Last Update : 16-May-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૦૫-૨૦૧૨, બુધવાર
વૈશાખ વદ અગિયારસ-પંચક- ૈ્‌ેંઝ શ્નઉંય [ઝય હ્લફક્ન્‌
શનિ વક્રગતિથી કન્યામાં - દરેક રાશિની અસરમાં ફેરફારી ?
બજારોમાં-હવામાનમાં- રાજકીય અસરોમાં અસર ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ઉત્તરા ભાદ્રપદ રાત્રે ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહઃ- સૂર્ય-વૃષભ, મંગળ-સંિહ, બુધ-મેષ (અસ્ત), ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ (વ) શનિ-કન્યામાં વક્રી ૬ ક. ૩ મિ.થી રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ. વૈ. ૨૬
માસ-તિથિ-વારઃ વૈશાખ વદ અગિયારસને બુધવાર
શનિ વક્ર ગતિથી કન્યામાં સવારના ૬ ક. ૩૮ મિ.થી.
આજે પંચક છે. અપરા એકાદશી. દેવકીનંદનજી ઈંદોર તથા દિક્ષીતજી મહારાજ મુંબઈનો ઉત્સવ. તા. ૨૫ જુન સુધી શનિ વક્ર ગતિમાં રહે છે.
ૈ્‌ેંઝ શ્નઉંય ટ્ટ ઢચ્ગ્ઢ્ઢ્‌ ર્છંિંઊંઢછક્ન્‌ ટ્ટ ઊંયેંઝફ ળ ૈ્‌ેંઝ શ્નઉંય [ઝય હ્લફક્ન્‌ ળ
પૃથ્વી લોહી તરસી રહે, લોકોને પીડા? બજારોમાં, હવામાનમાં, રાજકીય અસરોમાં અશાંતિ, ઉદ્વેગ? પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન તરફથી ભારતીય સરહદે અશાંતિ જણાય? વિશ્વમાં અશાંતિ, મુસ્લિમ રાષ્ટ્રોમાં યુદ્ધ, વેરઝેર? કાશ્મિરમાં હુમલા, અશાંતિ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદી ઉલ આખર માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો ૨ રોજ બહેમન
કદમી બહમનીઆનના પરભનું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે શનિ વક્રી થઈને કન્યા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને, નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા રખાવશે.

 

વૃષભ ઃ આજથી શનિનું પરિભ્રમણ પ્રતિકૂળતાવાળુ શરૂ થવાથી આપને પત્ની-સંતાન-મિત્રવર્ગ, નોકરી-ધંધામાં અવારનવાર ચંિતા-ખર્ચ-તકલીફ રહે.

 

મિથુન ઃ શનિની નાની પનોતી તા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ સુધી તાંબાના પાયે આપને લાભદાયી રહેશે. મકાન-વાહનની ખરીદી-વેચાણ-વહેંચણીનો પ્રશ્ન ઉકેલાય.

 

કર્ક ઃ આજથી શનિનું પરિભ્રમણ રૂપાના પાયે પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને સાનુકૂળ રહે. નોકરી-ધંધાના કામકાજમાં રૂકાવટ, ચંિતા હળવી થાય.

 

સંિહ ઃ શનિની મોટી પનોતી તા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ સુધી લોખંડના પાયે કૌટુંબીક ચંિતા, નાણાંભીડ, ખેંચ રખાવે. પત્નીના આરોગ્ય અંગે પત્ની પક્ષે ચંિતા થાય.

 

કન્યા ઃ આજથી શનિ આપની રાશિમાં તાંબાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં યશ-સફળતા મળે, કામ ઉકેલાય, આવક થાય, ચંિતા હળવી થાય.

 

તુલા ઃ શનિની મોટી પનોતી તા. ૪-૮-૨૦૧૨ સુધી સોનાના પાયે પરિભ્રમણ કરવાથી નાણાંકીય પ્રશ્ને, આર્ગોયના પ્રશ્ને, મિત્રવર્ગ, સંતાનના પ્રશ્ને ચંિતા રખાવે.

 

વૃશ્ચિક ઃ શનિનું પરિભ્રમણ રૂપાના પાયે તા. ૪-૮-૨૦૧૨ સુધી આપને લાભદાયી રહેશે. મકાન-વાહન-મીલ્કત, પત્ની, પરિવારના પ્રશ્ને સાનુકૂળતા થાય.

 

ધન ઃ આજથી શનિનું કન્યા રાશિમાં લોખંડના પાયે પરિભ્રમણ નોકરી-ધંધામાં, કૌટુંબીક પ્રશ્નમાં, નાણાંકીય પ્રશ્નમાં, ભાઈભાંડુનાં પ્રશ્ને ચંિતાકારક રહે.

 

મકર ઃ આજથી શનિ તાંબાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં તમારી નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના, પરિવારના કામ સાનુકૂળ થતા જાય.

 

કુંભ ઃ શનિની નાની પનોતી તા. ૪-૮-૨૦૧૨ સુધી રૂપાના પાયે નોકરી-ધંધામાં ક્ષણિક સાનુકૂળતા રખાવે. પરિવારની ચંિતા-ખર્ચ રહે.

 

મીન ઃ કન્યા રાશિમાં શનિનું પરિભ્રમણ સોનાના પાયે આપને ચંિતા-નુકસાન કરાવે. સાંસારીક પ્રશ્ને બિમારી-વિવાદ, કૌટુંબીક અશાંતિ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૬-૦૫-૨૦૧૨, બુધવાર

 

આજની તારીખ શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ અવારનવાર આપને માનસિક પરિતાપ રખાવે. ભાગ્યમાં રૂકાવટ રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પરિવારના પ્રશ્નો ચંિતાવાળા આવવાના કારણે શાંતિ, રાહત જણાય નહીં.

 

*નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સલામતી-સાવધાની રાખવી જરૂરી રહેશે. સ્ત્રી જાતિ, મિત્રતાના કારણે યશ-ધનની હાનિ થાય. કોઈની વાતોથી પ્રભાવીત થઈ જવું નહીં. જાહેર સંસ્થાકીય કામમાં, રાજકીય કામમાં મહેનત તમે કરો અને ફળ-લાભ અન્યને મળે.

 

*પેટ-પગ-થાપામાં દર્દપીડાથી સંભાળવું પડે. કમરમાં તકલીફ અનુભવાય. શારીરિક કષ્ટપીડાના કારણે તમારા કાર્યક્ષેત્રમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો.

 

*સાંસારીક જીવનમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં નાની મોટી ચંિતા રહ્યા કરે.

 

* સ્ત્રીવર્ગને આરોગ્ય સુખાકારી જળવાય નહીં. અવાર નવાર શારીરિક-માનસિક અસ્વસ્થતાથી ઉત્સાહ, આનંદ અનુભવાય નહીં.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષારંભથી મહેનત વધારે કરવી પડે. સમય-નાણાંનો વ્યય કરવો નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બે પતિ છગન અને મગન પોતાના લગ્ન જીવનના અનુભવની વાતો કરી રહ્યા હતા. બન્નેનું લગ્નજીવન સુખી હતું તો પણ બન્નેએ કબુલ્યું કે... ક્યારેક પત્ની સાથે ચડસાચડસી પણ થઈ જાય છે.
‘‘મેં એ બાબત મોટી શોધ કરી છે’’ છગન બોલ્યો.
‘‘એમ કે?’’ મગને કહ્યું, ‘‘સરસ! સરસ! શું છે એ શોધ?’’
‘‘બસ, એટલુંજ બોલું એટલે શાંતિ થઈ જાય,’’ છગન બોલ્યો.
‘‘હા, પણ શું છે એ એ તો કહે!’’ મગને કહ્યું.
‘‘બસ, એટલું જ કહેવાનું,’’ છગને કહ્યું કે... ‘‘તું સાચી છો, બસ!’’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved