Last Update : 15-May-2012, Tuesday

 

લોટરી, બેંક, મિલકતના ઇમેલથી ચેતો
ઇન્ટરનેટ પર છેતરપીંડી સર્ફીંગ કરનારની લાલચ

- સાયબર ક્રાઈમના ગુનામાં જંગી ઉછાળો; વ્હાઈટ કોલર ગુનાખોરી

આપણે ડાકુઓનો જમાનો, ગુંડાઓનો જમાનો, અસામાજીક તત્વોની હાજરી એ તો ઠીક પણ સંસદમાં ક્રિમીનલ કેસોવાળા સાંસદોને જોયા છે. ડાકુ-ગુંડાઓ પોતાની ગેંગ મારફતે ઓપરેટ કરતા હોય છે પરંતુ હવે વિશ્વના દરેક દેશને વ્હાઈટ કોલર છેતરપીંડી કરનારાઓનો ડર છે. સામાન્ય આઈટી નિષ્ણાત, વેબ ડિઝાઈનર, સાયબર સિક્યુરીટી પર વોચ રાખનાર કરતાં પણ આ ‘વ્હાઈટ કોલર’ ગેંગ બાહોશ હોય છે. તે લોકોના એકાઉન્ટ પર ત્રાટકે છે અને બેલેન્સ ટ્રાન્સફર કરી નાખે છે. ઇન્ટરનેટના વધતા વ્યાપ સાથે આ વ્હાઈટ કોલર ગેંગ મોટો પડકાર ઉભો કરી રહી છે. સ્પામ મેલ, લોટરીના મેલ, બેંક એકાઉન્ટના મેલ વગેરે દ્વારા તે ઇન્ટરનેટ વપરાશકાર અને પ્રથમ આકર્ષે છે અને પછી ફસાવીને ખંખેરે છે. આ પ્રકારના વ્હાઈટ કોલર ગુનાઓની સંખ્યા વધતી જાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના સાયબર ક્રાઈમ રેકોર્ડ પર વ્હાઈટ કોલર ગુનામાં ૭૦૦ ટકાનો વધારો થયો છે.
રોડ પર થતી લૂંટફાટ, દોરો તોડવો કે મારામારીના કેસોમાં પોલીસ તાત્કાલીક રીતે શંકાસ્પદોને પકડી શકે છે પરંતુ અહીં તો શંકાસ્પદો કોણ એ મોટો પ્રશ્ન છે. વ્હાઈટ કોલર ક્રાઈમ ક્ષેત્રે ગુનેગારને પકડવો મુશ્કેલ હોય છે.
ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓએ સર્ફીંગ કરતી વખતે કઈ બાબતોથી ચેતતા રહેવું જોઈએ ?! કોઈપણ પ્રકારની વિનંતીવાળા કે, મદદ માગતા કે લોટરી કે લકી-ડ્રો જીત્યા છે તે પ્રકારના મેલને ખોલવા નહીં. કોઈપણ સાઈટ કોઈ મોટી ઓફર કરે તો તે સાઈટ અસ્તિત્વમાં છે કે નહીં તે ગુગલ પર સર્ચ કરો. તમને શંકા લાગે એવા મેલને ખોલવાનું ટાળો. તમારા મેલ બોક્સમાં યુકે કે અન્ય યુરોપીયન દેશોના મેલ આવે તો તે કયા દેશના છે તે ખબર પડી શકશે. જેમકે વેબસાઈટની પાછળ .ેંણ લખ્યું તો તે યુકેના છે એમ માનવું અને .ીજ ના હોય તો સ્પેનના છે એમ માનવું. ઓનલાઈન બેન્કંિગ ટ્રાન્જેક્શનની સવલત આપતી સાઈટોથી પણ ચેતવું જોઈએ જે પૂર્વ યુરોપના દેશોમાં સર્વર ધરાવે છે. તમે જે વેબસાઈટ વિઝીટ કરો છો તે સલામત છે કે કેમ તે જાણવા તમારા બ્રાઉઝરની વિન્ડો પરના એડ્રેસબાર પર ગ્રીન બેકગ્રાઉન્ડ આપ્યું હોય છે. તેના પર નજર રાખવાનું પણ ચૂકશો નહીં.
વ્હાઈટ કોલર ક્રિમીનલ્સ કોકોકોલાથી માંડીને ટોયેટો કાર સુધીના લોગો કટીંગ-પેસ્ટીંગ કરીને એક લેટરહેડ બનાવી દે છે. તેને જોઈને એમલાગે કે મેલ સાચો છે અને લીમીટેડ કંપનીએ મોકલ્યો છે. ઘણીવાર કોઈ ચબરાક સર્ફીંગ કરનાર મેલ મોકલનાર કંપની અંગે વેબસાઈટ પર સર્ચ કરે છે તો તે કંપનીની વેબસાઈટ પણ જોવા મળે છે. આ વ્હાઈટ કોલર ક્રિમીનલ સર્ફીંગ કરનારાઓને વિઝીટીંગ કાર્ડ અને બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો મોકલી ભરોસો જીતે છે. વિશ્વમાં આવા અનેક લોકો રોજ છેતરાય છે. ભારતમાં નબળા આઈટી કાયદાઓનો પણ છેતરપીંડી કરનારાઓ ઉપયોગ કરે છે.
ઘણીવાર એમ થાય છે કે ઇન્ટરનેટ પર વ્હાઈટ કોલર ક્રિમીનલનો શિકાર બનતા લોકો એલર્ટ નથી હોતા. કોઈ જ્યારે નેટ પર તમને કરોડો રૂપિયાની ઓફર કરે છે ત્યારે સંવેદનશીલ બનવાના બદલે એલર્ટ બનવાની જરૂર હોય છે. એલર્ટ લોકો નેટ પર બહુ ફસાતા નથી. કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ ખાતામાં પૈસા જમા કરાવવાનું કહે અને તે માગે એટલા પૈસા જમા કરાવનારાને તો શું કહેવું ?? અંતે જ્યારે પ્રોમીસ પ્રમાણે પૈસા નથી મળતા ત્યારે તેમને ફસાયાનું ખબર પડે છે.
પછી તે સત્તાવાળાઓ પાસે દોડી જાય છે પરંતુ ત્યાં સુધીમાં તે ત્રણ-ચાર લાખનું પાણી કરી ચૂક્યો હોય છે. ઇ-મેલ દ્વારા પ્રલોભનો આપીને છેતરપીંડી કરનારાઓની મોટી જમાત છે. આવા વ્હાઈટ કોલર ક્રીમીનલો સ્ટેપવાઈઝ કામગીરી સોંપતા હોય છે. જેમકે લાખો ઇ-મેલ પંપ કરનાર કોઈ અલગ ટુકડી હોય છે તેનું સર્વર અલગ હોય છે. ત્યારબાદ તે હવાલો બીજી ટુકડીને આપે છે જે મેલ કોણ-કોણ ખોલે છે તેના પર ઘ્યાન આપે છે. જેટલા લોકોએ મેલ ખોલ્યા હોય તેના મેલ ત્રીજી ટુકડીને મોકલાય છે. જે ફીશીંગ એજન્ટ તરીકે કામ કરે છે.
આ ફીશીંગ એજન્ટ પાણીમાં માછલી પકડવા ગલ નાખીને બેઠેલા લોકો જેટલા જ ધીરજવાળા હોય છે. બેન્ક માટે થતા, ઈ-કોમર્સ માટે થતા ક્રેડીટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે. ઇન્ટરનેટ વપરાશકારની થોડી ભૂલ તેમને આ વ્હાઈટ કોલર ઠગોની જાળમાં ફસાવી દે છે. તેઓ ખૂબ ટેકનીકલ હોંશિયારી બતાવીને ઇન્ટરનેટ વપરાશકારોની ડીટેલ મેળવી લે છે. કેમકે તમારા કોમ્પ્યુટરનું સંચાલન તેના હાથમાં આવી ગયું હોય છે.
ઘણીવાર એમ બને છે કે સર્ફીંગ કરનાર તેને દર્શાવેલ એકાઉન્ટમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. આવી ટ્રાન્સફર તેને ઓનલાઈન ફસાવી દે છે. ઇન્ટરનેટ પર સર્ફીંગ કરનારાઓની લાલચ તેને ફસાવ્યા કરે છે. કોઈ રાતોરાત તમને લાખ્ખો રૂપિયાનો ડલ્લો એમને એમ આપવા તૈયાર થઈ જાય છે ત્યારે આ અંગે વિચાર્યા વગર ઝુકાવનારા ફસાયા કરે છે. આટલા પૈસા મોકલો તો તમને કરોડો રૂપિયા મળશે એવું માનનારાને અંતે રડવાનો વારો આવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 

 

 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved