Last Update : 15-May-2012, Tuesday

 
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

અમેરિકા તેમજ ઓસામાના ઓપરેશન વિરુદ્ધ બોલવા મુદ્દે હાલ કોર્ટ માર્શલની કાર્યવાહી

રાવલપિંડી, તા. ૧૪
પાકિસ્તાનના એક લશ્કરી અધિકારીની સામે લશ્કરને ઉશ્કેરવા તેમજ તેમના રાજકીય ઢંઢેરાને આગળ ધપાવવાના આરોપ સાથે કોર્ટ માર્શલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રિગેડિયર અલીખાન સામે સરકાર વિરુદધ બળવો પોકારવા તેમજ લશ્કરના એક હિસ્સામાં અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકાયો છે. કેટલાક મુસ્લિમ રાષ્ટ્રોમાં પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન હિઝબ-ઉત-તહેરીર સાથે તેને સંપર્ક હોવાની આશંકા સેવવામાં આવ છે.
બ્રિગેડિયર અલીખાન હાલ જેલમાં જ છે તેની આશરે એક વર્ષ પૂર્વે પાંચમી મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાએ ઓસામા વિરુદ્ધ કરેલા ઓપરેશનને તેમણે વખોડી કાઢ્યું હતું તેના અનુસંધાને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓસામાની ઘટના અંગે તપાસ ચલાવી રહેલા પંચને ખાનના વકીલ રહીમે તેમની થિયરી ગળે ઉતારવા પ્રયાસ કર્યો હતો પણ પંચે નકારી કાઢ્યો હતી.
સામે પક્ષે તેમના સાથીઓ અને પરિવારજનોનું કહેવું છે કે, તે આખાબોલા છે પણ હકીકતમાં નિર્દોષ છે તેમની માથે જે આરોપો મઢવામાં આવી રહ્યા છે તેવી કોઈ પ્રવૃત્તિ તેમણે કરેલી નથી.
બ્રિગેડિયરે પોતાના કાર્યકાળમાં સેનાના એક હિસ્સાને અમેરિકા સાથેના પાક. સેનાના ગઠબંધનનું પાલન નહી કરવા ઉશ્કેર્યા હતા તેમનું કહેવું હતું કે, આ સંધિને કારણે આપણે આપણા જ લોકો સામે લડી રહ્યા છીએ. અમેરિકનો સાથે સંપર્ક કાપવાથી આપણને થોડું પણ આત્મસન્માન પ્રાપ્ત થશે જેની આપણે ખૂબ જરૃર છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આમ કરવાથી કદાચ અમેરિકા સહાય અટકાવી દેશે પણ તેનાથી આકાશ તૂટી પડવાનું નથી અને શું થશેનો આપણો ભય દૂર થઈ જશે.
બ્રિગેડિયર ખાનની ધરપકડ ઉગ્રવાદીઓ સાથે સંપર્ક હોવાના આરોપસર કરાઈ હતી. ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો અને તેમણે પોતાના ચાર સાથી અધિકારીઓને પણ ઉગ્રવાદી સંગઠનમાં જોડવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમની સામે આક્ષેપ છે. જો કે હાલ તેમની સામે સેનાની કોર્ટ (કોર્ટ માર્શલ)માં કેસ ચલાવાઈ રહ્યો છે પણ તે સેનાના એક મોટા વર્ગ પર પ્રભુત્વ ધરાવતા હોવાનું પણ માનવામાં આવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved