Last Update : 15-May-2012, Tuesday

 

સટ્ટો રમવાની પદ્ધતિ એની એ જ, પરંતુ નવી ટેકનોલોજી અપનાવતા બુકીઓ

લાંબા સમયે એન્ટિબાયોટિક્સનો હળવો ડોઝ પણ આરોગ્યને અને ખાસ કરીને લીવરને નુકસાન પહોંચાડી શકે છે

કાર્બાઇડથી પકવલાં ફળોથી ઝાંખું દેખાય છે અલ્સર થાય છે

આપણા દેશમાં આપણે આરોગ્યપ્રદ આહાર લઈ શકવાની સ્થિતિમાં નથી અને તમારાં બાળકોેને પૌષ્ટિક ખોરાક આપવાનો પ્રયાસ પણ નિષ્ફળ જઈ શકે છે.
હું સુખ-સગવડોથી વંચિત રહી જતાં ભૂખ્યા બાળકોની વાત નથી કરતી. આ અસહ્ય ભાવવધારામાં પ્રોટિન અને શાકભાજી વગરનો આહાર લેતાં બાળકોની પણ વાત નથી કરતી. હું તો એવા સાધન સંપન્ન લોકોની અને જેમને બધું પરવડી શકે છે એવા લોકોની વાત કરું છું.
મને કહેવા દો કે તમે તમારા પરિવારને ઝેર ખવડાવી રહ્યા છો. આપણે જે પણ કાંઈ ખાઈએ છીએ અને બાળકોને ખવડાવીએ છીએ તે તમામ ચીજોમાં ઝેર ભળેલું હોય છે. દૂધ, તાજાં ફળો, શાકભાજી અને મધ સુધ્ધાં જેને આપણે આરોગ્યપ્રદ ખોેરાક ગણીએ છીએ તે તમામથી રોગ થઈ શકે છે અને આ તમામમાં કોઈ ભેળસેળ થઈ જ છે એવું નથી. આ 'સામૂહિક ઝેર' 'કુશળ' ગણાતી ખેતી પધ્ધતિ ઘાતક માર્કેટિંગ પ્રણાલી કે ઉદાસીનતાને આભારી છે.
થોડા વખત પૂર્વે બહાર પડેલા મધને લગતા એક અભ્યાસને તપાસી જુઓ. દેવતાઓના અમૃત સમાન અને વિવિધ રોગો માટે ઘરગથ્થુ ઈલાજની ગરજ સારતા તેમ જ કુદરતી રીતે રોગપ્રતિકારકશક્તિ વધારતા તેમ જ બેક્ટેરિયાવિરોધી એવું મધ એન્ટિબાયોટિક્સથી ઊભરાઈ રહ્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા મધના ૧૨ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંના ૧૧ નમૂનાઓમાં એન્ટિબાયોટિક્સનો સ્વીકારી ન શકાય એવો સ્તર માલૂમ પડયો હતો. આ મધમાં પ્રતિબંધિત એવા ક્લોરામફેનિકોલથી માંડીને પોટેન્ટસીપ્રોફલોક્સેમીન, ઓક્સિટ્રેટેસીક્લાઈન અને એરિથ્રોમાયસીન જેવી એન્ટિબાયોટિક્સ મળી આવી હતી. આ મધ હર્બલ પેદાશો વેચતી જાણીતી કંપનીઓનું હતું. કેટલીક એન્ટિબાયોટિક્સનું પ્રમાણ સ્વીકાર્ય મર્યાદા કરતાં ૨૫ ગણું વધુ હતું અને તે કેટલીક એવી એન્ટિબાયોટિક્સ હતી, જેનો કોઈ પણ રીતે સ્વીકાર થઈ શકે તેમ નથી.
લાંબા સમયે એન્ટિબાયોટિક્સનો હળવો ડોઝ પણ તમારા આરોગ્યને અને ખાસ કરીને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. આપણા જાહેર આરોગ્ય સામે ખતરાની શરૃઆત થઈ ચૂકી છે.
આહારની સલામતી માટે આપણા દેશમાં રેગ્યુલેટરી બોર્ડ નથી? ચોક્કસ છે. મધ માટે તોે આપણી પાસે ઘણાં રેગ્યુલેટરી બોેર્ડ છે, પરંતુ આ બોર્ડ અશુદ્ધિઓની ચકાસણી કરતાં નથી. ધી એક્સપોર્ટ ઈન્સ્પેક્શન કાઉન્સિલ ચકાસણી કરે છે, પરંતુ તે માત્ર નિકાસ કરાતા મધની જ ચકાસણી કરે છે. આપણે શ્રીમંત દેશોને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળું મધ નિકાસ કરીએ છએ, જ્યારે આપણાં બાળકોને બિનઆરોગ્યપ્રદ મધથી ચલાવી લેવું પડે છે. તમે કહો છો કે તમે વિદેશી મધ મેળવો છો એવા દેશો કે જ્યાં આહાર સલામતીને લગતા કડક નિયમો છે ત્યાંથી તમે મધ મેળવો છો, પરંતુ તમને અત્રે જણાવી દઉં કે તેમના આ આહાર નિયમો તમને બચાવી શકશે નહિ અને તમારી સરકાર પણ તમારી સુરક્ષા કરી શકતી નથી અને અન્ય દેશો તેમનોે ગંદો આહાર આપણા દેશમાં પધરાવી જાય છે. એટલે તમે સારી ગુણવત્તાની આશાએ ભારે કિંમત ચૂકવીને જે વિદેશી મધ ખરીદો છો તે દેશમાં મળતાં મધ જેટલું જ બિનસલામત હોય છે. જે ૧૨ નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંના બે વિદેશી બ્રાન્ડના નમૂનાઓમાં વધુ અશુદ્ધિઓ મળી આવી હતી. આ બે વિદેશી બ્રાન્ડમાંની એક સ્વિત્ઝર્લેન્ડની હતી. અને બીજી વિખ્યાત ઓસ્ટ્રેલિયન બ્રાન્ડ હતી. બીજા તમારું રક્ષણ કરશે એવી ધારણા રાખો નહિ અને તમે જ તમારું પોતાનું રક્ષણ કરતા થાવ.
બાળકોેને પરંપરાગત રીતે શ્રેષ્ઠ પોષણ દૂધમાંથી મળતું હોય છે. હું જ્યારે ઉમરમાં નાની હતી ત્યારે મારી માતાને એ ચિંતા સતાવતી હતી કે દૂધવાળો ભૈયો દૂધમાં પાણીની ભેળસેળ તો નહીં કરતો હોય ને? ગાય કે ભેંસને દૂધ માટે દોહવામાં આવતી હોય ત્યારે ઘરનોકરને નજર રાખવા માટે મોકલવામાં આવતો હતો. કોલકાતા અને દિલ્હી જેવાં શહેરોમાં પણ આવું બનતું હતું. અને આવી રીતે દૂધ મેળવતી ગૃહિણી ઘણી વાર એમ કહેતી હતી કે એકદમ પાણી જેવું દૂધ છે.
આજે પાણીના ભેળસેળવાળા દૂધની નવાઈ રહી નથી. આજે તો દુધમાં યુરિયા, ડિટર્જન્ટ પાઉડર, કોસ્ટિક સોડા, સફેદ પેઈન્ટ અને તેલ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. આરોગ્ય સામે ખતરારૃપ એવા ઝેરી સિન્થેટિક દૂધથી કેન્સર જેવા ખતરનાક રોગ થઈ શકે છે. એવી જ રીતે પનીર, માવા અને ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે. ઘીમાં ડાલડાના પ્રમાણ સાથે યુરિયા અને સફેદ પેઈન્ટ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. પેઈન્ટ કે તેલની ભેળસેળ વિનાનું દૂધ પણ આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દૂધના વધુ ઉત્પાદન માટે ગાય અને ભેંસને પ્રતિબંધિત એવા ઓક્સિટોસીનનાં ઈન્જેક્શન આપવામાં આવે છે. આવું દૂધ ભરપૂર હોર્મોન ધરાવતું હોય છે, જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આવું દૂધ પીવાથી શરીરમાં હોર્મોનની અસમતુલા સર્જાય છે, જેને પરિણામે કસૂવાવડ, નપુંસકતા, મૂત્રાશયનું કેન્સર, મગજના રોગો તેમ જ મહિલાઓને ચહેરા પર વાળ ઊગી આવવા જેવા વિકારો ઊભા થાય છે.
તો શું તમે તમારા બાળકને દૂધથી વંચિત રાખશો? મજબૂત હાડકાં અને તંદુરસ્ત વિકાસ માટે તમે તેને શું પીવડાવશો? શું ખવડાવશો? વિટામીન અને ખનીજથી ભરપૂર તાજાં ફળો અને શાકભાજી ખવડાવવા માગતા હો તો પણ બે વાર વિચાર કરજો, કારણ કે તાજાં ફળો અને શાકભાજીમાં પણ ઓક્સિટોસીન ભરવામાં આવે છે. ઓક્સિટોસીનનાં ઈન્જેક્શન આપીને ફળો અને શાકભાજીને વધુ ચમકીલાં, મોટા અને આકર્ષક બનાવવામાં આવે છે. દૂધી, કારેલાં, પપૈયા, કલિંગર, કેળાં અને કેરીને ઓક્સિટોસીનનાં ઈન્જેક્શન આપવામાં આવે છે.
ઓક્સિટોસીને કેલ્શ્યિમ કાર્બાઈડની જગ્યા સંપૂર્ણપણે લઈ લીધી નથી. ફળોને જલદીથી પકવવા માટે કેલ્શ્યિમ કાર્બાઈડનો ઉપયોગ થાય છે. આ ઝેરી રસાયણથી ચામડી પર ફોડીઓ નીકળી આવે છે. ઝાંખુ દેખાય છે, અલ્સર થઈ જાય છે અને શ્વસનતંત્રને પણ નુકસાન થાય છે. આ રસાયણથી કેન્સર પણ થઈ શકે છે. હવે ભારે ધાતુઓ અને જંતુનાશક દવાઓના કરાતા ઉપયોગ વિશે વિચારીએ. ફળો અને શાકભાજીમાં હાનિકારક એવા સીસું, ઝીંક, કલાઈ જેવી ધાતુ જેવા પદાર્થો મળી આવે છે અને ખાસ કરીને આપણી પરંપરાગત આરોગ્યપ્રદ એવી તાંદળજાની ભાજીમાં પણ આવાં હાનિકારક તત્ત્વો મળી આવે છે. નકામા પાણીની પ્રક્રિયા વગર કરાતી સિંચાઈને કારણે આવું બને છે. સારા પાક માટે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. આ જંતુનાશક દવાઓવાળું અનાજ ખાવાથી ફેફસાં, કિડની, સાંધાઓ વગેરેને નુકસાન થાય છે અને ગર્ભવતી મહિલા આવો આહાર લે તો વિકૃત બાળક જન્મવાની શક્યતા પણ રહે છે.
તો શું તમે ફળો અને શાકભાજી ખાવાનું છોડી દેશો અને માછલી કે માંસ ખાશો? માછલીમાં પણ જંતુનાશક દવાઓની ભારે માત્રા તેમ જ ધાતુઓ મળી આવે છે, કારણ કે મોટા ભાગની માછલીઓનો ઉછેર પણ દૂષિત પાણીમાં જ થતો હોય છે. પ્રાણીઓને વધુ જાડાપાડાં કરવા માટે તેમને હોર્મોનનાં અને એન્ટિબાયોટિક્સના ઈન્જેક્શન અપાતાં હોવાથી તેમના માંસમાં પણ હોર્મોન અને એન્ટિબાયોટિક્સ દવાઓનું ભારે પ્રમાણ હોય છે.
આ બધાં દૂષિત તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢવા માટે આપણે વધુ પાણી પીએ એ વાત બરાબર છે, પરંતુ આ પાણી પણ ક્યાં દૂષિત નથી હોતું? ભારત પાણીજન્ય રોગો માટે પ્રખ્યાત છે અને નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાં મોટા ભાગના પાણી શુદ્ધ કરતાં સાધનો (વોટર પ્યુરિફાયરો) પાણીજન્ય વાયરસોને દૂર કરી શકતાં નથી. હવે કદાચ તમે એવું વિચારશો કે બાટલીમાં મળતા ંપાણીથી તમે ચલાવી લેશો તો એ તમારી ભૂલ થાય છે. એક અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે બોટલ્ડ વૉટર (પાણી) માં સ્વીકાર્ય મર્યાદા કરતાં ૩૬ ગણા વધુ પેસ્ટિસાઈડ્સ (જંતુનાશક પદાર્થો) મળી આવ્યાં છે અને કેટલીક જાણીતી બ્રાન્ડના બોટલ્ડ પાણીમાં ૭૦ ગણા જંતુનાશક પદાર્થો મળી આવ્યા છે. અનાજ અને પીણા માટેના યોગ્ય સલામતી નિયમોનું પાલન કરાવીને જ તમે તમારાં અને તમારાં બાળકોનાં આરોગ્યની સુરક્ષા કરી શકો. જો આપણે નિકાસ માટે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો આગ્રહ રાખતા હોઈએ તો દેશમાં વપરાતા ખાદ્ય પદાર્થો અને પીણાં માટે આવો આગ્રહ કેમ ન રાખી શકીએ? આપણે વિદેશીઓને જેટલી ગંભીરતાથી લઈએ છીએ એટલી ગંભીરતાથી આપણી જાતને લતાં પણ શીખવું જોઈએ.

- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved