Last Update : 16-May-2012, Wednesday

 
આપણા નેતાઓના સીડી (ભઘ) પ્રકરણો

- હવે કોંગ્રેસના પ્રવક્તા મનુ સંિઘવીનું સીડી પ્રકરણ
- ૧૯૭૮માં થયેલા સુરેશરામના સેક્સ પ્રકરણથી માંડી ૧૯૯૬માં મુંબઈના ગોપીનાથ મુંડે, ૨૦૦૫માં અમદાવાદના આરએસએસના સંજય જોશી, ૨૦૦૯નું કોંગ્રેસના એન.ડી. તિવારીથી માંડી ૨૦૧૧નું મદેરાણા વગેરે સુધીના અનેક પ્રકરણો
- ગૃહપ્રધાન પી. ચિદમ્બરમનું પણ એક સીડી પ્રકરણ?

અશ્વ્લીલ સીડીના પ્રકરણોની યાદીમાં રાજકીય નેતાઓના નામો જોતાં ચોંકી જવાય છે. એ સીડી સાચી છે કે બનાવટી એ એક અલગ વાત છે પણ એ વ્યક્તિનો ભોગ તો એ સીડી લે જ છે. કેટલાક જેલમાં પણ છે. હમણાં જ રાજસ્થાનના કોંગ્રેસના પ્રધાન મહિપાલ મદેરાણા જેલમાં ગયા એ તાજો જ દાખલો છે. પરંતુ ઉત્તર પ્રદેશના એક પ્રધાન અમરમણિ ત્રિપાઠી તો દસેક વર્ષથી જેલમાં છે.
મઘુમિતા શુક્લા નામની કવિયત્રીની હત્યા કરવાના આરોપસર એ પ્રધાન જેલમાં ગયા છે. કવિયત્રી મઘુમિતા સગર્ભા થઈ ગઈ હતી અને પ્રધાનનું નામ જાહેર કરવાની ચેતવણી આપતી હતી એટલે છેવટે એની હત્યા કરવામાં આવી.
આ પ્રકરણો સીડીના નથી પણ હત્યાના છે પરંતુ સીડીના પ્રકરણો જોઈએ તો... છેક ૧૯૭૮નો એક બનાવ છે જ્યારે સીડી નહોતી પણ ટેપ હતી. એ પ્રકરણ છે વર્ષો સુધી કેન્દ્રમાં વિવિધ મંત્રાલયોનાં પ્રધાન રહેલા જગજીવનરામના પુત્ર અને અત્યારના લોકસભાના અઘ્યક્ષ છે એ મીરાંકુમારના ભાઈ સુરેશરામનું.
એ દિવસોમાં ‘સૂર્યા’ નામનું અંગ્રેજી માસિક આપણા સોનિયા ગાંધીના દેરાણી મેનકા ગાંધી કાઢતા હતા અને એમાં દિલ્હી યુનિવર્સિટીની સુષમા ચૌધરી નામની વિદ્યાર્થીની સાથેના ૪૮ વર્ષના આ સુરેશ રામના કઢંગી હાલતમાં ફોટો પ્રગટ થયેલા.
આ દેશના પહેલા દલિત વડાપ્રધાન બનવાની તક જગજીવનરામે એ ફોટાઓના કારણે ગુમાવવી પડેલી. જોકે સુરેશરામ પાછળથી સુષમાને પરણી ગયેલો.
૧૯૯૪માં જલગાંવમાં એક ઘણું મોટું સેક્સરેકેટ પકડાયેલું જેમાં કોંગ્રેસના બે નેતાઓની ધરપકડ થયેલી પણ પુરાવાના અભાવે તેઓ છૂટી ગયેલા. જલગાંવના એ નેતાઓ, બીજા વેપારીઓ, અમલદારો દ્વારા લગભગ ૫૦૦ યુવતિઓને સંડોવતું રેકેટ ચલાવાતું હતું જેમાં સ્કુલ અથવા કોલેજ જતી બાળાઓને જાળમાં ફસાવીને, એની ઉપર બળાત્કાર ગુજારીને એના ફોટા પાડવામાં આવતા હતા અને પછી એને બ્લેકમેઈલ કરીને એ છોકરીઓનું શોષણ કરવામાં આવતું.
મહારાષ્ટ્રમાં ૧૯૯૬-૯૭માં શિવસેના-ભાજપની યુતિ સરકાર હતી જેમાં ભાજપના નેતા ગોપીનાથ મુંડે ગૃહપ્રધાન હતા. તેઓ તમાશાની એક નર્તકીને મળવા પુણે જતા હતા એની ટેપ જાહેરમાં ફરતી થયેલી.
એમ છતાં મુંડેએ ત્યારે રાજીનામું નહીં આપેલું કે પેલો આક્ષેપ કરનાર ઉપર કશો કેસ નહીં કરેલો.
આમ તો, ગુજરાત ભાજપના મહામંત્રી પણ આરએસએસના પ્રચારક તથા સંઘે જ જેમને ભાજપના મહામંત્રી બનાવેલા એ સંજય જોષીના સ્ત્રીઓ સાથેના અશ્વ્લીલ ફોટાઓની સીડી આખા ભારતમાં ફરતી થયેલી એ ૨૦૦૫થી સીડી પ્રકરણ થવા લાગ્યા.
આ સીડીના કારણે સંજય જોષીએ સંઘે પાછા બોલાવી લીધેલા અને એ કારણે એમને ગુજરાત પણ છોડવું પડેલું.
આ વિષયમાં સૌથી વઘુ બદનામી અને ભોગ લેવાયો હોય તો એ છે એન.ડી. તિવારી. તેઓ વર્ષો સુધી કોંગ્રેસના સ્તંભ રહ્યા છે. કેન્દ્રમાં નાણાપ્રધાન સહિત વિવિધ પ્રધાનપદે રહેવા ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલના મુખ્યપ્રધાન રહેવા ઉપરાંત છેલ્લે આન્ધ્રના ગવર્નર હતા ત્યાં ૮૪ વર્ષના આ વૃઘ્ધને ત્રણ બાળાઓ સાથે કઢંગી સ્થિતિમાં પકડી પાડ્યા હતા જેના કારણે એમને તાત્કાલિક ગવર્નરપદ છોડવાની સોનિયા ગાંધીએ ફરજ પાડેલી. દરમ્યાનમાં તેઓથી થયેલો એક પુત્ર દાવો કરતો ઉભો થયો છે જેની તપાસ કોર્ટમાં ચાલે છે.
આ ઉપરાંત ઓરિસ્સાના માજી મુખ્યપ્રધાન જે.બી. પટનાયક પણ નાની બાળાઓ સાથે અશ્વ્લીલ વર્તન કરતા પકડાયેલા. બિહારના લાલુ યાદવના સાળા સાઘુ યાદવના કારણે બે બાળાઓને આપઘાત કરવો પડેલો. કેરળના પ્રધાન અને મુસ્લીમ લીગના નેતા પી.કે. કુન્હાલ્લુકુટ્ટી પણ નાની બાળાઓનું શોષણ કરવા ઉપરાંત પોતાના આઈસ્ક્રીમ પાર્લરમાં રેકેટ ચલાવતા પકડાયેલા.
આ યાદીમાં કોંગ્રેસના પ્રવક્તા તો ઠીક પણ કોંગ્રેસના સંકટમોચકનું પણ કામ કરનારા તેમજ સંસદની કાયદો અને લોકફરિયાદો અંગેની સ્થાયી સમિતિના પ્રમુખ અભિષેક મનુ સંિઘવીનું જોડાયું.
એક મહિલા વકીલ સાથે મનુ સંિઘવી કઢંગી સ્થિતિમાં છે એની એ સીડી છે. એ સીડી અંગે એમને અગાઉથી જાણ થઈ ગઈ હશે જેથી ટી.વી. પરના પ્રસારણ ઉપર એમણે પ્રતિબંધ મૂકાવી દીધેલો, છતાં એ સીડી બજારમાં છૂટથી ફરતી રહી છે. એ સીડી તૈયાર કરનાર એમનો જ ડ્રાઈવર છે... એ ડ્રાઈવર સાથે પણ એમને સમાધાન થઈ ગયું હોવા છતાં સીડી ફરતી થઈ ગઈ છે.
૧૨ મિનિટ અને ૪૦ સેકન્ડની આ સીડીમાં મનુ સંિઘવી અને એક મહિલા વકીલ સ્પષ્ટ દેખાય છે. અને વાતો કરતા સંભળાય છે. અભિષેક મનુ સંિઘવી એક મહિલા વકીલને જજ બનાવવાની લાલચ આપીને એ મહિલા સાથે કઢંગી સ્થિતિમાં હોવાનું દ્રશ્ય એ સીડીમાં જણાય છે. બન્ને અંગ્રેજીમાં વાતચીત કરતા સાંભળી શકાય છે. લગભગ સાડા ત્રણ મિનિટ સુધી એ વાતચીત ચાલતી રહે છે અને પછી અશ્વ્લીલ અવાજો સંભળાય છે.
વઘુ ખરાબ વાત તો એ છે કે... એ આખો કર્મકાંડ સુપ્રિમ કોર્ટમાં મનુ સંિઘવીને સરકારે ઓફિસ માટે જે ચેમ્બર આપી છે એમાં ચાલતો હોય છે!
આ સીડીના પ્રસારણ પર સુપ્રિમ કોર્ટે ભલે બંધી ફરમાવેલી તો પણ એ પછીના પંદર-વીસ દિવસ સુધી ફેસબુક અને યુ-ટયુબ પર અપલોડ અને ડીલીટ થતી રહી હતી. પરિણામે મનુ સંિઘવીની અશ્વ્લીલતાની પોલ કોઈનાથી છૂપી રહી નહીં.
સંિઘવી વિરૂદ્ધ ભાજપ કંઈ કરે કે કહે એ પહેલાં કોંગ્રેસમાં જ સંિઘવી વિરૂઘ્ધ ધમાલ મચી ગઈ હતી. પરિણામે સંિઘવી પાસેથી પ્રવક્તાપદ ખેંચી લેવામાં આવેલું. એ પછી બજેટ સત્રનો બીજો હિસ્સો શરૂ થાય એ પહેલાં સંસદની સ્થાયી સમિતિમાંથી સંિઘવીને રાજીનામુ આપી દેવા કહેવાયું. (ભાજપ નાટકબાજી કરતું હોય છે કે... પહેલાં કેસ થાય અને પછી કોર્ટમાં પુરવાર થાય - પછી વાત!)
આ બનાવના બે ત્રણ મુદ્દા વિચારણીય અને વિવાદસ્પદ છે. પહેલો મુદ્દો ડ્રાઈવર વિષે છે. આ સીડી માટે કહેવાય છે કે સંિઘવીના ડ્રાઈવરે એ તૈયાર કરેલી... તો એણે કોના ઈશારે એ તૈયાર કરાવી હશે? અને એ ડ્રાઈવરને સંિઘવીએ નોકરીમાં છૂટો કરેલો હતો. (૨) વળી એને કઈ રીતે ખબર પડી કે સંિઘવી અમુક સમયે, અમુક જણ સાથે, અમુક સ્થળે છે?
જોકે જે છે એ સાચું હકીકત છે એટલે સંિઘવીનો બચાવ થઈ શકે તેમ નથી.
હા, નૈતિકતાની દ્રષ્ટિએ સંિઘવીનું પગલું અનૈતિક છે. આપણા સમાજમાં એને તિરસ્કારની નજરે જોવાય છે.
બાકી કાયદાકીય રીતે સ્ત્રી-પુરૂષ વચ્ચેના આવા સંબંધો માન્ય રખાયા છે... બન્ને પુખ્ત વયના હોવા જોઈએ.
અભિષેક મનુ સંિઘવી રાજસ્થાનના છે અને દેશના સુપ્રિમ કોર્ટના પ્રથમ હરોળનાં વકીલ છે. કોર્ટમાં હાજર રહેવાની જ એમની ફી એક દિવસની ૫૦ લાખ રૂપિયા કરતાં વઘુ છે. તેઓ ભલે કોંગ્રેસી છે પણ એમના પિતા ચુસ્ત ભાજપી હતા અને ભાજપે એમને આપણા એલચી તરીકે વિદેશ મોકલેલા તથા સંસદમાં મોકલેલા.

ગુણવંત છો. શાહ

 

એવન્યુ

‘ટાઈટેનિક’ની કરુણ કથા વિશેના સવાલ-જવાબ (તમારી જાણકારી ચકાસો)
૧૦ એપ્રિલે પેલી કમભાગી ટાઈટેનીક સ્ટીમરની જળસમાધિના ૧૦૦ વર્ષ થયાના નિમિત્તે ઘણું સાહિત્ય પ્રગટ થયું અને હજી પણ ચાલુ છે.
એ અંગેના તમારા જ્ઞાનને ચકાસતા કેટલાક સવાલ-જવાબ જુઓ.
(૧) ટાઈટેનિક મહાજહાજ કયા બંદરેથી ઉપડેલું અને ક્યાં જવાનું હતું? (ઈંગ્લાંડના સાઉધમ્પ્ટનથી અમેરિકાના ન્યુયોર્ક)
(૨) એ ભવ્ય જહાજની માલિકી ધરાવનાર કંપનીનું નામ શું હતું? (વ્હાઈટ સ્ટાર લાઈન)
(૩) કેનેડાના કયા પ્રાન્તથી ૩૭૫ માઈલ દૂર સમુદ્રમાં એ બરફના પહાડ સાથે અથડાયેલું? (ન્યુફાઉન્ડલેન્ડ)
(૪) જહાજમાં ઉતારુઓ સિવાય બીજો કયો સામાન લઈ જવાનો હતો? (ટપાલ... જહાજનું નામજ રોયલ મેલ સર્વિસ હતું.)
(૫) બરફનો પહાડ (આઈસબર્ગ) એપ્રિલની ૧૪મીએ ૧૧.૪૦ વાગે જોયા પછી જહાજને તૂટતા અને ડૂબતા કેટલી વાર લાગેલી? (લગભગ ૧૬૦ મિનિટ)

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved