Last Update : 16-May-2012, Wednesday

 

કેસને નબળો બનાવી દેવાયો છે ઃ જયલલિતા
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના મુખ્ય આરોપી રાજાને શરતી જામીન

પૂર્વ મંજૂરી સિવાય તમિલનાડુ કે ટેલિકોમ વિભાગમાં જઈ શકશે નહીં ઃ ડીએમકેમાં ઉજવણી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
રૃા. ૩૦,૦૦૦ કરોડના ૨-જી સ્પેકટ્રમ કૌભાંડના મુખ્ય આરોપી એ. રાજાને આજે કોર્ટે જામીન આપ્યા છે. પરંતુ આ જમીન સાથે કેટલીક શરતો પણ મૂકી છે.
૪૯ વર્ષના આ પૂર્વ ટેલીકોમ પ્રધાન, અને સાંસદને જામીન આપતાં દિલ્હીની ૨-જી સ્પેશ્યલ કોર્ટે, સીબીઆઈની તે આશંકાઓનો અસ્વીકાર કર્યો હતો કે, તેઓ જામીન ઉપર છુટયા પછી પુરાવાઓ સાથે છેડ-છાડ કરશે. આ સાથે કોર્ટે તેમ પણ કહ્યું હતું કે, તેઓને, હવે વધુ સમય સુધી અટકાયતમાં રાખવાથી કોઇ હેતુ સરી શકશે નહીં. કારણ કે, તેમની સાથેના ૧૩ સહઆરોપીઓ તો, અત્યારે જેલની બહાર જ છે.
સ્પેશ્યલ સીબીઆઈ જજ, ઑ.પી. સૈનીએ રાજાની, ૮ દિવસ પૂર્વે રજૂ કરાયેલી જામીન અરજીને સ્વીકારતાં તેવી પણ શરત રજૂ કરી હતી કે, આરોપીએ (રાજાએ) તેમનાં વતનનાં રાજ્ય તમિલનાડુની, કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય મુલાકાત લેવી નહીં, સાથે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની ઓફીસે નહીં જ જવા પણ તાકીદ કરી હતી. (તેઓ એક સમયે આ વિભાગના પ્રધાન હતા.)
કોર્ટે રાજાને રૃા. ૨૦ લાખનું અંગત બોન્ડ રજૂ કરવા તથા તેટલી જ રકમના બે અન્ય જામીનો આપવા પણ હુકમ કર્યો હતો. રાજાના જામીન તરીકે બે સાંસદો તુર્ત જ આગળ આવતાં કોર્ટે આખરે જામીન અરજી સ્વીકારી હતી.
આ જામીન અરજીની સુનાવણી સમયે, ડીએમકેના સાંસદ રાજા પોતે કોર્ટમાં હાજર હતા, તેમણે કાળું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યાં હતાં.
આ જામીન માટેનો હુકમ સાંભળી કોર્ટમાં હાજર રહેલાં રાજાનાં પત્ની એમ.એ. પરમેશ્વરી દેખીતી રીતે જ, આનંદવિભોર બની ગયાં હતાં, પરંતુ, તેઓએ તેમ પણ કહ્યું હતું કે, આ જામીન કૈં ઉત્સવનો પ્રસંગ નથી.
આ હુકમ સમયે રાજાના અનેક ટેકેદારો કોર્ટમાં અને કોર્ટ બહાર પણ ઉપસ્થિત હતા. કોર્ટ-રૃમમાંથી રાજા બહાર આવ્યા કે તુર્ત જ તેઓએ તેમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. તો બીજા કેટલાયે ટેકેદારોએ કોર્ટની બહાર ફટાકડા ફોડયા હતા અને મીઠાઈઓ વહેંચી હતી. જ્યારે રાજાએ તેઓ પ્રત્યે ''ફ્લાઈંગ-કીસ'' ''ફેંકી'' હતી અને ''વી ફોર વિકટરી''ની બે આંગળીની નિશાની દર્શાવી હતી. જ્યારે ટેકેદારોએ ''રાજા અમર રહો''ના નારા પણ લગાવ્યા હતા.
આ સમયે, રાજા સાથેના, કનીમોઝી સિવાયના તમામ સહઆરોપીઓ કોર્ટરૃમમાં ઉપસ્થિત હતા. કનીમોઝીને સંસદની બેઠકમાં હાજરી આપવા જવાનું હોવાથી તેઓ સવારે વહેલાં આવ્યાં હતાં અને પછી સંસદભવન પહોંચી ગયાં હતાં.
ચેન્નાઇથી મળતા અહેવાલો જણાવે છે કે, રાજાને જામીન મળ્યાના સમાચાર જાણી અન્ના ડીએમકેનાં સર્વેસર્વા અને તમિળનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાએ કહ્યું હતું કે, એવું લાગે છે કે, આ કેસને નબળો બનાવી દેવાયો છે.
આ સાથે, પત્રકારોએ તેઓને એરસેલ- મેક્સિસ સોદા અંગે પણ પૂછતાં તેમણે કહ્યું હતું કે, આ અંગે જનતા પાર્ટીના વડા સુબ્રમન્યમ્ સ્વામીએ તેમના આક્ષેપો પુરવાર કરવા જોઇએ અને (કેન્દ્રના ગૃહપ્રધાન) પી. ચિદમ્બરમે પોતાનો બચાવ રજૂ કરવો જોઇએ. આ કેસમાં સર્વોચ્ચ અદાલત જ એક માત્ર આશા છે. તેમ પણ તેમણે પત્રકારોને કહ્યું હતું.
એ. રાજા આજે તિહાર જેલના ગેટ નં. ૪માંથી બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે ઉભેલા ડીએમકેના અનેક કાર્યકરોએ તેઓને ફટાકડા ફોડી હર્ષનાદો સાથે વધાવી લીધા હતા. તે સમયે કન્યાકુમારીના ડીએમકેના સાંસદ જે.
હેલન ડેવીડસન પણ સ્થળ ઉપર ઉપસ્થિત હતા, પરંતુ ડીએમકે પાર્લામેન્ટરી પાર્ટીના નેતા ટી.આર. બાલુ ગેટ નં. ૩ ઉપર ઉભા હોવાથી તેમને મળી શક્યા નહીં. જ્યારે રાજા ગેટ નં. ૪ સામે ઉભેલી ટોયોટો કોરોલામાં બેસી સડસડાટ ચાલ્યા ગયા હતા. ધોતી અને શર્ટમાં સજ્જ રાજાએ પત્રકારો સાથે કોઈ વાતચીત પણ કરી ન હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved