Last Update : 15-May-2012, Tuesday

 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ રહેશે કે જશે? એમની ઉપર ઘેરાતા મુસીબતના વાદળો

- પૃથ્વીરાજ આપણા વડાપ્રધાન જેવા ઈમાનદાર હશે પણ એમની ચારે બાજુ કૌભાંડીઓની પૂરી ફોજ બેઠેલી છે
- મુખ્યપ્રધાન બનવા માટે નારાયણ રાણે, વિજય થોરાત, રાધાકૃષ્ણ વિખે પાટીલ, અજિત પવાર વગેરે રાહ જોઇને બેઠા છે

‘‘એક મહિનો કે એક વર્ષ?’’
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ વિષે પૂછાયેલા આ સવાલનો જવાબ મહારાષ્ટ્રના બંદર, ઉદ્યોગ જેવા ખાતાના પ્રધાન નારાયણ રાણેને પૂછો તો અથવા નાયબ મુખ્યપ્રધાન અજીત પવારને પૂછો તો... ‘‘મે અને બહુ બહુ તો જૂન.’’
જો કે, બીજા કોંગ્રેસીઓ આ બાબતમાં એવું નથી માનતા છતાં એટલું તો કહે જ છે કે, ‘‘તાત્કાલિક ફેરફાર થશે એવું હું નથી માનતો... તો પણ આગામી ચૂંટણીઓ પહેલાં એક વર્ષ અગાઉ કે ૧૮ મહિના અગાઉ ૨૦૧૩માં મુખ્યપ્રધાન તરીકે નવી વ્યક્તિ આવવી જોઇએ.’’
આગળ એ જ કોંગ્રેસી નેતા કહે છે કે, ‘‘પૃથ્વીરાજ ચૌહાણ બહુ જ સારા માણસ હશે, પ્રમાણિકહશે, બુઘ્ધીજીવી હશે પણ જો ચૂંટણી જીતાડી શકે તેમ નથી.’’
બધાના મનની ચોખ્ખી વાત છે.
મુંબઇમાં કોલાબામાં આદર્શનગર સોસાયટીનું જે જબ્બરદસ્ત મોટું કૌભાંડ (એના વિષે ‘‘નેટવર્ક’’માં બેત્રણ લેખો અગાઉ આવી ગયા છે) બહાર આવ્યા પછી ત્યારના મુખ્યપ્રધાન અશોક ચવાણને સોનિયા ગાંધીએ તરત જ રાજીનામું અપાવેલું. (ભાજપની જેમ ઠાગાઠૈયા કે બહાનાબાજી નહીં.)
એ વખતે જેમની છબી સાફ ગણાય અને જેઓ ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના સહાયક હતા તથા એન્જીનીયરમાંથી રાજકારણીય બનેલા પૃથ્વીરાજ ચૌહાણને મુખ્યપ્રધાન બનાવ્યા.
રાહુલ ગાંધીએ પહેલાં જ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે ‘‘ફક્ત સ્વચ્છ ચોખ્ખી છબીવાળી વ્યક્તિને જ મુખ્યપ્રધાન બનાવાશે.’’ એટલે કોંગ્રેસ પક્ષના મોવડી મંડળે ચોખ્ખી છબીવાળા પૃથ્વીરાજ ઉપર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે મહોર મારી.
પૃથ્વીરાજનો જન્મ મઘ્યપ્રદેશના ઈંદોર શહેરમાં એક મરાઠી કુટુંબને ત્યાં ૧૯૪૬ના ૧૭ માર્ચે થએલો. એમના પિતા આનંદરાવ ચૌહાણ ચુસ્ત કોંગ્રેસી તો હતા જ પણ એ સાથે તેઓ ઈંદોરના રાજવીના દિવાન હતા. એટલે કાયદાની બાબતમાં નિષ્ણાત હતા. એ પછી આઝાદી બાદ તેઓ નેહરૂ, શાસ્ત્રી અને ઈંદિરા ગાંધીના પ્રધાનમંડળમાં પણ રહેલા. પૃથ્વીરાજ ચૌહાણ મહારાષ્ટ્રની કરાડ લોકસભાની સીટ ઉપર ૧૯૯૧માં અને ૧૯૯૬માં ચૂંટણી જીતેલા. અત્યારે તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા છે.
એમણે અમેરિકાની બર્કલે યુનિવર્સિટીનું પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું છે અને પિલાણીની બિરલા ઈન્સ્ટીટયુટમાંથી એન્જીનીયરીંગ કર્યું છે.
રાજીવ ગાંધીએ યુવાનોનું નવતર જૂથ રચીને કોંગ્રેસને નવજીવન આપેલું એમાં પૃથ્વીરાજને એમણે રાજકારણમાં ખેંચેલા. ત્યારથી એ આગળને આગળ જતા રહ્યા છે.
આવા પૃથ્વીરાજ ચૌહાણ જાતે ભલે ઈમાનદાર, પ્રમાણિક, સ્વચ્છ છબીવાળા હોય પણ ચારેબાજુથી કૌભાંડીઓની ફોજની ફોજથી ઘેરાયેલા છે.
કમ્પટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (કેગનો અહેવાલ તો એવો છે કે, મહારાષ્ટ્રમાં સત્તાની તાકાતના જોરે પોતાના મનફાવે ત્યાં જમીનો પર કબજો કરવા લાગે છે. (ગુજરાત, મઘ્યપ્રદેશ, કર્ણાટક, આન્ધ્ર, વગેરેની જેમ)
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ, ઉદ્યોગ અને રોજગાર પ્રધાન નારાયણ રાણે, કૃષિપ્રધાન રાધાકૃષ્ણન વિખે પાટીલ, વનપ્રધાન પતંગરાવ કદમ જેવા ૧૦ પ્રધાનો ઉપર ‘‘કેગે’’ ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે. ‘‘કેગ’’ના રિપોર્ટ પ્રમાણે, વિલાસરાવ દેશમુખ મુખ્યપ્રધાનપદે રહેલા એ દરમ્યાન પોતાના એજ્યુકેશન ટ્રસ્ટને ૩૦ કરોડ રૂપિયાની જમીન ફક્ત ૬ કરોડ રૂપિયામાં આપી દીધેલી. એ જમીન મેળવવા કુલ ચાર જણે અરજી કરેલી પરંતુ એની કોઇ ઉપર વિચાર નહીં કરેલો અને જમીન વિલાસરાવના ટ્રસ્ટને આપી દીધી.
વિલાસરાવ ઉપર એ પહેલાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈને ‘‘વ્હીસલીંગ વૂડઝ’’ની જમીન આપવાનો અને આદર્શ સોસાયટીમાં ફ્‌લેટ મેળવવાના આરોપ તો લાગેલા જ હતા. (એમને દિકરો અભિનેતા છે અને એટલે સુભાષ ઘઈ જેવાને તેઓ ખુશ રાખવાની મહેનત કરતા હોય છે.)
કેગના રિપોર્ટમાં મહારાષ્ટ્રના બીજા એક પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં મહારાષ્ટ્ર ઉદ્યોગ અને રોજગાર પ્રધાન નારાયણ રાણે ઉપર પણ આક્ષેપ છે.
આ આક્ષેપ પ્રમાણે રાણેના સંિઘુદુર્ગ શિક્ષણ પ્રસારક મંડળના અંધેરી સમાજ ભવન માટે જમીન લઇને ત્યાં હોટલ ઊભી કરી દીધી. મુંબઇના અંધેરી જેવા પોશ વિસ્તારમાં એ જમીન ૧૭૧૮ ચોરસ મીટર છે જે રાણેએ ફક્ત ૧૦ હજાર રૂપિયા વાર્ષિક ભાડાના હિસાબે મેળવી છે.
કેગનો રિપોર્ટ આગળ કહે છે કે, મહારાષ્ટ્રના કૃષિપ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે પોતાની શૈક્ષણિક સંસ્થા માટે ૯૧ લાખ રૂપિયાની જમીન ફક્ત ૧૭ લાખ રૂપિયામાં મેળવી છે.
એ વિખે પાટીલને એ અંગે પૂછવામાં આવ્યું ત્યારે એમણે, ‘‘આ બાબત ધારાસભાના ટેબલ ઉપર આવશે ત્યારે એનો જવાબ હું આપીશ...’’ કહીને પ્રશ્નને ટાળી દીધો હતો.
વનપ્રધાન પતંગરામ કદમને પણ ‘‘કેગ’’ના એ રિપોર્ટમાં આરોપિત કરાયા છે. એમની ઉપર આરોપ છે કે એમણે રૂપિયા ૪ કરોડ ૮૦ લાખની જમીન સાવ સસ્તામાં લઇ લીધેલી. એ જમીન નિયમ મુજબ અમુક વિષયમાં ઉપયોગમાં ન લેવાય તો જમીન પાછી સરકારને આપી દેવાની હતી પરંતુ આજે એ જમીન નક્કી કરેલા વિષયમાં ઉપયોગમાં નથી લેવાય અને પતંગરાવના કબજામાં છે.
‘‘કેગ’’ના અહેવાલમાં એવો ખુલાસો કરાયો છે કે અંધેરીમાં આશીર્વાદ સોસાયટીમાં ગરીબો માટેના સસ્તા ફ્‌લેટ પડાવી લેવા કેટલાક પ્રધાનો અને ધારાસભ્યોએ પોતે ગરીબ હોવાના પ્રમાણપત્રો આપેલા. એમણે એમની આવક રૂપિયા ૨૫૦થી રૂપિયા ૫૦૦૦ બતાવેલી.
મહારાષ્ટ્રના આ બધા કૌભાંડોના મૂળમાં ભ્રષ્ટાચારી બે માજી મુખ્યપ્રધાનો છે... વિલાસરાવ દેશમુખ અને અશોક ચૌહાણ. આદર્શ સોસાયટીના કૌભાંડમાં અશોકરાવને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું ત્યારે અશોકરાવે કહેલું કે, ‘‘વ્હાય મી, અધર્સ ઓલસો શુડ બી પનીશ્ડ’’
એનો કહેવાનો મતલબ વિલાસરાવ હતા કારણ આદર્શ સોસાયટીનું કૌભાંડ વિલાસરાવના વખતમાં થએલું. ત્યારથી બન્ને વચ્ચે ઠંડુ યુઘ્ધ ચાલતું હતું.
એમાં પૃથ્વીરાજ ચૌહાણ આવી ચડ્યા એટલે એમની સામે બન્નેએ હાથ મિલાવીને લડવાનું નક્કી કર્યું. બન્નેને થયું કે... મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણને હઠાવવામાં જ બન્નેનું ભલું છે.
મહારાષ્ટ્ર સરકારમાં કોગ્રેસની સાથે શરદ પવારનો પક્ષ બેઠેલો છે. વિધાનસભામાં કોંગ્રેસની ઓછી બેઠકો છે અને પવારના પક્ષની વઘુ પણ મુખ્યપ્રધાન કોંગ્રેસના છે અને નાયબ મુખ્યપ્રધાન પવારના પક્ષના છે. કોંગ્રેસમાં તડા પડેલા જોઇને એ મહારાષ્ટ્ર કોંગ્રેસની નબળી સ્થિતિ જોઇને શરદ પવારે દિલ્લીથી મુંબઇ આવીને પૃથ્વીરાજ સામે મોરચો માંડ્યો છે.
પૃથ્વીરાજના વિરોધીઓ કહે છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી એ વિરોધીઓનો અવાજ જ્યાં સુધી દબાવી શકશે ત્યાં સુધી પૃથ્વીરાજ સત્તામાં રહી શકશે.
એમના વિરોધીઓ વઘુમાં કહે છે કે... ‘‘પૃથ્વીરાજ મહારાષ્ટ્ર બહારના છે અને મહારાષ્ટ્ર ઉપર ઠોકી બેસાડાયા છે. તેઓ જ્યારે ૨૦૧૦માં નવેમ્બરમાં મુંબઇ મહારાષ્ટ્ર આવેલા ત્યારે વરિષ્ટ નોકરશાહો કોંગ્રેસના ધારાસભ્યો... કોઇને ઓળખતા નહોતા.’’ આ વિરોધીઓ હસતા હસતા કહે છે કે, ‘‘તેઓ ચીફ મિનીસ્ટરના બદલે વઘુ તો ચીફ સેક્રેટરી લાગતા હતા. એમની ઓફિસમાં ફાઇલોના ખડકલા થએલા રહેતા.’’
મહાત્મા ગાંધીને જ્યારે ગોળીઓથી મારવામાં આવેલા ત્યારે એમના મિત્ર, પ્રશંસક અને સાહિત્યકાર બર્નાન્ડ શોએ કહેલું કે, ‘‘વઘુ પડતા સારા થવું કેટલું જોખમકારક છે... એ આ બતાવે છે.’’
પૃથ્વીરાજ ચૌહાણને આ વાક્ય એટલું જ લાગુ પડે છે. એક સારી વ્યક્તિ તરીકેની એમની છાપ એમને ઊંચે પણ લઇ જાય છે અને એમને ઊંચેથી નીચે ખેંચનાર પણ એમની એ છાપના કારણે છે.
એમની જગ્યા ભરવા જેઓના નામો અત્યારે ચાલે છે એમાં ૬૦ વર્ષના નારાયણ રાણે આગળ છે. તેઓ અત્યારે ઉદ્યોગ, બંદરો, રોજગાર, સ્વરોજગાર ખાતાના પ્રધાન છે.
૧૯૯૯ પહેલાં એમણે મુખ્યપ્રધાનની ખુરશી સંભાળેલી. એમનું જૂથ માને છે કે એમને મે કે જૂનમાં મુખ્યપ્રધાનપદ મળશે. એ પહેલા મુખ્યપ્રધાન હતા ત્યારે શિવસેનામાં હતા. શિવસેનામાંથી એમને કોંગ્રેસમાં મુખ્યપ્રધાન બનાવવાની લાલચ આપીને જ લઇ આવેલા.
બીજા છે વિજય થોરાત. તેઓ પૃથ્વીરાજ જેવી ચોખ્ખી છબી ધરાવે છે પણ ૨૦૧૪મી ચૂંટણીમાં કોંગ્રેસને એમનાથી લાભ થાય એવું કોઇ કોંગ્રેસી નથી માનતું.
અત્યારે તેઓ ૫૯ વર્ષના છે અને મહેસુલ ખાતાના પ્રધાન છે.
ત્રીજા છે ૫૪ વર્ષના રાધાકૃષ્ણ વિખે પાટીલ. તેઓ કૃષિપ્રધાન છે, અનુભવી છે, કાબેલ છે પણ ભ્રષ્ટાચારથી બદનામ છે.
૫૨ વર્ષના અજીત પવાર ચોથું નામ છે. એ શરદ પવારના પક્ષના છે અને પવારના ભત્રીજા ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન છે. હવે મુખ્યપ્રધાન બનવા એ ભાજપની સાથે સંપર્કમાં છે... જોકે એ બાબતમાં ભાજપમાં જ મતભેદ છે.
- ગુણવંત છો. શાહ

 

પેરીસ્કોપ
ભાજપના સંસદસભ્ય આહલુવાલિયા કેમ હાર્યા?
ભાજપની કમનસીબી એના સભ્યો અને નેતાઓને નડી રહી છે અને એના સભ્યોની કમનસીબી ભાજપને નડી રહી છે. જેમ કે, ભાજપની એક મુખ્યપ્રધાનની કમનસીબીના કારણે સુપ્રિમ કોર્ટનો ગાળીયો એમની આસપાસ ધુમરાતો ધુમરાતો નજદીક આવી રહ્યો છે જેના કારણે ભાજપની કમનસીબી વધી રહી છે.
તો ભાજપની કમનસીબી ભાજપના સજ્જન લાગતા અને દસ વર્ષથી રાજ્યસભા દ્વારા સંસદસભ્ય બનતા આવેલા એસ એસ અહલુવાલિયાને નડી.
પહેલા ભાજપના પ્રમુખ ગડકરીએ એક ભ્રષ્ટાચારી ઉમેદવારને રાજ્યસભાની ટિકિટ આપીને આહલુવાલિયાની બાદબાકી કરી નાંખેલી જેનો દેશભરમાંથી વિરોધ થયો અને ગડકરીનું માપ નીકળી ગયું. અંતે ગડકરીએ ભૂલ સુધારીને આહલુવાલિયાને ટિકિટ આપી. આહલુવાલિયાને ઝારખંડમાંથી ચૂંટી કાઢવાના હતા.
ઝારખંડમાંથી બે ઉમેદવારને ચૂંટી કાઢવાના હતા જેમાંથી એક કોંગ્રેસના નિશ્ચિત હતા જ્યારે બીજી બેઠક માટે ભાજપના આહલુવાલિયા અને ઝારખંડ મુક્તિ મોરચાના એક સભ્ય હતા. ઝારખંડ ધારાસભામાં પાંચ સભ્યો એ જે એસ યુ પક્ષના છે. એ પક્ષે ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારને મત આપવાનું નક્કી કર્યું એટલે ભાજપના ઉમેદવાર લટકી પડ્યા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved