Last Update : 16-May-2012, Wednesday

 
ફરી સકંજામાં આવેલા યેદ્દી
કર્ણાટકના ભૂતપૂર્વ ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રી અને માંડ માંડ રવાના કરાયા પછી હજુ પણ ભાજપને નહીં ગાંઠતા યેદ્દીયુરપ્પા ફરી એક વાર કાનૂની કાર્યવાહીના સકંજામાં સપડાયા છે. આ વખતે સર્વોચ્ચ અદાલતે યેદ્દીયુરપ્પાનાં કુટુંબીજનો દ્વારા સંચાલિત ‘પ્રેરણા ટ્રસ્ટ’ને ખાણકામ કરતી એક કંપની તરફથી મળેલા તગડી રકમના દાન અંગે તપાસ કરવા સીબીઆઇને આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એચ.કાપડીયા સહિત ત્રણ ન્યાયાધીશોની બનેલી બેન્ચે કહ્યું છે કે સીબીઆઇએ તપાસ પૂરી કર્યા પછી સક્ષમ અદાલતમાં પોતાનો અહેવાલ રજૂ કરવો. દરમિયાન, આ મુદ્દે કર્ણાટકની કોઇ પણ અદાલતમાં ચાલતી કાર્યવાહી પર મનાઇહુકમ આપી દીધો છે.
યેદ્દીયુરપ્પા સામે લાંચના આરોપોની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી- સીઇસી-ની રચના કરી હતી. સીઇસીએ સીબીઆઇ દ્વારા તપાસની ભલામણ કરી. પરંતુ કાનૂની આંટીધૂંટીનો ગેરલાભ લેવાના હેતુથી યેદ્દીયુરપ્પાના વકીલે એવી રજૂઆત કરી કે સીઇસી દ્વારા જે મુદ્દે તપાસ થઇ એ તમામ બાબતો અંગે ખાસ ન્યાયાધીશ દ્વારા તપાસ ચાલી જ રહી છે. એટલે એના વિશે અલગથી સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની જરૂર ન હોય.
પર્યાવરણને લગતી ગ્રીન પેનલ દ્વારા થયેલી રજૂઆત પછી સર્વોચ્ચ અદાલતની બેન્ચે યેદ્દીયુરપ્પાના વકીલને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા જણાવ્યું હતું. પણ એ કાયદાની છટકબારીઓ બતાવતા માલૂમ પડ્યા ત્યારે બેન્ચે કડક વલણ લઇને કહ્યું કે ઉપસ્થિત દસ્તાવેજો થકી મજબૂત પ્રથમદર્શી કેસ બને છે. એવા સંજોગોમાં અદાલત આંખ આડા કાન કરી શકે નહીં. પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે જમીનની ફાળવણીમાં કર્ણાટક જમીન સંપાદન કાનૂનનો દેખીતો ભંગ થયેલો જણાય છે.
પોતાના અસીલનો કોઇ પણ ભોગે બચાવ કરવા માટે કુખ્યાત નામી વકીલોની જેમ, યેદ્દીયુરપ્પાના વકીલે કહ્યું કે સીઇસીએ કરેલી છે એવી જ તપાસની ભલામણ ભૂતકાળમાં લોકાયુક્ત દ્વારા થઇ હતી, પણ કર્ણાટકની વડી અદાલતે એ કાઢી નાખી હતી.
એટલે એ જ મુદ્દે બીજી સંસ્થા (સીબીઆઇ) દ્વારા તપાસ ન થઇ શકે. એટલું જ નહીં, વકીલે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જેમાં હોય એવી બેન્ચને સમજાવવાની કોશિશ કરી કે આ દેશમાં કાયદો-વ્યવસ્થા રાજ્યના વિષયો છે. રાજ્ય તેમાં નિષ્ફળ જાય તો જ સર્વોચ્ચ અદાલત તેમાં દાખલ થઇ શકે. આખરે, જસ્ટીસ આફ્‌તાબ આલમે વકીલને સાદી ભાષામાં કહેવું પડ્યું કે ‘આ મેટરની તપાસ બીજી કોઇ પણ તપાસસંસ્થા દ્વારા ન થઇ શકે, એવું હાઇકોર્ટે કહ્યું છે?’
તેમ છતાં યેદ્દીયુરપ્પાના વકીલે વારંવાર સીઈસીના અહેવાલનો હવાલો આપવાનું ચાલુ રાખ્યું ત્યારે ચીફ જસ્ટીસ કાપડિયાએ તેમને કહેવું પડ્યું કે તમે બીજી બધી વાત છોડો. અત્યારે અમારી સામે જે દસ્તાવેજો છે એના વિશે તમારે શું કહેવાનું છે? આ દસ્તાવેજોના આધારે અમે તપાસના આદેશ ન આપી શકીએ? જમીન ફાળવણી અને તેના નિમિત્તે પ્રેરણા ટ્રસ્ટને મળેલા તગડા ડોનેશન અંગે સમાજ પરિવર્તન સમુદાયે રજૂઆત કરી છે. તેના વકીલ પ્રશાંત ભૂષણે કર્ણાટકમાં લોકાયુક્તના અભાવ અંગે અને લોકાયુક્તની સંસ્થા કેવી ખાડે ગઇ છે તેની પણ વાત કરી.
ભ્રષ્ટાચાર સામેની કાનૂની લડત કેટલી કપરી છે તેની થોડીઘણી ઝલક આ કિસ્સામાંથી મળી રહે છે. જે રાજ્યના લડવૈયા લોકાયુક્ત તરીકે સંતોષ હેગડે જાણીતા બન્યા એ જ રાજ્યમાં હવે લોકાયુક્તની સંસ્થાને મૃતઃપ્રાય કરી નાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવનાર ભાજપ કર્ણાટકની વાત આવે એટલે ચૂપ થઇ જાય છે. કારણ કે ત્યાં જ્ઞાતિનાં સમીકરણોને ઘ્યાનમાં રાખીને યેદ્દીયુરપ્પા સામે પગલાં લેતાં પણ ભાજપને નવ નેજાં આવ્યાં હતાં. ભ્રષ્ટાચારના મામલે એકેય રાજકીય પક્ષની દાનત સાફ નથી એવો નિરાશાવાદ, ખરેખર તો વાસ્તવવાદ, યેદ્દીયુરપ્પા જેવા કિસ્સાઓ પરથી વઘુ ને વઘુ ધૂંટાતો રહે છે.
નાગરિકો જ્યાં સુધી પક્ષાપક્ષીના મોહમાંથી છૂટીને જાગ્રત નહીં બને ત્યાં સુધી નકલી કુસ્તી કરતા પહેલવાનોની જેમ રાજકીય પક્ષો એકબીજા સામે હાકોટા પાડીને છેવટે પ્રજાને છેતરતા રહેવાના છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved