Last Update : 16-May-2012, Wednesday

 

બોલર ઇશારો કરે પછી જ બુકી નાણાં લગાવે
ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ કરાર ઉપરાંત બ્લેકમની પણ ચુકવે છે

ફ્રેન્ચાઇઝી માટે જીત કરતાં પ્રોફિટ મહત્ત્વનો

નવી દિલ્હી,તા.૧૫
આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી ખેલાડીને બ્લેકમની ચુકવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ ન્યૂઝ ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં કરવામાં આવ્યો હતો. સ્ટીંગ ઓપરેશનમાં મોહનીશ મિશ્રા નામના ખેલાડીએ તો કબુલાત કરી હતી કે, તેને તેની પૂણે ફ્રેન્ચાઇઝીએ રૃપિયા ૧.૨૦ કરોડ બ્લેકમની ચુકવ્યા હતા. આ રકમ ઉપરાંત તેને તેના કરારના રૃપિયા ૩૦ લાખ તો મળ્યા જ હતા. અન્ય ખેલાડીઓએ પણ આ બાબતને સમર્થન આપતાં સ્ટીંગમાં જણાવ્યું હતુ કે, અમે સત્તાવાર રીતે તો બોર્ડને નક્કી કરેલા સ્લેબ પ્રમાણે જ નાણાં લઇ શકીએ, જે આશરે ૧૦ થી ૩૦ લાખમાં હોય છે પણ તે ઉપરાંત ફ્રેન્ચાઇઝી બ્લેકમની ચુકવે છે. જો કે સહારાએ આક્ષેપને નકારતાં કહ્યું છે કે તેમણે તેમની પૂણે ટીમના કોઇ ખેલાડીને કરારની રકમ કરતાં વધારાના નાણાં કેઅન્ય કોઇ ચુકવ્યા નથી.
અમિત યાદવ નામના પંજાબના ખેલાડીએ તો ઓપરેશનમાં જણાવ્યું હતુ કે, ફિક્સિગએ મોટી વાત નથી. ટ્વેન્ટી-૨૦માં એકાદ-બે ખેલાડીઓને પોતાની તરફ કરીને ફિક્સિંગ થઇ શકે. ફ્રેન્ચાઇઝીઓ પણ ઘણી વખત તેમાં સંડોવાયેલી હોઇ શકે. કારણ કે ફ્રેન્ચાઇઝીઓ માટે જીત કરતાં પ્રોફિટ વધુ મહત્વનો હોય છે. સ્ટીંગમાં સુધીન્દ્રએ એમ પણ કહ્યું હતુ કે, ક્રિકેટરો પોતાની જરૃરિયાત મુજબ બ્લેક મની લે છે, કેટલાક ગીફ્ટ લે છે તો કેટલાકને કાર કે ફ્લેટ અપાય છે. કેટલાક કેશ પણ લે છે.
હિમાચલ તરફથી ઘરઆંગણાના ક્રિકેટમાં રમતા અભિનવ બાલીએ તો સ્ટીંગમાં એમ પણ જણાવ્યું હતુકે, સ્પોટ ફિક્સિંગમાં પણ જ્યારે ફિક્સિંગમાં સંડોવાયેલો ખેલાડી ઇશારો કરે પછી જ બુકી નાણાં લગાવે છે. સ્ટીંગમાં તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, ૨૦૦૯માં સાઉથ આફ્રિકામાં રમાયેલી આઇપીએલમાં મુંબઇના એક બોલરે સ્પોટ ફિક્સિંગ માટે તૈયારી બતાવી હતી પણ આખરે તેણે ઇશારો જ ન કર્યો એટલે ફિક્સરે નાણાં ન લગાવ્યા. બેટ્સમેનોને ધીમી બેટીંગ કરવાની સૂચના પણ આપવામાં આવતી હોવાનું તેણે જણાવ્યું હતુ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved