Last Update : 17-May-2012, Thursday

 

દેશની આર્થિક પરિસ્થિતિનો નીચે જતો ગ્રાફ
રૃપિયો, શેરબજાર અને સોના ચાંદીમાં કડાકો

રૃપિયો ૫૪.૫૦ની ઐતિહાસિક નીચી સપાટીએ ઃ સેન્સેક્સે ઇન્ટ્રા ડે ૧૬ હજારની સપાટી ગુમાવી ઃ ચાંદીમાં ૧,૧૧૦ અને સોનામાં ૧૬૫નો કડાકો

અમદાવાદ,તા.૧૬
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અમેરિકી ચલણ સામે ભારતીય રૃપિયામાં થયેલા ઐતિહાસિક ધોવાણ બાબતે નાણામંત્રી દ્વારા કરાયેલા નબળા જાહેર નિવેદનની આજે હુંડિયામણ બજાર અને શેર બજાર પર ભારે ગંભીર અસર થવા પામી હતી. વૈશ્વિક સ્તરના અને ઘરઆંગણાના પ્રતિકૂળ અહેવાલો તેમજ એશિયાઈ બજારોના ગાબડા પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ ગાબડા સાથે થયા બાદ નાણામંત્રીના નબળા નિવેદનથી તેમજ વિદેશી સંસ્થાઓની ધૂમ વેચવાલી પાછળ આજે સેન્સેક્સે ઇન્ટ્રાડે મહત્ત્વની એવી ૧૬૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી બીજી તરફ રિઝર્વ બેંકની દરમિયાનગીરી છતાં અમેરિકી ડોલર સામે રૃપિયો ઇન્ટ્રાડે ૫૪.૫૬ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ચાંદીમાં રૃા. ૧૧૧૦ અને સોનામાં રૃા. ૧૬૫નો કડાકો બોલી ગયો હતો.

વૈશ્વિક સ્તરે યુરો ઝોનમાં ઋણ કટોકટી પ્રબળ બનવા સહિતના અન્ય નકારાત્મક અહેવાલો પાછળ આજે સવારે એશિયાઈ શેરબજારોમાં ગાબડા નોંધાયા બાદ મુંબઈ શેરબજાર ખાતે પણ કામકાજનો પ્રારંભ ગાબડા સાથે જ થવા પામ્યો હતો. આ સમયે હુંડિયામણ બજારમાં રિઝર્વ બેંકની દરમિયાનગીરી છતાં ય કામકાજના પ્રારંભથી જ રૃપિયો તૂટયો હતો અને ઇન્ટ્રાડે ૫૪- ૫૬ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. આમ શેર બજારે મહત્ત્વની એવી ૧૬૦૦૦ની સપાટી ગુમાવતા તેમજ રૃપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી આવતા નાણામંત્રી પ્રણવ મુખરજીએ શેર બજાર તેમજ રૃપિયાના ગાબડા વૈશ્વિક પ્રતિકૂળતા પાછળ નોંધાયા હોવાનું જણાવીને ખાસ કોઈ અસરકારક પગલા ભરવાનું ટાળીને કેટલાક કરકસરના પગલા જ ભરવાના કરાયેલા નિવેદનથી બજારોનું વાતાવરણ વધુ ડહોળાયું હતું.
બપોર બાદ શેરબજારમાં વેચવાલીનું દબાણ વધુ પ્રબળ બનતા સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ૩૫૪નો કડાકો બોલી જતા તે ૧૫૯૭૪ની ચાર માસની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જો કે, પાછળથી બજારમાં બે તરફી કામકાજો વચ્ચે સેન્સેક્સે અગાઉ ગુમાવેલી ૧૬૦૦૦ની સપાટી પુનઃ હાંસલ કરી લીધી હતી. જો કે, આમ છતાં કામકાજના અંતે તે ૨૯૮.૧૬ પોઇન્ટના ગાબડા સાથે ૧૬૦૩૦.૦૯ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી આંક ૮૪.૫૫ પોઇન્ટ તૂટીને ૪૮૫૮.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એફઆઇઆઇએ આજે રૃા. ૪૮૫૮.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એફઆઇઆઇએ આજે રૃા. ૫૪૭ કરોડના શેરોની વેચવાલી હાથ ધરી હતી. સેન્સેક્સના કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૃા. ૭૭૦૦૦ કરોડનું ધોવાણ થતા તે રૃા. ૫૭.૪૮ લાખ કરોડ રહી ગયું હતું.
રિઝર્વ બેંક દ્વારા દરમિયાનગીરી કરાઈ હોવા છતાં અમેરિકન ડોલર સામે ભારતીય રૃપિયો ગઈકાલની ૫૩.૭૮ની સપાટીથી વધુ તૂટીને ૫૪.૫૬ની ઓલટાઇમ લો સપાટીએ ઉતરી આવ્યો હતો. અગાઉ એટલે કે ભૂતકાળમાં તે ગત વર્ષે ડિસેમ્બર માસમાં ૫૪.૩૦ની ઐતિહાસિક સપાટીએ ઉતરી ગયા બાદ આજે કામકાજના અંતિમ તબક્કામાં તે સામાન્ય બાઉન્સ બેક થઈ છેલ્લે ૫૪.૫૦ની સપાટીએ નરમ રહ્યો હતો જે ૭૦ પૈસાનું ગાબડું દર્શાવતો હતો.
વૈશ્વિક બજારોની પ્રતિકૂળતા પાછળ આજે સ્થાનિક સોના- ચાંદી બજારોમાં પણ કડાકા નોંધાયા હતા. વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં પીછેહઠ થતા મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીમાં રૃા. ૧૧૧૦નો કડાકો બોલીને તે રૃા. ૫૩,૦૦૦ની સપાટી ગુમવી રૃા. ૫૨૪૪૦ની નીચી સપાટીએ ઉતરી આવી હતી. જ્યારે સોનામાં રૃા. ૧૬૫નું ગાબડું નોંધાતા તે રૃા. ૨૮૦૦૦ની સપાટી ગુમાવી રૃા. ૨૭૯૪૦ની સપાટીએ નરમ રહી હતી.

૧૯૯૧ જેવી સ્થિતિનો ભય કરકસરનાં તોળાતાં પગલાં
યુરોઝોન ઊભું થયેલું સંકટ જવાબદાર ઃ પ્રણવ મુખર્જી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૬
રૃપિયો વિક્રમ સર્જક નીચી સપાટીએ જતાં લોકસભામાં વિપક્ષોએ સરકારને સીધો જ પ્રશ્ન પૂછ્યો હતો કે, શું આપણે ફરી ૧૯૯૧ની પરિસ્થિતિએ જઈ રહ્યા છિએ કે જ્યારે ભારતે વિદેશી હુંડિયામણ મેળવવા માટે પોતાનું સોનું ગીરવે મુકવું પડયું હતું અને તે રીતે હુંડીયામણ મેળવી ચુકવણીની તુલા માંડ માંડ જાળવવી પડી હતી.
વિપક્ષોના આ આક્ષેપોનો પ્રત્યુત્તર આપતાં હોય તે રીતે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, સરકાર હવે કરકસરનાં કડક પગલાં લેશે. પરંતુ આ સાથે તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે આનો અર્થ તેવો તો નથી જ કે સરકાર પેનિક-બટન દબાવી રહી છે. સાથે આ આર્થિક પરિસ્થિતિને વર્તમાન વૈશ્વિક જટિલ પરિસ્થિતિને જવાબદાર ગણતાં નાણા પ્રધાને કહ્યું હતું કે ગ્રીસની કટોકટીને પગલે યુરોઝોનમાં ઉભી થયેલી કટોકટી મહદ્અંશે કારણભૂત છે.
લોકસભામાં આજે ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. મુરલીમનોહર જોષીએ કહ્યું હતું કે આપણાં અર્થતંત્રની કટોકટી વધી રહી છે. આથી આપણે ૧૯૯૧ની પરિસ્થિતિ તરફ જઈ રહ્યાં હોઈએ તેવું લાગે છે.
શૂન્યકાળ દરમિયાન પોતાનાં વક્તવ્યમાં ડૉ. જોષીએ કહ્યું હતું કે ભાવવધારાને લીધે સામાન્ય માનવીની કમર તૂટી ગઈ છે. ડોલર સામે રૃપિયો તૂટીને ૫૪.૪૬ની વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો છે. જેનું એક કારણ રોકાણકારોએ યુરોઝોન કટોકટીને પગલે વિદેશી રોકાણકારોએ રોકાણો પાછા ખેંચવા શરૃ કર્યા છે તે હોઈ શકે, પરંતુ સરકારને ખેંચાણ રોકવા માટે શું કરી રહી છે?
નાણાં વિધેયક ૨૦૧૨ ઉપરની ચર્ચાનું સમાપન કરતાં નાણાંપ્રધાન મુખરજીએ આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતની જીડીપીમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ભારતનો એકંદર વિકાસદર સારો જ રહ્યો છે. તે સ્વીકાર્ય છે કે ૨૦૧૦-૧૧માં તે દર ૮.૪ ટકા હતો જે ૨૦૧૧-૧૨માં ઘટીને ૬.૯ ટકા રહ્યો છે. નાણાંકીય સદ્ધરતા સ્થિર કરવા કરકસરનાં પગલાં ભરવાં જ પડશે તેમ પણ મુખરજીએ કહ્યું હતું પરંતુ શાં પગલાં લેવાશે તે તેમણે જણાવ્યું ન હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved