Last Update : 16-May-2012, Wednesday

 

યુ.પી.માં મહિલાઓની આબરૃના લીરા ઊડે છે ઃ કિશોરીઓ પર બળાત્કાર

પોલીસ આરોપીઓને પકડવાનું મૂકીને શિકાર બનેલી સ્ત્રીઓને જેલમાં પૂરે છે

બલિયા,મેરઠ, તા.૧૫
ઉત્તરપ્રદેશમાં સ્ત્રીઓ પરના અત્યાચારની ઘટનાઓનો આલેખ અચાનક આકાશ આંબી રહ્યો છે. ગેંગરેપ અને બળાત્કારની ઘટનાઓએ માનવતાને હચમચાવી મૂકી છે. શરીરભૂખ્યા વરૃઓ એક બાજુ મહિલાઓની ઇજ્જતને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશની પોલીસ આ અત્યાચારીઓને પકડવાનું મૂકીને પીડીતો પર રૃઆબ છાટી રહી છે.
પહેલો કિસ્સો બલિયા જિલ્લાનો છે આ જિલ્લાના ગાયઘાટ નામનાં સ્થળે ગન્હેગારોએ એક વિદ્યાર્થીનીનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કર્યો. બીજી ઘટના મેરઠની છે. જ્યાં એક દલિત કિશોરીને હવસની શિકાર બનાવાઇ હતી. આશ્ચર્ય એ વાતનું છે કે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી કીશોરીને જેલનાં સળિયા પાછળ, ધકેલી દીધી.
બલિયા જિલ્લાનાં ગાયઘાટમાં રવિવારે રાત્રે બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાથિનીનું અપહરણ કરીને એની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એથી બેભાન થઇ ગયેલી વિદ્યાર્થીનીને રાત્રે બેના સુમારે કેટલાક યુવકોએ દુર્ઘટનામાં ઘાયલ થઇ હોવાનું જણાવીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી. વિદ્યાર્થીનીના માથા પર ઘાના ઊંડા નિશાન છે. દુઃખી ફરિયાદ પરથી હલ્દી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે. બીજી બાજુ, યુવતી સાથે ગેંગરેપ થયો હોવાના ઘટનાના સમર્થન માટે તબીબી ચકાસણી કરાવાઇ રહી છે.
બી.એ.ની એ વિદ્યાર્થિની રવિવારની સાંજે હાજતે જવા ઘરથી નીકળી હતી. એ વખતે પ્રબોધપુર ગામના ત્રણ યુવકોએ એનું અપહરણ કરી લીધું હતું. કન્યાના પિતાએ રાત્રે જ બનાવની જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસ અને સ્વજનો આખી રાત યુવતીને શોધતા રહ્યા, પરંતુ સફળ થયા નહિં.
પેલી તરફ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં દાખલ કરીને યુવકો ભાગી ગયા એ પછી સોમવારની સવારે હોસ્પિટલના કર્મચારીઓએ એ માહિતી હલ્દી પોલીસને હતી. એ પછી વિદ્યાર્થિનીના સ્વજનો હોસ્પિટલમાં પહોંચ્યાં હતા. બળાત્કારી યુવકોએ છોકરીનું નામ અને સરનામું ખોટા લખાવ્યા હતા. માત્ર પોલીસમથક જ સાચું હતું.
અન્ય બનાવ મેરઠ જિલ્લાના હસ્તિનાપુરની છે. જયાં એક દલિત કિશોરીનું અપહરણ કરીને એની પર બળાત્કાર કરાયો હતો. કિશોરીના સ્વજનોએ કહ્યું કે ગઇ તા.૭મેએ કિશોરીનું અપહરણ થયું હતું. એ પછી એ સિવિલ લાઇન પોલીસમથખના વિસ્તારમાંથી મળી આવી હતી.
પિતાએ અપહરણમાં સંડોવાયેલા ચાર આરોપીના નામ આપ્યા હતા, પરંતુ પોલીસ રાજકારણમાં ફસાઇને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરતી રહી. કિશોરીને પહેલાં હસ્તિનાપુર પોલીસમથક અને એ પછી મહિલા પોલીસમથકે મોકલી અપાઇ. કિશોરી ત્યારથી મહિલા પોલીસમથકે કેદ છે.
સ્થાનિક નેતાઓએ એસપી દેહાત સમક્ષ પોલીસ અધિકારીઓ પર દલિત કિશોરીના મામલે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કર્યો હતો. મામલો ગરમ થતો જોઇને હસ્તિનાપુર પોલીસ મોડી રાત્રે કિશોરીને એના સ્વજનોને સોંપવા માટે મહિલા પોલીસ મથકે પહોંચી પરંતુ સ્વજનોએ એને એ રીતે સ્વીકારવાનો ઇન્કાર કર્યો.
પોલીસે આ અંગે કહ્યું કે તબીબી પરીક્ષણમાં બળાત્કાર થયો હોવાનું જણાવ્યું છે. મુખ્ય આરોપી ગિરફતાર થઇ ગયો છે. કિશોરીને અકારણ મહિલા પોલીસ મથકે રાખવાનું કારણ મહિલા તબીબી ઉપલબ્ધ નહિ હોવાનું જણાવાયું છે. જો કિશોરીની ઇચ્છા હશે તો એનાં કલમ ૧૬૪ અનુસાર નિવેદન લેવાશે બધા આરોપીઓને ઝડપી લેવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved