Last Update : 16-May-2012, Wednesday

 

પ્રતિનિધિમંડળ જલસા કરતું હતું
હજયાત્રા માટેની સબસીડીમાં મુસ્લિમો કરતાં સરકારને રસ

- સવલતોનું અમલીકરણ થતું નહોતુંએર ઇન્ડિયા હાજીઓ માટે ભાવ વધારી ભાડું સીઘું જ સેરવી લેતું હતું

 

હજયાત્રાએ જનારાઓને સબસીડી આપવી આગામી ૧૦ વર્ષમાં બંધ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિવાદ ઉભો થયો છે. મુસ્લિમ સંગટ્ઠનો તો બિન્દાસ્ત કહે છે કે ૧૦ વર્ષમાં શા માટે તાત્કાલિક સબસીડી બંધ કરી દો!! સત્તાવાળાઓ એમ માનતા હતા કે સુપ્રીમના ચુકાદાથી મુસ્લિમો ભડકશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે બુમરેંગ થયું છે. હજ સબસીડીની વાતોથી મુસ્લિમ સમુદાય કંટાળ્યો હશે એમ દેખાઇ આવે છે.
મુસ્લિમ સમાજ પર પછાતનું લેબલ મારીને તેના પર કોઇ ઉપકાર કરતા હોય એમ હજ સબસીડી આપવામાં આવે છે. કોઇ સરકારે આ નિયમોમાં ફેરફાર નથી કર્યાં તે તો ઠીક પણ હજયાત્રીઓને અપાતી સવલતોનું અમલીકરણ થાય છે કે કેમ તે અંગેની પણ બહુ દરકાર નથી કરી. મુસ્લિમ સમાજ સિવાયના સૌ એમ માને છે કે હજયાત્રિકોને મળતી સબસીડીના કારણે હજયાત્રા મફતમાં થાય છે. પરંતુ કોઇ હજયાત્રીને પૂછો તો ખબર પડે કે તે કેટલી ખર્ચાળ બની ચૂકી છે.
તમામ મુસ્લિમો હજયાત્રાએ જતા નથી તે પણ હકીકત છે પરંતુ પ્રજાની નજરમાં તે સરકારી ખર્ચે થતી યાત્રા તરીકે ઓળખવામાં આવતી હતી. હવે જ્યારે હાજીઓને અપાતી સબસીડી બંધ કરવાની વાત આવી છે ત્યારે ઘણી વિગતો પણ બહાર આવી છે.
બંધારણ અનુસાર લધુમતી કોમને વિવિધ સવલતો આપવાની બાંહેધરી અપાય છે પરંતુ કેન્દ્ર સરકાર કોઇ ઉપકાર કરતી હોય એવો અહેસાસ મુસ્લિમો અનુભવી રહ્યા છે. એટલે જ જ્યારે હજ સબસીડી બંધ કરવા અંગેનો ચુકાદો આવ્યો ત્યારે મુસ્લિમોએ સરકારની જાહેરમાં ટીકા કરવી શરૂ કરી હતી.
મુસ્લિમ સમુદાય તો કહે છે કે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની લોન આપો, અને જે કંઇ સવલતો આપો તે અમલી કરી બતાવો. સરકાર હાજીઓને જે સબસીડી આપે છે તે મુસ્લિમ તુષ્ટીકરણમાં ખપાવવામાં આવે છે તે પણ આઘાતજનક છે.
હજયાત્રીઓને સબસીડી આપ્યા બાદ એર ઇન્ડિયાનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. એર ઇન્ડિયા ખોટમાં જઇ રહી છે. આ સંજોગોમાં મુસ્લિમ સંગઠ્ઠનો એટલે સુધી કહેવા લાગ્યા હતા કે હજયાત્રીઓ જ એર ઇન્ડિયા ચલાવે છે કેમકે તેમનો પ્રવાસ ખર્ચ એર ઇન્ડિયાને કામમાં આવે છે. સરકાર કોઇ પ્રાઇવેટ એરલાઇન્સનો ઉપયોગ કરવા દેતી નથી. સરકાર માત્ર સબસીડી આપીને હાથ અઘ્ધર કરી દે છે. હજયાત્રીઓને માત્ર સબસીડી નહીં પણ રહેવાની વ્યવસ્થા તબીબી સવલતો, દવાઓની સવલત, એસી બસોમાં પ્રવાસ જેવી જવાબદારી પણ નિભાવવાની હોય છે. પરંતુ કોઇ હાજીને પૂછો તો ખબર પડે કે શું અને કેવી સવલતો મળે છે. ગરીબ અને મઘ્યમવર્ગના હાજીઓનો કોઇ ભાવ નથી પૂછતું.
ભારતના હાજીઓની સવલત માટે ૧૯૫૯માં હજ એક્ટ અમલી બનાવાયો હતો જેના કારણે હાજીઓના ફાળે ઓછો ખર્ચ કરવાનું આવતું હતું. સેન્ટ્રલ હજ કમિટીની રચના પણ થઇ હતી. આ હજ કમિટી સવલતો આપવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ અમલીકરણના ધાંધીયા હોય છે. જાહેરાતો તો એવી થાય છે કે હાજીઓને મક્કા (હરમ શરીફ) પાસે રહેવાની સગવડ અપાશે, ડોકટર સાથે રહેશે વગેરે.. વગેરે આમ તો, સરકાર કેન્દ્રીય હજ કમિટી, હજ ડેલીગેશન પણ મોકલે છે. જે હજયાત્રીઓને નડતી મુશ્કેલીઓનું નિવારણ કરે છે પરંતુ મઘ્યમ અને ગરીબ વર્ગના હજયાત્રીઓ તો કહે છે કે અમે તો ડેલીગેશનના કોઇ સભ્યને મળ્યા નથી.ઇન્ટરનેટ પર હજયાત્રીઓને સબસીડીના મુદ્દે અનેક અભિપ્રાયો જોવા મળે છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે રૂ. ૬૦૦ કરોડ વપરાય છે ક્યાં?? હજ કમિટી અને ડેલીગેશન પર ઢગલાબંધ આક્ષેપો થઇ રહ્યા છે.
કહે છે કે આ ડેલીગેશનને જલસા હોય છે, તેમની ઓળખાણ સાઉદી અરેબિયાના સત્તાધીશો સાથે કરવામાં આવે છે. ઘણાં સભ્યો પ્લાનીંગ કરવાના બહાને લટાર મારી આવે છે. હજયાત્રાઓને સવલત આપતા દલાલો સામે પણ ફરિયાદ કરાઇ છે. મુસ્લિમ સમાજ હજયાત્રા અંગે અપાતી સવલતો અને ઉપયોગમાં આપતી સવલતો અંગે અનેક ફરીયાદો કરે છે.
આ મુદ્દે ઘણાં મુસ્લિમો આગળ વધતા નથી કેમકે તેઓ માફી આપવામાં માને છે. હજયાત્રા જેવી પવિત્રયાત્રા કરવી અને પછી તે અંગે ફરીયાદ કરવી હાજીઓને અયોગ્ય લાગે છે. તેમની આ ભાવનાનો લાભ ઉઠાવવામાં આવે છે.
ગયા વર્ષે ૧.૭૦ લાખ લોકો હજયાત્રાએ ગયા હતા અને અંદાજે ૬૫૦ કરોડ રૂપિયાની સબસીડી વપરાઇ હતી. કોર્ટે ૨૦-૩૦ સભ્યોના ડેલીગેશન પર કાપ મૂકીને તેમાં બે સભ્યો જ રહેવા દીધા છે. સરકાર વિવિધ ક્વોટા હેઠળ ૧૧ હજાર બેઠકો અનામત રાખી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ૧૯૯૪માં ૧૦.૫૧ કરોડ જેટલી સબસીડી વપરાઇ હતી જે ૨૦૧૧ સુધીમાં તો ૬૮૫ કરોડ પર પહોંચી ગઇ હતી.
એર ઇન્ડિયા પણ હજયાત્રીઓ માટેના ભાડા વધારી પોતાની આવકમાં સીધો વધારો કરતી હતી. ૨૦૧૧ના વર્ષમાં જીદાહ આવવા જવાનો વિમાન ખર્ચ રૂ. ૨૫ હજાર હતો જે હજયાત્રીઓ માટે રૂ. ૫૮,૮૦૦ રખાયો હતો!!
હવે જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે તરત જ બધાની દબાયેલી લાગણીઓ બહાર આવી હતી. કાલે હજ સબસીડી બંધ કરતા હો તો આજે કરો એવી પ્રબળ ભાવના બહાર આવવા પાછળનું મુખ્ય કારણ હાજીઓને સવલતોને બદલે મુશ્કેલીઓ વઘુ અપાતી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 

 

 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved