Last Update : 15-May-2012, Tuesday

 

બેંકો માટે સરકારી નીતિઓ જવાબદાર
મૂડીઝે LIC અને ICICI, HDFC અને AXIS બેંકોને ડાઉનગ્રેડ કરી

સરકારના દબાણ નીચે LICએ ONGCમાં કરેલું રોકાણ કારણરૃપ

(પીટીઆઈ) મુંબઈ, તા. ૧૪
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ તાજેતરમાં સરકારના જ કહેવાથી ઓઈલ એન્ડ ગેસ જાયન્ટ ઓએનજીસી તેમજ સરકાર હસ્તકની બેન્કોમાં રોકાણ કર્યું હોવાથી ગ્લોબલ-હેટિંગ એજન્સી મૂડીએ તેનું ડાઉન ગ્રેડીંગ કરી તેને Baa3 માંથી Baa2 કરી નાંખ્યું છે. બીજી તરફ આ વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતની ત્રણ સૌથી મોટી ખાનગી બેન્કો આઈસીઆઈસીઆઈ બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક અને એક્સિસ બેન્કનું પણ રેટિંગ D+ માંથી ઘટાડી C - કરી નાખ્યું છે. આથી એક માત્ર એચડીએફસી બેન્ક સિવાય અન્ય તમામ બેન્કોનાં હાઈબ્રીડ ડેટ રેટિંગ ઉપર નકારાત્મક અસર પડશે તો બીજી તરફ એલઆઈસીની વિદેશી હુંડીયામણની નાણાંકીય વીમા શક્તિનાં રેટિંગમાં ઘટાડો થશે. તેમ મૂડીનાં ઈન્વેસ્ટર સર્વિસ એનાસિસ્ટ અને એવીપી સ્ટેલા તેગે જણાવ્યું છે.
આ પૂર્વે ગયા મહિને જ સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર (એસએન્ડપી) રેટિંગ એજન્સીએ ચેતવણી આપી હતી કે, (જો ઝડપી આર્થિક સુધારા હાથ ધરવામાં નહીં આવે તો) તેને ભારતનું પણ ક્રેડિટ રેટિંગ 'જન્ક-સ્ટેટસ'ની નજીક BBB- કરવાની ફરજ પડશે.
એવું પણ જાણવા મળ્યું છે કે સરકારના આદેશથી જ એલઆઈસીએ ઓએનજીસીની ૫ ટકાની 'ફોલોઓન-ઓફર' પૈકી ૯૦ ટકા જેટલી ખરીદી પ્રીમીયમ સાથે માર્ચ મહીનામાં કરી હતી. પરંતુ આ પછીયે આ ઓઈલ-જાયન્ટના શેરો નીચાં મથાળે જ રહ્યા છે. આથી દરેક વિશ્લેષણકારો અને દરેક અર્થશાસ્ત્રીઓએ આ રોકાણો માટે એલઆઈસીને દોષિત ઠરાવી છે.
તા. ૩૦મી એપ્રિલે મૂડીએ કરેલા એલઆઈસીનાં કરેલા આ ડાઉન-ગ્રેડના અહેવાલો હવે પ્રસિદ્ધ થયા છે. જેમાં વિશ્વભરની મોટી નાણાંકીય સંસ્થાઓ સંસ્થાઓની પરિસ્થિતિનો અભ્યાસ કરાયો છે. વિશેષઃ જે સંસ્થાઓ સાથે સંબંધિત દેશોની સરકારો જોડાયેલી હોય છે, તેની ઉપર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. એલઆઈસીનાં ડાઉન-ગ્રેડીંગ માટેનો તર્ક આપતાં સ્ટેલા નેગે ચાર કારણો આપ્યાં છે. (૧) તેનો બિઝનેસ કેટલી હદે સ્થાનિક અર્થતંત્ર પર આધારિત છે. (૨) દેશ બહાર તેની કાર્યવાહી કેટલી મર્યાદિત છે. તેમજ તેનું વૈશ્વિકકરણ કેટલું મર્યાદિત છે. (૩) તેનાં બેલેન્સશીટમાં સોવરેન-ડેટ (દેશનું દેવું) કેટલું તેની મૂડીના પ્રમાણમાં કેટલું દર્શાવાયું છે. (૪) સબળ વિદેશી મૂડી રોકાણનો અભાવ.
તે સર્વવિદિત છે કે એલઆઈસી પૂર્ણતઃ ભારત સરકાર હસ્તક સંસ્થા છે. તેને સરકાર હસ્તકની સીન્ડીકેટ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને આઈઓસી જેવી સંસ્થાઓમાં મૂડી રોકાણ કરવાની ફરજ પડાઈ હતી અને નિયમાનુસાર ૧૦ ટકાને બદલે તેને તેમાં ૧૫ ટકા મૂડી રોકાણ કરવું પડયું હતું.
બેન્કોની વાત લઈએ તો મૂડી દ્વારા બેન્ક ફાયનાન્શયલ સ્ટ્રેન્થ રેટિંગ (ઈએફએસઆર) પ્રમાણે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્કનું રેટિંગ ડી + થી ઘટાડી સી - કરાયું છે. જે બેઝલાઈન ક્રેડિટ એસેસમેન્ટ (બીસીએ) પ્રમાણે Baa3 થી ઘટી Baa2 રહ્યું છે અને તે લાંબો સમય રહેવાની ભીતિ છે.
આ વિશ્લેષણમાં તેમ પણ કહેવાયું છે કે, સરકારની જેમની આ સંસ્થાઓ પણ એક યા બીજી રીતે સરકાર સાથે જોડાયેલી તો છે જ. તેથી સરકારનું રેટીંગ નીચું જતાં આ સંસ્થાઓનું પણ રેટિંગ નીચું જાય તે સહજ છે, તેમ મૂડીની ઈન્વેસ્ટર સર્વિસના વાઈસ પ્રેસિડેન્ટ અને સિનિયર ક્રેડિટ ઓફીસર બેટ્રીંસ બૂચે સિંગાપુરમાં ફાયનાન્શ્યલ ઈન્સ્ટીટયુશન્સનાં ગુ્રપને એક નિવેદનમાં જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અનેક લગ્નો કરનારા ગુજરાતી યુવકની બોરીવલીમાંથી ધરપકડ

ઓ.એન.જી.સી.ના તેલક્ષેત્રની સુરક્ષા પર તોળાતું જોખમ

રૃપિયો નવા તળિયે ઉતર્યો ઃ ફોરવર્ડ ડોલરમાં ભાવોમાં મોટો ઉછાળો
તમિલ અભિનેત્રી રણજીતા દ્વારા જયેન્દ્ર સરસ્વતી સામે ફરિયાદ
૨૦૨૧ સુધીમાં એમબીબીએસ અને પીજીની બેઠકો બમણી કરાશે
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
લંડન ઓલિમ્પિક બાદ સ્વિમિંગને અલવિદા કહેવા ફેલ્પ્સની વિચારણાં

આજે કોટલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે રાત્રે ૮થી મેચ

નેપાળમાં ખાનગી કંપનીનું વિમાન તૂટી પડતાં ૧૩ ભારતીયોનાં મૃત્યુ
સ્ટુડન્ટ વિસા પર બ્રિટને મુકેલા પ્રતિબંધથી બીજા મનમોહન બ્રિટન આવશે?
પાકિસ્તાનના એક સેના અધિકારી સામે બળવો કરવાના મુદ્દે કેસ

ડ્રગમાફિયાએ ૪૯ જણાની હત્યા કરી મૃતદેહોના ટુકડા કરી નાખ્યા

મુંબઇ ઇન્ડિયન્સનો બેંગ્લોર સામે પાંચ વિકેટથી નાટકીય વિજય
ભારતીય મહિલા બોક્સર સરિતાએ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
મેડ્રીડ ઓપનઃફાઇનલમાં બર્ડિચને હરાવીને ફેડરર ચેમ્પિયન બન્યો
 
 

Gujarat Samachar Plus

સોેયના ટાંકાની બારીકાઈ ટકા લાવવામાં પણ જાળવી
બોર્ડમાં ટોપટેનની કુપ્રથા, ઝંઝટ ગઈને સ્ટુડન્ટસ સ્ટ્રેસ ફ્રી
એક એડમિશન સાથે સ્કૂટીનો સરપાવ
પર્સનલ સ્ટાઈલને ફોલો કરતા યંગસ્ટર્સ
ગમતું ફિલ્ડ પસંદ કરતી વખતે અંતરનો અવાજ સાંભળો
 

Gujarat Samachar glamour

અમિતાભ અને મઘુર ભંડારકર વચ્ચે ‘કોલ્ડવોર’ બંધ
‘આઈટમ-સોન્ગ’સોંગનો જ જમાનો છેઃ નતાલિયા
બુ્રકલિન ડેકર બિકની નહીં પહેરે
શકીરાનો સોની સાથે છ કરોડ ડોલરનો કરાર થશે
મેરેલિન મુનરોના નગ્ન ફોટાઓની હરાજી કેન્સલ કરવી પડી !
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved