Last Update : 16-May-2012, Wednesday

 
 

ભૂતપૂર્વ ક્રિકટરો અને ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી અને રોષ
ક્રિકેટને કલંકિત કરનારા ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝ સામે કડક પગલા લેવા જોઇએ

આઇપીએલને લીધે યુવા ખેલાડીઓનું ધ્યાન ક્રિકેટ કરતાં કમાણી પર વધુ હોય છે

બિન્ધાસ્તપણે બ્લેકમની માંગતા ખેલાડીઓને લીધે રમતની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છ

 

નવી દિલ્હી,તા.૧૫
ભારતીય ક્રિકેટ બોર્ડની હાઇપ્રોફાઇલ ક્રિકેટ લીગ - આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનો અને ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને બેફામ બ્લેકમની આપતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયાં બાદ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોમાં ભારે રોષ સાથે નારાજગી પ્રવર્તી રહી છે.મોટાભાગના ક્રિકેટ ચાહકો ઇચ્છી રહ્યા છે કે દોષી ક્રિકેટરોની સાથે સાથે ખેલાડીઓને જંગી રકમની બ્લેકમની ચુકવતી ફ્રેન્ચાઇઝ સામે પણ આકરા પગલા ભરવા જોઇએ, જેથી કરીને ભારતીય ક્રિકેટ પરનું કલંક દૂર થાય.
એક ન્યૂઝ ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં આઇપીએલમાં જુદી-જુદી ફ્રેન્ચાઇઝ તરફથી રમતાં ચાર ખેલાડીઓ તેમજ એક ડોમેસ્ટીક ક્રિકેટરની ફિક્સિંગ અંગેની કબૂલાતને કારણે ભારતીય ક્રિકેટ જગત સ્તબ્ધ થઇ ગયું હતુ. દરમિયાનમા આઇપીએલના કમિશનર રાજીવ શુક્લાએ કહ્યુંહ તુકે, અમે દોષી ખેલાડીઓને કડકમાં કડક સજા કરીશું. ક્રિકેટની પ્રતિષ્ઠા સાથે ચેડાં કરવાનો પ્રયત્ન કરનારાઓને ઉદાહરણરૃ પ સજા ફટકારીશું.
આઇપીએલની ગવર્નિંગ કમિટીની બેઠકમાં સ્ટીંગ ઓપરેશનમાં ફિક્સિંગ અંગેની કબૂલાત કરતાં પાંચ ખેલાડીઓ પર તો હાલ પુરતો ૧૫ દિવસનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જો કે બ્લેકમનીના દાવા અંગે ફ્રેન્ચાઇઝીઓ સામે કોઇ પગલા ભરવાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. વધુમાં આંતરરાષ્ટ્રીય ક્રિેકટ ન રમેલા ખેલાડીઓ જે પ્રકારે બિન્ધાસપણે છુપા કેમેરા સામે બ્લેકમનીની માગણી કરતાં જોવા મળે છે તે ચિંતા જન્માવે તેવું છે.
ક્રિકેટરો પોતાના દેખાવને બદલે આઇપીએલમાંથી કાયદેસર રીતે તેમજ ગેરકાયદે કેવી રીતે જંગી નાણાં બનાવી શકાય તેની ચિંતામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મોટાભાગના બોલરો સ્હેજ પર ડર વિના નો-બોલ, બાઉન્સર કે પછી વાઇડ બોલ નાંખવા બદલ જંગી રકમની માંગણી કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ હવે પરિવર્તનના સમય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડોમેસ્ટીક ક્રિેકેટરોની કોઇ પણ ભોગે નાણાં કમાવાની લાલસા ચેતવણીના એલાર્મ સમાન છે. ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ બે દિવસ પહેલા જ પોતાનું એન્ટી કરપ્શન બ્યૂરો શરૃ કરવાની જાહેરાત કરી હતી, જે પછી આ સ્ટીંગ ઓપરેશન પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ કિર્તી આઝાદે આ મામલો સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને આ અંગે તપાસ કરાવવાની માગણી કરી હતી. આઝાદે કહ્યું કે, ક્રિકેટરમાં રાજકારણીઓના પ્રવેશ બાદ પરિસ્થિતી વધુ કથળી છે અને બ્લેકમનીની બોલબાલા પણ વધી છે.
ભારતના અન્ય એક ભૂતપૂર્વ ખેલાડી ચંદુ બોરડેએ પણ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ અને બ્લેકમની અંગેના સ્ટીંગ ઓપરેશન બાદ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, આનાથી ક્રિકેટની પ્રતિષ્ઠા ખરડાઇ છે. આવા ખેલાડીઓ સામે આકરા પગલાં લેવા જોઇએ.
આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ અંગેનો ચોંકાવનારો ખુલાસો થતાં ક્રિકેટ પ્રેમીઓમાં પણ નારાજગી સાથે આઘાતની લાગણી જોવા મળી રહી છે. મોટાભાગના ચાહકો માને છે કે જે પ્રકારે ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગ માટેની તૈયારી બતાવી રહ્યા છે અને બ્લેક મની માંગી રહ્યા છે તે જોતા લાગે છેકે આઇપીએલમાં પરદા પાછળ બધુ સહજ છે. જેના કારણે સાવ ઓછા જાણીતા હોવા છતાં પણ ખેલાડીઓએ આ ્પ્રકારની હિંમત કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved