Last Update : 15-May-2012, Tuesday

 

ડોક્ટરોનું પ્રમાણ વધારવા
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે

મેડિકલમાં સૂચિત કોમન એક્ઝામ આવતા શૈક્ષણિક સત્રથી ઃ આરોગ્ય મંત્રાલય
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૪
ભારત સરકારે એમબીબીએસ અને પોસ્ટગ્રેજ્યુએટ (પીજી)ની સીટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને તે દ્વારા ૨૦૨૧ સુધીમાં આ બેઠકો બમણી કરી એમબીબીએસ બેઠકોનું ૮૦,૦૦૦નું અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોની સંખ્યા ૪૫,૦૦૦ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી વસ્તીના પ્રમાણમાં અત્યારે ૨,૦૦૦ નાગરિકોદીઠ ૧ ડોક્ટર છે તે સરેરાશ ઘટીને ૧,૦૦૦ નાગરિકો દીઠ ૧ ડોક્ટરની કરવા સરકારનો નિર્ધાર છે. સાથે એમબીબીએસ અને એમ.ડી. અભ્યાસક્રમો માટે સમગ્ર દેશમાં સમાન પરીક્ષા પણ આગામી શૈક્ષણિક સત્રથી શરુ કરવામાં આવશે તેમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
કેન્દ્રનું આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય ૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અભ્યાસક્રમમાં ૩૮,૩૪૧ અને પીજી સ્ટ્રીમમાં ૨૨,૮૪૬ બેઠકો વધારવા માગે છે જેથી એમબીબીએસમાં ૯૨.૪૫ ટકા અને પીજી સ્ટ્રીમમાં ૧૯૨.૭૫ ટકાનો વધારો થવા સંભવ છે.
આરોગ્યપ્રધાન ગુલામનબી આઝાદના અધ્યક્ષપદે આજે અહીં મળેલી આરોગ્ય સંબંધી સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં દેશમાં આરોગ્ય વિષયક મૂળભૂત સવલતો (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વિષે ચર્ચા થઈ રહી હતી.
અત્યારે દેશની ૩૩૫ મેડિકલ કોલેજીસમાં ૪૧,૫૬૯ જેટલી એમબીબીએસ માટેની બેઠકો છે જ્યારે ૨૨,૧૯૪ પીજી કોર્સીઝ માટેની બેઠકો છે. આ કૉલેજો સૌથી વધુ પ્રમાણમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં છે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભારતના મધ્યસ્થ રાજ્યોમાં તેનું પ્રમાણ ઘણું ઓછું છે.
દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યો કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આ ૩૩૫ પૈકી ૬૬ ટકા કોલેજો છે અને ૬૯ ટકા જેટલી એમબીએસની સીટો છે.
મેડિકલ કોલેજોમાં પ્રવેશ અંગે તો ૨૦૧૩-૧૪ના વર્ષથી જ નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટફોર અન્ડર ગ્રેજયુએટ (એનઇઇટી-યુજી) દાખલ કરવાનો પણ આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો જે પ્રમાણે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સીઝ માટે સીબીએસઇ દ્વારા અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીઝ માટે નેશનલ નોક ઓફ એક્ઝામિનેશન દ્વારા આ ટેસ્ટ લેવાશે.
આ અંગે અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાસ્તવમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)એ તો આ શૈક્ષણિક સત્રથી જ આ પ્રકારની પરીક્ષાઓ લેવા જણાવ્યું હતું પરંતુ તે માટે પૂરતી તૈયારીઓ નહીં થઈ શકવાથી તે આવતા શૈક્ષણિક સત્ર ઉપર પાછી ઠેલવી પડી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved