Last Update : 16-May-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

અનાજ સ્ટોરેજના ધાંધીયા
નવી દિલ્હી, તા.૧૫
યુપીએ સરકાર બે મોરચે કમનસીબીનો સામનો કરી રહી છે. એક તરફ ફુગાવો બે આંકડા પર પહોંચ્યો છે જ્યારે બીજી તરફ સરકાર પાસે સ્ટોરેજ ફેસીલીટીના સવલતના ધાંધીયા છે. નિષ્ણાતો માને છે કે સ્ટોરેજ ફેસીલીટી ઉભી કરીને સરકાર અન્ન ફુગાવો ઘટાડી શકે છે. પરંતુ અકળાવે એવા સમાચાર એ છે કે જુન પછીના સમયમાં ૧૨ મીલીયન ટન જેટલા અનાજ માટે કોઈ સ્ટોરેજ કેપેસીટી નહીં હોય!! નાણા પ્રધાન પ્રણવ મુકરજીએ સ્ટોરેજ કેપેસીટીની અછત અંગે રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી છે. જો કે રાજ્ય સરકારો કહે છે કે સ્ટોરેજ ઉભા કરવા માટેની કોઈ સવલતો અમારી પાસે નથી.
પ્રણવ માટે ટેકો મેળવાશે
પ્રણવ મુખરજીની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી ટેકો આપશે કે પોતાના પ્લાનમાં આગળ વધવું તે અંગે કોંગ્રેસ હજુ દ્વિધામાં છે. કોંગ્રેસમાં વ્યૂહ રચના બનાવનારાઓ મમતાને બાજુમાં રાખીને જુવે તો અન્ય કોઈ નેતા પ્રણવનો વિરોધ કરે એમ નથી. આ નેતાઓ માને છે કે તેમને બીજેડી, ડીએમકે અને અન્ના ડીએમકેનો ટેકો મળી રહેશે. ઓડીસાના મુખ્ય પ્રધાન અને બીજેડીના નેતા નવીન પટનાયક તાજેતરમાં દિલ્હી આવ્યા ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે હમીદ અંસારીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ નેતાઓના ઉત્સાહમાં વધારો એટલા માટે થયો છે કે ડાબેરી પક્ષોએ 'દાદા'ને ઔપચારિક ટેકો આપ્યો છે.
યેદીયુરપ્પા એનસીપીમાં જશે?!
હું પક્ષમાંથી તાત્કાલીક રાજીનામું નહી આપું એમ કહીને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ ભાજપને મોટી રાહત કરી આપી છે તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ યેદીયુરપ્પા હવે શું કરશે તે પર સૌની નજર છે. તેમણે સોનિયા ગાંધીના વખાણ કર્યા છે. જોકે કોંગ્રેસમાં જોડાવાના તેમના કોઈ ચાન્સ નથી પરંતુ અંદર ખાને એવી વાત ચાલી રહી છે કે તે શરદ પવારના એનસીપીમાં જોડાઈ શકે છે. તે એનસીપીના નેતાઓના સંપર્કમાં છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે બી.એસ. યેદુઆરપ્પા જે લીંગાયત કોમ્યુનીટીના છે તેમની સાથે શરદ પવાર સંબંધો વધારી રહ્યા છે. આ સૂત્રો જણાવે છે કે પવારની નજર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પર છે.
મહત્વનાં બિલો અટવાયા
બજેટ સત્રને માત્ર સાત દિવસ બાકી છે. સત્રનો સમય લંબાવાશે એવી કોઈ શક્યતાને સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે ફગાવી દીધી છે. પરંતુ આંબેડકરના કાર્ટૂન અને એરટેલ-મેક્સીસ સોદાના વિવાદે ઘણાં મહત્વના બીલો સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. ઈનશ્યોરન્સ બીલ GOMને મોકલાયું છે. લોકપાલ બીલ અંગે પણ અનિશ્ચિત સ્થિતિ છે. જ્યુડીશ્યલ એકાઉન્ટીબીલીટી સામે પણ રાજ્યસભામાં વિરોધ થયો હતો.
મોબાઈલ લર્નીંગમાં ગુજરાત મોખરે
ગુજરાતમાં ધ્રાંગધ્રા અને હળવદ ક્ષેત્રની ૧૫૦ જેટલી સ્કુલો અને આંગણ વાડીઓને મોબાઈલ પર લર્નીંગ પ્રોગ્રામ આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારની સવલત અહીં અપાઈ છે. મેટલાઈફ ફાઉન્ડેશન અને ગલી-ગલી સીમ સીમ ફેઈમ એનજીઓ સૅસમે વર્કશોપ ઓફ ઈન્ડિયાએ સંયુક્ત રીતે પ્રોગ્રામ શરૃ કર્યો છે. મેટલાઈફ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડેનીસ વ્હાઈટે જણાવ્યું હતું કે વંચિત કોમ્યુનિટી માટે મહત્વની પુરવાર થશે.
ટ્રકોના ચક્કાજામ
ડિઝલના ભાવોમાં વધારો, થર્ડ પાર્ટી પ્રીમીયમમાં વધારો, પેનલ્ટીમાં મોટો વધારો જેવા પ્રશ્નોના કારણે ઓલ ઈન્ડિયા મોટર કોંગ્રેસે દેશભરમાં અચોક્કસ મુદત માટે ચક્કાજામની ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમે ઘણાં સમયથી સરકારને રજૂઆત કરીએ છીએ પણ કોઈ પરિણામ આવતું નથી. ચક્કાજામ અંગેનો નિર્ણય ૧૭મેના રોજ તાશકંદ (ઉઝબેકીસ્તાન) ખાતે મળનારી બેઠકમાં લેવાશે એમ એઆઈએમટીસીના પ્રમુખ બાલ મલકીઅતસિંહે જણાવ્યું હતું.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved