Last Update : 17-May-2012, Thursday

 

હત્યા કેસમાં જામીન પર છુટેલા
પાક.ના માઈક્રોબાયોલોજિસ્ટ ચિશ્તીએ ભારતીય જજોને 'ગમાર' કહ્યા

'ભારતીય ન્યાયતંત્રમાં ગમાર અને અશિક્ષિત લોકો ભરેલા છે જેથી કેસોમાં વિલંબ થાય છે'
અજમેર, તા. ૧૬
ડૉ. એસ.એમ. ખલીલ ચીશ્તીને મંગળવારે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા છે. તેઓએ ૨૦ વર્ષ અજમેરની જેલમાં વિતાવ્યા હતા. આખરે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ કરેલી વિનંતીના અનુસંધાને સુપ્રીમ કોર્ટે તેમને માનવતાના ધોરણે મુક્ત કરી દેતા તેઓ પાકિસ્તાન પરત ફર્યા છે. જોકે જતા પહેલાં તેમણે એક હિન્દી ચેનલને આપેલી મુલાકાતને કારણે વિવાદ જગાવતા ગયા હતા. જોકે પછીથી તેમણે માફી માગી લીધી હતી.
બનાવની વિગત એવી છે કે વર્ષ ૧૯૯૨ની ૯મી એપ્રીલે 'વાયરોલોજીસ્ટ' ડૉ. ચીસ્તી તેમના બીમાર માતાની ખબર પુછવા અજમેર આવ્યા હતા. તે દરમ્યાન કોઈ મુદ્દે વિવાદ થતા ઝઘડો થયો હતો અને તેમાં તેના ભાઈના ઘરે સૈયદ મોહમ્મદ ઈદ્રીસ નામની એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ મામલામાં ડૉ. ચીશ્તી આરોપી ઠર્યા હતા. પંદર દિવસ બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા પણ અજમેર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
૨૩ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ તેમના કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં તેમને જન્મટીપ ફરમાવવામાં આવી હતી. ગત ગુરૃવારે સુપ્રીમ કોર્ટે તેમને માનવતાના ધોરણે તેમની વયને લક્ષમાં લેતા તેમજ અજમેરની મુલાકાતે આવેલા ઝરદારીની જાણ પર આ મુદ્દો મુકતા તેમણે વિનંતી કરી હતી તેથી ચીશ્તીને મુક્ત કરવામાં આવ્યા હતા.
જેલમાંથી મુક્ત થયા બાદ એક હિન્દી ચેનલને આપેલી મુલાકાત દરમ્યાન તેમણે ભારતીય ન્યાયતંત્રમાં અજ્ઞાાન (ગંવાર) અને અભણ લોકો ભર્યા હોવાને કારણે ૨૦ વર્ષ સુધી તેમના મામલાનો સાચો ચુકાદો આપી ન શક્યાનો આક્ષેપ કરતા વિવાદ ચગ્યો હતો. આ કાર્યક્રમ પ્રસારીત થતા અજમેરના વકીલ દેવેન્દ્રસિંહ ચૌહાણે સોમવારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ન્યાયતંત્રના અપમાનની ફરિયાદ દાખલ કરી હતી. ૨૮મીએ તેમના મામલાની સુનાવણી હાથ ધરાશે.
જો કે પોતાની ભૂલ સમજાઈ જતા તેમણે તરત જ જાહેર માફી માંગી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ન્યાયતંત્ર માટે મને ખુબ માનની લાગણી છે. મેં આપેલી મુલાકાતમાં કોઈની લાગણી દુભાવવાનો મારો ઈરાદો નહોતો. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે હું હૃદયપૂર્વક તેમની માફી માંગું છું.
સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિ પી. સત્યશિવમ્ અને જે. ચેલેમેશ્વરની ખંડપીઠે નવેમ્બરમાં તેમની અપીલની સુનાવણી પર્યન્ત તેમને પાકિસ્તાન જવા મંજુરી આપી છે. જેમાં પાંચ લાખના જામીન તેમજ તેમનો પાસપોર્ટ કરાંચી હાઈકમીશનમાં જમા કરવાની શરતે મુક્ત કરાયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આઇપીએલમાં બ્લેકમની અંગેની તપાસમાં ભીનું સંકેલાય તેવો ભય
ખેલાડીઓને અજાણ્યા વ્યક્તિઓ, મીડિયા સાથે વાત ન કરવા સુચના
દોષીત ફ્રેન્ચાઇઝીઓને પણ આકરી સજા ફટકારવી જોઇએ ઃ ગાવસ્કર
રોમ માસ્ટર્સ ઃ ફેડરર,યોકોવિચ અને મરેનો વિજય સાથે પ્રારંભ

આજથી ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

શ્રેષ્ઠ મરાઠી સાહિત્ય કૃતિ 'નટસમ્રાટ' પર આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન
સંગીતકાર એ.આર.રહેમાન રિઆલિટી શોના નિર્ણાયક તરીકે દેખાશે
દેવ પટેલની નવી હિરોઈન ટીનાને હોલિવૂડ-બોલિવૂડની ફિલ્મો કરવી છે
બે વાહનો અથડાતા ચાર યુવાનનાં મોત
ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

તાલાલામાં કેસર કેરીના બોકસમાં દારૃની હેરાફેરી

બીજા રાજ્યોમાંથી કારો ચોરીને નંબર બદલી વેચવાનું કૌંભાંડ
ત્રીસેક ફૂટ હવામાં ઉછળી દિવાલ સાથે અથડાતા બે વેપારીના મોત
એઇડ્સના દરદીઓને સહાય કરવા મલ્લિકા શેરાવત કેન્સ જશે
આદિત્ય ચોપરા 'કહાની'ની અંગ્રેજી રિમેક બનાવશે
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved