Last Update : 16-May-2012, Wednesday

 

એક મોકા તો દેદે મેરી જાન તુમ...ફીર ઉડાન દેખના

એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ

- વઘુ સીટો હોવાને કારણે એન્જિનિયરીંગ અને ફાર્મસીની સીટો ભરવા માટે કેટલાંક સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના ટ્રસ્ટીઓએઅત્યારથી જ સીટો સરભર કરવા માટે સ્કૂટી અને લેપટોપ આપવાની જાહેરાત તો કરી દીઘી છે સાથે કમીશન એજન્ટો પણ નીમી દીઘા છે.

ઘોરણ બાર સાયન્સનું રીઝલ્ટ જાહેર થઇ ગયું છે. ત્યારે કેટલાંક સ્ટુડન્ટ્‌સે પોતાના મનપસંદ ફીલ્ડમાં જવા માટે મહેનત હાથ ઘરી છે. પેરેન્ટ્‌સ સાથે સ્ટુડન્ટ્‌સ પણ વિવિઘ કોલેજોમાં જઇ પોતાના અભ્યાસ અંગેની માહીતી લઇ રહ્યા છે. ત્યારે એજ્યુકેશનને વ્યવસાય બનાવનાર કેટલીક કોલેજો દ્વારા પોતાની કોલેજની સીટ ભરાઇ જાય તે માટે વિવિઘ પ્રલોભનો આપવાની સ્કીમ પણ મૂકી દીઘી છે. કોલેજમાં એડમીશન લેતા સ્ટુડન્ટ્‌સને લેપટોપ આપવું, ટુ વ્હીલર આપવું કે પછી ટેબલેટ આપવું વગેરે જેવી ચીજવસ્તુઓનું લિસ્ટ તૈયાર કરવામાં ટ્રસ્ટી મંડળ કામે લાગી ગયું છે. વળી ભૂતકાળમાં પણ એક કોલેજ દ્વારા પોતાની કોલેજની સીટ સંપૂર્ણપણે ભરાઇ જાય તે માટે એડમીશન લેતાં સ્ટુડન્ટ્‌સને ટુ વ્હીલર આપવાનુ નક્કી કર્યું હતુ અને ટુ વ્હીલર પણ આપ્યું હતું. જો કે, કોલેજ દ્વારા આ ટુવ્હીલરની કંિમત પહેલેથી જ કોલેજ ફીમાં સમાવેશ કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એવી જાહેરાતો કરવામાં આવે છે કે એડમીશન લેનાર સ્ટુડન્ટ્‌સને ટુ વ્હીલર ફ્રીમાં આપ્યું છે.
આ અંગે પ્રવીણ પટેલ કહે છે કે, પોતાની કોલેજની સંપૂર્ણ સીટ ભરાઇ જાય તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા વારંવાર બેઠકો યોજવામાં આવે છે. સ્ટુડન્ટ્‌સને એડમીશન બાદ શુ ફ્રીમાં આપવું તેની પણ યાદી બનાવવામાં આવી રહી છે. કેટલીક કોલેજ દ્વારા એડમીશન લેનાર સ્ટુડન્ટ્‌સને એન્ડ્રોઇડ અને સ્માર્ટ ફોન, લેપટોપ, ટુ વ્હીલર, ટેબલેટ, આઇપોડ, આઇપેડ વગેરે જેવી ચીજવસ્તુઓ ફ્રીમાં આપવામાં આવશે એવી તૈયારી શરૂ કરી દીઘી છે. ઉપરાંત કોલેજમાં એક સ્ટુડન્ટ્‌સને એડમીશન અપાવનાર વચેટીયા અને દલાલોને પણ ટ્રસ્ટી મંડળ દ્વારા વીસ હજાર રૂપિયાની ઓફર પણ કરવામાં આવી છે. જ્યારે ફોરેન એજ્યુકેશનનું કામ કરતા એજન્ટો પણ હવે રાજ્યની કોલેજમાં એડમીશન મેળવવા માંગતા સ્ટુડન્ટ્‌સ તરફ વળ્યા છે. કેટલીક કોલેજમાં તો સર્વે પણ થઇ ગયા છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા સીટ પણ નક્કી કરી દેવામાં આવી છે. વળી કેટલી સીટ ભરવી અને પર્સેન્ટાઇલ પણ નકકી કરી દેવામાં આવે છે. અગાઉ બેંગલોર અને મહારાષ્ટ્ર માટે અમદાવાદ સ્થિત કેટલાંક એજ્યુકેશનના દલાલોની મદદ લઈને રીતસરના સોદાઓ પાડવામાં આવતા જેમાં ગુજરાતના છોકરાઓનું ભારે શોષણ થતું હતું. બેંગલોરના દેવણાહલ્લી શહેરમાં તો રીતસરના ગુજરાતી વિદ્યાર્થીઓનું એટલી હદે શોષણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ કોલેજ છોડીને ગુજરાત નાસી આવ્યા હતા. આજે ગુજરાતમાં પૂરતી સીટો છે. વિદ્યાર્થીઓ કરતા પણ વઘુ સીટો છે. તો સામે શોષણનો પ્રકાર બદલાયો છે. વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરવાની અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે. મેડિકલ, ડેન્ટલ અને એન્જિનિયરીંગની કેટલીક વિદ્યાશાખાઓના ભાવ પત્રક શાકભાજીના બજારની જેમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના છોકરાઓ ગુજરાતમાં જ પૈસા આપીને ભરપૂર લૂંટાય તે માટેના તખ્તા તૈયાર છે. સીટોની સાથે સાથે હોસ્ટેલ, પીજી, ટ્યુશન ફી જેવી તમામ વ્યવસ્થાઓને ઘ્યાનમાં રાખીને એડમિશનની પ્રક્રિયા નહીં પણ તખ્તા ગોઠવાઈ ગયા છે. ગઈસાલ સ્કૂટી અને લેપટોપ આપવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે એડમિશનની સાથે હાઈટેક એટીટ્યુડ બતાવવા માટે ટેબલેટ આપવા માટે ટ્રસ્ટીઓ કમર કસી રહ્યા છે.જો કે ઓવર ઓલ પરિણામ જોઈને આજના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે દરેક તબક્કે તે ફૂંકી ફૂંકીને બાર્ગેઈનીંગ કરે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved