Last Update : 15-May-2012, Tuesday

 
 

રાયડુ (૮૧*)-ગેલ (૫૨*) વચ્ચે ૧૦.૫ ઓવરમાં અણનમ ૧૨૨ રનની ભાગીદારી
મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય

મયંક અગ્રવાલની ૩૦ બોલમાં ૬૪ રનની ઇનિંગ છતાં બેંગ્લોર હાર્યું ઃ ગેલે ૨.૪ ઓવરમાં ૩૯ રન આપ્યા

૧૭૨ના પડકારનો પીછો કરતાં મુંબઇએ એક તબક્કે ૫૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી

 

બેંગ્લોર, તા. ૧૪
રાયડુ (૫૪ બોલમાં અણનમ ૮૧) અને પોલાર્ડ (૩૧ બોલમાં અણનમ ૫૨)ની ઝંઝાવાતી અડધી સદીઓ તેમજ બંને વચ્ચેની ૧૦.૫ ઓવરમાં નોંધાયેલી અણનમ ૧૨૨ રનની ભાગીદારીને સહારે મુંબઇએ બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય મેળવ્યો હતો.
જીતવા માટેના ૧૭૧ના પડકારનો પીછો કરવા ઉતરેલા મુંબઇએ માત્ર ૫૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે રાયડુ અને પોલાર્ડે ઝંઝાવાતી બેટિંગ કરતાં બાજી પલ્ટી નાંખી હતી અને બે બોલ બાકી હતા ત્યારે મુંબઇને પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો.
બેટિંગમાં નિષ્ફળ રહેલા બેંગ્લોરના સ્ટાર ઓલરાઉન્ડર ગેલે ૨.૪ ઓવરમાં ૩૯ રન આપ્યા હતા, જે પણ ટીમની હારનું મુખ્ય કારણ કહી શકાય.
આખરી ઓવરમાં જીતવા માટે મુંબઇને ૧૪ રનની જરૃર હતી ત્યારે ગેલનો બોલ સોંપાયો હતો. રાયડુએ પ્રથમ બોલ પર લેગબાયનો એક રન લીધો હતો. જે પછી પોલાર્ડે જાયન્ટ છગ્ગા બાદ બે ચોગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
એક તબક્કે ૫૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી ચુકેલા મુંબઇને રાયડુએ ૫૪ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેની અણનમ ૮૧ રનની ઇનિંગથી બેઠું કરતાં વિજય અપાવ્યો હતો. જ્યારે પોલાર્ડે ૩૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૫૨ રન કર્યા હતા.
અગાઉ જીતવા માટેના ૧૭૨ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા મુંબઇની શરૃઆત કંગાળ રહી હતી. તેંડુલકર તેના પ્રથમ અને ઇનિંગના પાંચમા બોલે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
જે પછીની ઓવરમાં ગીબ્સ રનઆઉટ થયો હતો. વિનય કુમારે રોહિત શર્મા (૫)ને પેવિલિયનમાં મોકલતા મુંબઇનો સ્કોર ૧૯ રનમાં ત્રણ વિકેટ થઇ ગયો હતો. મુરલીધરને દિનેશ કાર્તિકને ૧૬ રને અને હર્ષલ પટેલે ડ્વેન સ્મિથને ૬ રને આઉટ કરતાં મુંબઇએ ૫૧ના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી ત્યારે તેમની હાર નિશ્ચિત જણાતી હતી.
જો કે રાયડુની અડધી સદી અને પોલાર્ડની ધીરજભરી બેટિંગને સહારે મુંબઇએ જીત મેળવી હતી. અગાઉ મુંબઇએ ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યું હતુ. મુનાફ પટેલે ત્રીજી જ ઓવરમાં ડેન્જરમેન ગેલને માત્ર ૬ રનના સ્કોર પર ક્લિન બોલ્ડ કર્યો હતો. તે જ ઓવરમાં ગીબ્સે કોહલી (૩)ને રનઆઉટ કરાવતા બેંગ્લોરનો સ્કોર ૧૧ રનમાં બે વિકેટ થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ દિલશાન-સૌરભ તિવારીની જોડીએ ૩૬ રન જોડીને ટીમને ઉગારવાની કોશિશ કરી હતી.
દિલશાને ૫૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૭ રન ફટકાર્યા હતા. મીડલ ઓર્ડરમાં મયંક અગ્રવાલે ૩૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે અણનમ ૬૪ રનની ઝંઝાવાતી ઇનિંગ રમતાં બેંગ્લોર ૧૭૧નાસ્કોર સુધી પહોંચી શક્યું હતુ. અગ્રવાલ અને ઝહીર ખાનની જોડીએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૩૭ રન જોડયા હતા.
બેંગ્લોર

-

રન

બોલ

ગેલ બો.એમ.પટેલ

૦૬

૦૮

દિલશાન બો.આરપી

૪૭

૫૦

કોહલી રનઆઉટ

૦૩

૦૧

એસ.તિવારી હિટવિકેટ બો.હરભજન

૨૧

૧૬

ડી વિલિયર્સ કો.મલિંગા બો.પોલાર્ડ

૧૪

૧૩

અગ્રવાલ અણનમ

૬૪

૩૦

વિનય રનઆઉટ

૦૧

૦૨

ઝહીર અણનમ

૦૧

૦૩

વધારાના ( લેગબાય ૨, વાઈડ ૯, નોબોલ ૩)

૧૪

 

 

 

(૬ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૭૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮ (ગેલ ૨.૨),૨/૧૧ (કોહલી ૨.૪),૩/૪૭ (એસ.તિવારી ૬.૩),૪/૮૭ (ડી વિલિયર્સ ૧૧.૩), ૫/૧૩૩ (દિલશાન ૧૭.૩ ), ૬/૧૩૪ (વિનય ૧૭.૫)
બોલિંગઃ એમ.પટેલ ૪-૦-૫૪-૧, આરપી ૪-૦-૨૩-૧, મલિંગા ૪-૦-૨૯-૦, હરભજન ૩-૦-૩૩-૧, પોલાર્ડ ૩-૦-૨૦-૧, સ્મિથ ૨-૦-૧૦-૦.
મુંબઇ

-

રન

બોલ

ગીબ્સ રનઆઉટ

૦૨

૦૬

તેંડુલકર કો.કોહલી બો.ઝહીર

૦૦

૦૧

આર.શર્મા કો.એન્ડ બો.વિનય

૦૫

૦૭

ડી.કાર્તિક કો.પટેલ બો.મુરલીધરન

૧૬

૧૪

રાયડુ અણનમ

૮૧

૫૪

સ્મિથ કો.દિલશાન બો.એચ.પટેલ

૦૬

૦૫

પોલાર્ડ અણનમ

૫૨

૩૧

વધારાના ( લેગબાય ૪,વાઈડ ૭)

૧૧

 

 

 

(૫ વિકેટે ૧૯.૪ ઓવરોમાં)

૧૭૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨ (તેંડુલકર ૦.૫),૨/૪ ( ગીબ્સ ૧.૨ ),૩/૧૯ (આર.શર્મા ૩.૪),૪/૪૪ (ડી.કાર્તિક ૭.૫), ૫/૫૧ (સ્મિથ ૮.૫ ).
બોલિંગઃ ઝહીર ૪-૦-૩૪-૧, વિનય ૪-૦-૩૬-૧, એચ.પટેલ ૪-૦-૨૫-૧, મુરલીધરન ૪-૦-૧૬-૧, અપન્ના ૧-૦-૧૯-૦, ગેલ ૨.૪-૦-૩૯-૦.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved