Last Update : 16-May-2012, Wednesday

 

સંસદના ૧૦૦ વરસ થશે ત્યારે....

 
સંસદના ૬૦ વરસ પુરાં થયાં એના માનમાં જે ખાસ સત્ર બોલાવાયું એમાં સંસદની કાર્યવાહી જેવું કશું ના થયું! ના વોકઆઉટ થયા... ના હંગામો થયો... ના નોટોનાં બંડલ ઉછળ્યા.. કે ના કોઇને ટીંગાટોળી કરીને બહાર લઇ જવા પડયા.
બઘું સુષ્ટુ- સુષ્ટુ શાંત-શાંત ચાલ્યું! બધાએ ‘પાર્ટીલાઇન’થી ‘ઉપર ઉઠીને’ ‘લોકશાહી’ની ડાહી ડાહી વાતો કરી!
જરા વિચારો, જો ૬૦ વરસે આવું દંભી નાટક થઇ શકે તો સંસદના ૧૦ વરસ થશે ત્યારે શું શું થશે?
પ્રસ્તુત છે ભવિષ્યના સમાચારોની એક ઝલક...
* * *
૯૯ વરસના વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ શ્રી દાઉદ ઇબ્રાહીમે સંસદની ખાસ બેઠકનું ઉદ્‌ઘાટન કરવા માટે લાલ રીબીન પર પોતાની મશીનગન વડે અચૂક નિશાનેબાજી કરતાં સામટા ૧૦ રાઉન્ડ ફાયર કર્યા હતા. રીબીનના લીરેલીરા થઇ જતાં જ તમામ સાંસદોએ તાળીઓનો ગટગડાટ કરી મુક્યો હતો.
* * *
સંસદની આ ઐતિહાસિક બેઠકમાં હાજરી આપવા માટે સમગ્ર ગાંધી પરિવાર ઇટાલીથી, સમગ્ર કલમાડી પરિવાર સ્વીટ્‌ઝર્લેન્ડથી, સમગ્ર લાલુ પરિવાર મોરેશિયસથી અને સમગ્ર શરદ પવાર પરિવાર સંિગાપુરથી પોતપોતાના લક્ઝુરીયસ વિમાનો દ્વારા ડાયરેક્ટ આવી પહોંચ્યા હતા.
જો કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને ભારતનો વિઝા ન મળ્યો હોવાથી તેમણે ચંદ્ર પર વસાવેલા ‘નયા ગુજરાત’થી સેટેલાઇટ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.
* * *
ભારતમાંથી આતંકવાદનો નાશ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી, જેલમાં પુરાં ૪૦ વરસ ગુજારનાર ઉપરાષ્ટ્રપતિ કસાબે ગૃહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે ભારતે જ પહેલ કરવી પડશે કારણ કે હજી પણ કબ્રસ્તાનો અને સ્મશાનગૃહોમાં ક્યાંક ક્યાંક કાબરો અને કાગડાઓનો અવાજ સંભળાય છે.
* * *
સ્વર્ગસ્થ શ્રી લાલુપ્રસાદ યાદવના સુપુત્ર અને સંસદિય બાબતોના કેબીનેટ મંત્રી શ્રી બલ્લુ યાદવે કહ્યું હતું કે સંસદમાં હજી પણ પાંચથી સાત ટકા સમાજસેવકો અને પ્રમાણિક માણસો ચૂંટાઇને આવે છે તે દેશ માટે શરમની વાત છે. જ્યાં સુધી સંસદનું સંપૂર્ણપણે ક્રિમિનલાઇઝેશન નહિ થાય ત્યાં સુધી સાચી લોકશાહી નહિ આવે.
* * *
ઁઅંતમાં, ત્રીજી વાર વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વયોવૃદ્ધ પ્રિયંકા ગાંધીએ નાદુરસ્ત તબિયતને કારણે ટૂંકુ પ્રવચન કરતાં માત્ર એટલું જ કહ્યું હતું કે ‘‘ડો. મનમોહનસંિહ જેવા માણસો જ્યારે સંસદમાં ચારથી વઘુ વાક્યો બોલી શકતા હતા... એવો જમાનો હવે કદી નહિ આવે.. શટ અપ.’’
Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved