Last Update : 16-May-2012, Wednesday

 

પાઇલોટોની ફરિયાદો વિના શરતે સાંભળવા સરકાર તૈયાર
એર ઈન્ડિયાના 'બીમાર' પાઈલોટો નિવાસસ્થાને ન મળ્યા ઃ ફોન બંધ

કંપનીએ ડૉકટરોને મોકલી તપાસ કરાવતાં હડતાળીયા પાઈલોટોનું રહસ્ય ખુલ્યું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
એર ઈન્ડિયા અને પાઈલોટો વચ્ચે પડેલી મડાગાંઠ કોઇ રીતે ઉકેલી શકાઇ નથી. પાઈલોટો 'માંદગી'ના બહાના હેઠળ ઘરે રહેતા હોઇને કંપનીએ તેમને ખુલ્લા પાડવા નવો જ રસ્તો અપનાવ્યો હતો. કંપનીએ ડૉકરોને તેમની 'સારવાર' માટે મોકલતા તેઓ ઘરેથી મળ્યા ન હતા. જ્યારે તેમનો ફોન પર સંપર્ક થઇ શકતો નથી. તેમ કંપનીએ તૈયાર કરેલી મેડીકલ સમરીમાં જાણવા મળ્યું છે. દરમ્યાન પાઈલોટો તરફ નરમ વલણ લેતા સરકારે પાઈલોટોની મુશ્કેલીઓને બીનશરતે સાંભળવા તૈયારી દર્શાવી છે. દેવાળીયાની સ્થિતિમાં પહોંચેલી આ કંપનીને હડતાળથી ૧૫૦ કરોડ કરતા વધુ ખોટ ગયાનું માનવામાં આવે છે.કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અજીતસિંહે લોકસભામાં હડતાળ સંબંધી ચર્ચાનો જવાબ આપણા જણાવ્યું હતું કે તમારી સમસ્યાનો જવાબ હડતાળ નથી. તમારી તમામ સમસ્યાને બિનશરતી સાંભળવામાં આવશે. તમે બિનશરતે વાટાઘાટો માટે આવો અને કામ પર ચઢી જાઓ તેમ તેમણે જાહેર અપીલ કરી હતી.
આ સમરીમાં જણાવાયું છે કે આ પ્રકારની તબીયત બરાબર ન હોવાની અથવા ઝાડા-ઉલ્ટી કે પીઠના દર્દની ફરીયાદ કરનારા પાઈલોટસને ફાઇવ સ્ટાર હોટલમાં મૂકાયા હતા. તેમની ડોકટરોએ તપાસ કરતા તેઓ ફીટ જણાયા હતા. આ પ્રકારે કોકપીટ ક્રુ (પાઈલોટો) અંગેની સમરી મળ્યા બાદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય તરફથી ઉગ્ર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. અજિતસિંહે જણાવ્યું હતું કે ખરેખર એ બાબત 'શોકજનક' (સેડ) છે કે પાઈલોટ માંદગીના બહાના હેઠળ કામથી દૂર રહે છે. 'ડાયરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન (ડી.ડી.સી.એ.) તેમની સામે પગલા લેવા જોઇએ.''
અજીતસિંહે ઉમેર્યું હતું કે તમે અને હું સૌ પ્રથમ દિવસથી જાણીએ છીએ કે વાસ્તવિકતા શું છે. આપણે સચ્ચાઇ જાણવા માટે આ અહેવાલની જરૃર નથી. હકીકતમાં ઈન્ડિયન પાઈલોટસ ગીલ્ડ (આઈ.પી.જી.)ના વડા જાહેરમાં બોલી રહ્યા છે 'કલ ઔર સીક જાયેંગે' તેના પરથી સાબિત થાય છે કે પાઈલોટ દ્વારા કરવામાં આવતો બિમારીનો દાવો ખોટો છે.
મેડીકલ સમરી અનુસાર દિલ્હીસ્થિત ૫૩ પાઈલોટ પૈકી ૪૮ પાઈલોટ તેમના નિવાસ સ્થાને મળ્યા ન હતા અને તેમનો ફોન પર સંપર્ક શક્ય બન્યો ન હતો. જ્યારે બહાર રહેતા પાઈલોટોને 'હોટલ હયાત'માં રહેવાની વ્યવસ્થા અપાયેલી છે. આવા ૧૮ બિમારીની ફરીયાદવાળા પાઈલોટો પૈકી નવને કોઇ તકલીફ જણાઇ ન હતી.
દરમ્યાન એર ઈન્ડિયાના અન્ય કર્મચારી યુનિયનોએ વડાપ્રધાનને દરમ્યાનગીરી કરીને 'પરીવારના વડીલ' તરીકે મામલાનો અંત લાવવા જણાવ્યું છે. એર ઈન્ડિયા સર્વિસ એન્જીનીયર્સ એસોસીએશન, એર ઈન્ડીયા એર ક્રાફ્ટ એન્જીનીયર્સ એસોસીએશન, એ.આઇ. ઓફીસર્સ એસોસીએશન એ.આઈ. કેબીન ક્રુ. એસોસીએશન અને એર કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયને વડાપ્રધાનને સંયુક્ત પત્ર લખી 'પરીવારના મોભી' તરીકે મામલાનો ઉકેલ લાવવા વિનંતી કરી છે. આ યુનિયને મર્જરને આ ગુંચવાડા માટે જવાબદાર ઠરાવ્યું છે.
પાઈલોટોની હડતાળના કારણે આજે દિલ્હી અને મુંબઇથી નેવાર્ક, રીયાધ, ઓસાકા, ફેકફર્ટ, લંડન, પેરીસ અને જીદ્દા જતી ૧૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દિસ્હીથી ન્યુયોર્ક અને ટોરોન્ટોની ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. આજે રાત્રે વધુ ફ્લાઇટ રવાના કરી શકાશે તેમ માનવામાં આવે છે. તેમ એર ઈન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું.
દરમ્યાન ભાજપ, શિવસેનાએ પાઇલોટોની હડતાળનો યોગ્ય નિવેડો ન લાવવા મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved