Last Update : 16-May-2012, Wednesday

 
અદાણીએ ફરીથી ઉદ્યોગો,રિક્ષાના CNGના ભાવ વધાર્યા

રિક્ષા માટેના CNGના દરમાં કિલોએ રૃા. ૨.૮૦ વધાર્યા PNGના દરમાં ક્યૂબિક મીટરે રૃા. ૩નો વધારો કર્યો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૧૫
વિદેશી હૂંડિયામણના બજારમાં ભારતીય રૃપિયો નબળો પડી જતાં સીએનજી મોંઘો પડતો હોવાનું જણાવીને અદાણી ગેસ લિમિટેડ પંદરમી મેની મધરાતથી રિક્ષા માટેના સીએનજીના ભાવમાં કિલોદીઠ રૃા. ૨.૮૦નો કરાયો છે. તેમાં ૧૪.૪૨ ટકા એક્સાઈઝ અને ૧૫ ટકા વેટનો ઉમેરો કરીને નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉદ્યોગો માટેના પીએનજીમાં ક્યૂબિક મીટરદીઠ રૃા. ૩ વધારીને રૃા. ૩૭.૨૫ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગો માટેના પીએનજી પર વેટનું વધારાનું ૧૫ ટકાનું ભારણ આવે છે.
અદાણી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાથી અમદાવાદના અંદાજે ૧ લાખ જેટલી રિક્ષાના ચાલકો ગિન્નાયા છે. તેમણે આ ભાવ વધારાને કારણે તેમની રિક્ષાના ભાડામાં વધારો કરી આપવાની માગણી ટ્રાન્સપોર્ટ કમિશનર જે.પી. ગુપ્તા સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ઓટો રિક્ષા ચાલક ન્યાય સમિતિના રાજુ સિરકેનું કહેવું છે કે અમે ૩૦મી એપ્રિલે હડતાલ પાડી હતી. આ હડતાલ પાછી ખેંચી લેવા માટે અમને સરકારે ૨૮મી એપ્રિલે જ ફોન કર્યો હતો. ત્યારે તેમણે અમને રનિંગ કિલોમીટરે ૫૦ પૈસાનો વધારો કરી આપ્યો હતો. મિનિમમ ભાડામાં કોઈ જ વધારો કરી આપ્યો નહોતો. જોકે તે વખતે તેમણે કહ્યું હતું કે હવે પછી સીએનજીના ભાવમાં વધારો થશે ત્યારે રિક્ષાનું મિનિમમ ભાડુ અત્યારે ૧૧ રૃપિયા છે તે વધારીને રૃા. ૧૩ કરી આપવામાં આવશે. તેમના આ વચન પ્રમાણે અમે મિનિમમ ભાડુ રૃા. ૧૩ કરી આપવાની માગણી કરીશું.
તેમણે કહ્યું હતું કે પહેલી એપ્રિલે સીએનજીના ભાવમાં કિલોગ્રામે રૃા. ૪.૭૦ના કરવામાં આવેલા વધારા પછી રિક્ષા ચાલકોએ હડતાલ પાડી ત્યારે ૨૭ દિવસ સુધી તેમનો ભાડા વધારો મંજૂર કરવામાં ન આવતા રિક્ષાચાલકોને રોજના રૃા. ૨૦નું નુકસાન સહન કરવું પડયું હતું. સતત ૨૭ દિવસ સુધી તેમની માગણી પર ધ્યાન ન રાખવામાં આવતા તેમને રૃા. ૫.૪૦ કરોડનું નુકસાન થયું હતું. આ વખતે તેઓ આ પ્રકારનો કોઈ જ વિલંબ ચલાવી લેવા માગતા ન હોવાનું રિક્ષાચાલક યુનિયનના હોદ્દેદારોનું કહેવું છે.
બીજી તરફ પીએનજી - પાઈપ્ડ નેચરલ ગેસના ભાવ રૃા. ૩ના વધારા સાથે ક્યૂબિક મીટરદીઠ રૃા. ૩૪.૨૫થી૩૭.૨૫ કરી દેવામાં આવ્યા તેથી ઉદ્યોગોની નારાજગીમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાને પરિણામે સિરામિક્સ, સ્ટીલ રોલિંગ મિલ્સ, બિસ્કિટ ઉદ્યોગ અને કેમિકલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતા પર અવળી અસર પડી રહી છે. આ સ્થિતિને ઉદ્યોગો નભાવી લેવા માગતા નથી. ગુજરાત સરકારને તેના પર લેવામાં આવતા વેટના દર ઘટાડીને ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા તૂટી જતી અટકાવવા માટે પગલં લેવાની વિનંતી કરી શકાય છે. ગુજરાત સરકાર તેનો પરનો વેટ ઓછો કરે તે ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા જળવાઈ રહેશે.

CNGના ભાવમાં સરેરાશ દર બે મહિને વધારો કરાયો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૧૫
ફેબુ્રઆરી ૨૦૧૧થી અત્યાર સુધીમાં સીએનજીના દરમાં દર બે મહિને ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ૧૮મી ફેબુ્રઆરી ૨૦૧૧થી અત્યાર સુધીમાં તેના ભાવમાં અંદાજે ૫૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો આક્રમક મૂડમાં આવી ગયા છે. તેઓ ભાવ વધારા માટે સરકાર પર દબાણ લાવવાનું આયોજન કરી રહ્યા છે. સીએનજી પહેલીવાર ૨૦૦૪માં લાવવામાં આવ્યો ત્યારથી આજ સુધીમાં અંદાજે૨૯ વખત સીએનજીના દર વધારવામાં આવ્યા છે.

તારીખ

જૂના ભાવ

 વધારેલા ભાવ

૧૮-૦૨-૧૧

 ૩૪.૪૫

૩૬.૧૦

૦૧-૦૩-૧૧

૩૬.૧૦

૩૬.૬૫

૦૨-૦૪-૧૧

૩૬.૫૫

૩૭.૧૬

૧૬-૦૫-૧૧

૩૭.૧૬

૩૮.૦૦

૨૭-૦૬-૧૧

૩૮.૦૦

૪૦.૫૦

૧૬-૧૧-૧૧

૪૦.૫૦

૪૫.૫૦

૦૧--૪-૧૨

૪૫.૫૦

૫૦.૨૦

૧૫-૦૫-૧૨

૫૦.૨૦

૫૩.૦૦

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved