ પાસે સંસદના બંને ગૃહોમાં મળી ૨૪ સભ્યો છે જ્યારે તૃણમૂલના માત્ર ૧૯ સભ્યો જ છે.
આ સાથે એક મહત્ત્વનો મુદ્દો તે પણ તરી આવ્યો છે કે, પ્રણવ મુખરજી કોંગ્રેસના રાષ્ટ્રપતિપદ માટેના સર્વપસંદ ઉમેદવાર ન પણ રહે. આથી પક્ષે અન્ય ઉમેદવાર સાથે સ.પા. અને બ.સ.પા. સાથે પણ ચર્ચા શરુ કરી દીધી છે. તેનો એક અર્થ એવો પણ કરી શકાય કે કોંગ્રેસ એવા ઉમેદવારનું નામ સૂચવે ક જે નામ આશ્ચર્યજનક બની રહે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ મુસ્લિમ ઉમેદવારની પણ શોધ ચાલી રહી છે જેમાં ચૂંટણી પંચના વડા એફ. વાય. કુરેશી, રાજ્યસભાના ઉપસભાપતિ રહેમાનખાન અને જમ્મુ કાશ્મીરના સૈફુદ્દીન સૈઝના નામો પણ વિચારાઈ રહ્યા છે. બીજી તરફ હમીદ અન્સારીની રાષ્ટ્રપતિપદ માટેની તકો સરી રહી છે.

કોંગ્રેસ ડાબેરીઓ તરફ કેમ વળી ?
* વ્યાજની ચૂકવણીમાં રાહત નહીં મળે તો મમતા યુપીએને સમર્થન ન પણ આપે તેવી કોંગ્રેસને ભીતિ છે.
* સંસદનું અંદાજપત્ર સત્ર ૨૨મી મે ના દિને પુરું થયા પછી કોંગ્રેસ ડાબેરીઓ અને અન્ય કેટલાક પક્ષો સાથે વિધિવત્ મંત્રણાઓ શરૃ કરશે. સીપીઆઈ (એમ) સાથે અવિધિસરની મંત્રણાઓનો પહેલો દોર તો પૂરો થઈ ચૂક્યો છે.
* રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડાબેરી પક્ષો પાસે ૫૧,૦૦૦ મત છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પાસે લોકસભા અને રાજ્યસભામાં મલી, ૪૮,૦૦૦ મત જ છે.
* આની વ્યાપક અસરો તે હોઈ શકે કે કેન્દ્રમાં સત્તા સ્થાનો ુપર ડાબેરીઓનો પ્રભાવ વધે.
* કોઈ આશ્ચર્યજનક જ ઉમેદવાર ઃ પ્રણવ મુકરજી કોંગ્રેસની એક માત્ર પસંદગી નથી. તે અન્ય નામોની પક્ષમાં આંતરિક સ્તરે તેમજ અન્ય પક્ષો સાથે પણ મંત્રણા કરે તે સંભવિત છે. પરિણામે કોઈ નવું જ નામ આગળ આવે.
* ઉપરાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસ કોઈ મુસ્લીમ નેતાનું નામ પણ પસંદ કરે. આ સાથે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હમીદ અનસારીની રાષ્ટ્રપતિપદ માટેની સંભાવના પણ ઘટી રહી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved