Last Update : 15-May-2012, Tuesday

 
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
નિત્યાનંદ સ્વામી સાથેના સંબંધો અંગે જયેન્દ્ર સરસ્વતીની ટીપ્પણીથી નારાજ
ચેન્નાઇ, તા.૧૪
જાતે બની બેઠેલા ગોડમેન નિત્યાનંદ સાથેની નિકટતા અને એના પ્રત્યેની ભક્તિના લીધે ચર્ચામાં રહેલી તામિલ અભિનેત્રી રમજીતાએ આજે કાચી મઠના શ્રી જયેન્દ્ર સરસ્વતી સામે બદનક્ષીની ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
અદાલતમાં મોડી પડવાના લીધે શુક્રવારે બદનક્ષીની કાર્યવાહીની ઔપચારિકતાઓને પુરી નહી કરી શકેલી રણજીતા આજે અધિક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.પી.રવિન્દ્રનને એની ફરિયાદ સુપરત કરવા માટે સમયસર હતી.
ન્યાયમૂર્તિએ કેસને તા.૧૬મે પર મુલત્વી રાખ્યો છે. જ્યારે રણજીતાએ એનું સોગંદનામું નોંધાવવા માટે ફરી આવવું જ પડશે. એકવાર એ થઇ જાય પછી રણજીતાએ ફરિયાદમાં ઉલ્લેખેલ વ્યક્તિઓને સમન્સ બજાવાશે.
પ્રતિવાદીએ રણજીતાની વિરૃધ્ધમાં કરેલા કહેવાતા નિવેદનો બદલ રણજીતાએ એના વિરૃધ્ધ બદનક્ષીની કાર્યવાહી શરૃ કરવા માંગણી કરી છે. રણજીતાએ જણાવ્યું કે એ નિત્યાનંદની ચુસ્ત અનુયાયી છે. પોતે કેટલીક ધાર્મિક પરિષદો અને વ્યાખ્યાનોમાં હાજરી આપતી રહી હોવાનું એણે ઉમેર્યું હતુ. તમિલનાડુ અને કર્ણાટકમાં નિત્યાંનદના વ્યાખ્યાનો સાંભળ્યા પછી પોતે એની શિષ્યા બની હોવાું રણજીતાએ જણાવ્યું હતુ.
અભિનેત્રીએ કહ્યું કે જયેન્દ્ર સરસ્વતીએ ગત સપ્તાહે આપેલી મુલાકાતમાં એના નિત્યાનંદ સાથેના સંબંધો વિષે શંકા વ્યકત કરી હતી. રણજીતા હંમેશા ગોડમેન સાથે હોય છે એમ જયેન્દ્ર સરસ્વતીએ કહ્યું હતુ.
રમજીતાએ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું કે એને બદનામ કરવા માટે કાંચીના જયેન્દ્ર સરસ્વીતી દ્વારા બદઇરાદાપૂર્વક આક્ષેપો કરાયા છે. એણે ઉમેર્યું કે બદઇરાદાપૂર્વકના નિવેદનના લીધે પોતે ખુબ પીડા અને તાણ અનુભવ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved