Last Update : 15-May-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

ચિદમ્બરમ્ વિવાદ
એક ઓર
નવી દિલ્હી, તા.૧૪
ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ના પુત્રના એરડીલ-મેકસીસ સોદા અંગે થયેલા આક્ષેપોના જવાબો શોધતા યુપીએ કેન્દ્ર સરકારને ફાંફા પડે છે. આમ તો, પી.ચિદમ્બરમ્ અને નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી એમ બંનેએ સ્પષ્ટતાઓ કરી છે પરંતુ વિપક્ષોને ગળે તે વાત નથી ઉતરતી અને સરકારને આ મુદ્દે ભીંસમાં લીધા કરે છે. ભાજપના નેતા અરૃણ જેટલીએ કહ્યું છે કે આ મુદ્દે સરકારે બધા પ્રશ્નોનો નિકાલ લાવવો જોઈએ. બે કેન્દ્રિય પ્રધાનો વચ્ચેની જુની દુશ્મનાવટને વિપક્ષો બહાર લાવવા માગે છે. પરંતુ શું તે લોકો સફળ થશે ?
યેદીયુરપ્પા માટે ગડકરીની રાહ જોવાય છે
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાની ધમકી સામે જ્યાં સુધી નીતિન ગડકરી ઈઝરાયલના પ્રવાસેથી પાછા નહીં ફરે ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવાય. બીજી તરફ યેદીયુરપ્પાના જુથે એવા સંકેત આપ્યા છે કે પક્ષ પણ નહીં છોડે કે નવો પક્ષ પણ નહીં બનાવે. મુખ્ય પ્રધાન સદાનંદ ગૌડ આજે દિલ્હીમાં હતા અને ભાજપના કેટલાક નેતાઓને મળ્યા હતા. યેદીયુરપ્પા નજીકના મનાતા શોભા કેલેન્દ્રે આજે ભાજપના નેતા અરૃણ જેટલીને મળ્યાં હતાં. એક તરફ ભાજપ યેદીયુરપ્પાની ઘટનાથી ખિન્ન છે તો બીજીતરફ ઘા ઉપર મીઠું ભભરાવતા હોય એમ યેદીયુરપ્પાએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની પ્રશંના કરી છે.
પ્રજા ઠરાવો સામે શંકાથી જુએ છે
સંસદના ૬૦માં વર્ષની ઉજવણી દરમ્યાન રાખેલા સ્પેશ્યલ સેશનમાં દરેક પક્ષના નેતાઓએ લોકશાહીના મંદિરના ગૌરવ અને ગરીમા જાળવી રાખવાના ઠરાવને ટેકો આપ્યો હતો. પરંતુ પ્રજાને શંકા છે કે આ લોકો કેટલો સમય ગૌરવ જાળવી શકશે?
અગાઉ પણ ઠરાવો થયા છે
ગઈ કાલે સંસદમાં ગૌરવ જાળવી રાખવા અંગે થયેલા ઠરાવ દરમ્યાન એનસીપીના શરદ પવાર અને ભાજપના જશવંત સિંહે શંકા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે આ ઠરાવમાં નવું શું છે ? આઝાદીને ૫૦ વર્ષ થયા તેની ઉજવણી અંગે બોલાવાયેલા ખાસ સત્રમાં પણ આ પ્રકારનો ઠરાવ કરાયો હતો જે ૧લી સપ્ટેમ્બર ૧૯૯૭ ના રોજ થયો હતો. શરદ પવારે કહ્યું હતું કે આ ઠરાવના બીજા દિવસે જ સંસદમાં ખોરવાયાની ઘટના બની હતી ત્યારે પાસ કરાયેલા ચારમાંથી એક પણ ઠરાવનો અમલ થયો નહોતો. ત્યારનાં ઠરાવમાં જણાવાયું હતું કે પ્રશ્નકાળને પૂરતો સમય આપવો જોઈએ. કોઈએ સૂત્રોચ્ચાર ના કરવો, પ્રિસાઈડીંગ ઓફીસરની ચેરની નજીક ના જવું તેમજ ગૃહની ગરીમા જાળવવી એમ પણ ઠરાવમાં જણાવાયું હતું.
સમય બગાડવાની ટકાવારી
ઉપલબ્ધ માહિતી અનુસાર ૧૧મી લોકસભામાં અવરોધો ઉભો થવાના કારણે ૫.૨૮ ટકા સમય બગડયો હતો. ૧૨મી લોકસભામાં ૧૦.૮૯ ટકા સમય બગડયો હતો, ૧૩મીમાં ૧૮.૯૫ ટકા અને ૧૪મીમાં ૨૧ ટકા સમય બગડયો હતો. આ ટકાવારીને પૈસાની ગણત્રીમાં રૃપાંતર કરવાની જરૃર છે. એક હકીકત એ પણ છે કે સંસદની એક દિવસની કામગીરીનો ખર્ચ રૃા. એક કરોડ થાય છે.
૫૦ ટકા ભારતીયોનો અવાજ
સંસદે તેની પ્રથમ બેઠકના ૬૦ વર્ષની ઉજવણી ગઈકાલે કરી તો ખરી પરંતુ ચિંતાની વાત એ છે કે સંસદમાં ૫૦ ટકા ભારતીઓનો અવાજ પહોંચે છે. આઝાદીથી અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણીઓનું મતદાન ક્યારેય પચાસ ટકાથી વધ્યું નથી. કદાચ એમ પણ કહી શકાય કે મોટાભાગની સરકારો ૩૬ ટકા વોટથી રચાઈ છે. સીતારામ યેચુરીએ જણાવ્યું છે કે કોઈપણ સરકારે હજુ સુધી ૫૦ ટકા વોટ નથી મેળવ્યા. તેમણે કહ્યું છે કે ૧૯૮૪ માં રાજીવ ગાંધીની સરકારે સૌથી વધુ વોટ મેળવ્યા હતા !!
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved