Last Update : 15-May-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૫-૦૫-૨૦૧૨, મંગળવાર
વૈશાખ વદ દસમ - પંચક
પારસી દએ માસ શરૂ ઃ બોચાસણ અ.પુ.સ્વા.મં. પાટોત્સવ
બજારોમાં - હવામાનમાં ફેરફારી ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૯ મિ., (સૂ) ૬ ક. ૫૦ મિ., (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૩ ક. ૩૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વા ભાદ્રપદ રાત્રે ૧૦ ક. ૦૩ મિ. સુધી પછી ઉત્તરા ભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃષભ, મંગળ - સંિહ, બુધ - મેષ, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ (વ.), શનિ ઃ તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - બપોરના ૩ ક. ૩૧ મિ.સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, ગ્રીષ્મ ૠતુ, રા.દિ. વૈ. ૨૫
માસ-તિથિ-વાર ઃ વૈશાખ વદ દસમ ને મંગળવાર.
આજે પંચક છે. પારસી દએ માસ શરૂ. વિષ્ટી ૧૭-૨૯ સુધી. વૈદ્યુતિ યોગ બપોરના ૧ ક. ૪૭ મિ. સુધી સિઘ્ધિયોગ, ૨૨ ક. ૦૩ મિ.થી શરૂ. તા. ૨૭ જુન સુધી શુક્ર વક્રી. બોચાસણ, અ.પુ. સ્વા. મંદિર પાટોત્સવ
- અનાજમાં મંદી ?, - ઘી, તેલના ભાવ વધે ?, - રાજા, પ્રજા સુખી, સુવૃદ્ધિ, સુર્ભિક્ષ., - રૂ, ચાંદી, સાકર વગેરેના ભાવ વધે ?
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદિ ઉલ આખર માસનો તેવીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ દએ માસનો પ્રથમ રોજ હોરમજદ.
- કદમી માસ અગિયારમો બેહમન શરૂ.
- શહેનશાહી દએ મહિનાનું પહેલુ જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે બજારોની વધઘટમાં ઘ્યાન રાખવું. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હૃદય-મનને બેચેની અનુભવાય.

 

વૃષભ ઃ માનસિક પરિતાપ-ચંિતા છતાં નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-ચંિતા હળવી થવા માટેના સંજોગો ગોઠવાતા જાય.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં ઉપરી અધિકારી, સહકાર્યકર વર્ગ, નોકરચાકર, કારીગરવર્ગ, ભાઈભાંડુ, ભાગીદારના કારણે તકલીફ ચંિતા જણાય.

 

કર્ક ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતા, નાણાંકીય ખેંચના કારણે તમારું કામ ઉકેલાય નહીં. નકરાત્મક વિચારો, અનંિદ્રા અનુભવો.

 

સંિહ ઃ પત્ની-સંતાન-પરિવાર-મિત્રવર્ગથી ખર્ચ થાય. બહાર જવાનું થાય પરંતુ આનંદ રહે. પરંતુ બપોર પછી ચંિતા-વિવાદ-ઉશ્કેરાટ જણાય.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમે માનસિક હળવાશ અનુભવો તેમ છતાં આજનો દિવસ નોકરી-ધંધામાં સંભાળવો.

 

તુલા ઃ બજારોની વધઘટમાં જોખમી ધંધો કરવો નહીં. માલનો ભરાવો કરવો નહીં. ખાંડ, તેલ, રૂ, સોના-ચાંદી-કાપડના, રસકસના ધંધામાં સંભાળવું.

 

વૃશ્વિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય.

 

ધન ઃ અન્યના કારણે ચંિતા-વિચારોમાં અટવાયેલા રહો. સરકારી-ખાતાકીય-કાનૂની પ્રશ્નમાં, પરદેશના કામમાં ચંિતા રહે.

 

મકર ઃ આજે આપે યાત્રા-પ્રવાસ, મીલન-મુલાકાતમાં, નોકરી-ધંધાની ચર્ચા વિચારણા- નિર્ણયમાં ધીરજ-શાંતી રાકવી.

 

કુંભ ઃ તમારા કૌટુંબીક પ્રશ્નમાં, આડોશપાડોશના પ્રશ્નમાં, મકાન બાંધકામ, ટ્રાવેલ્સના ધંધામાં, નોકરીમાં ચંિતા-મુશ્કેલી જણાય.

 

મીન ઃ માનસિક સ્વસ્થતા જણાય નહીં. તમારા સગા-સંબંધી-મિત્રવર્ગના કારણે ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૫-૦૫-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષ દરમ્યાન આપે આપના પત્ની-સંતાન-પરિવારના પ્રશ્નમાં ઘ્યાન આપવું પડે.

 

- પત્નીને બીમારી-અસ્વસ્થતા જણાય કે તેના સ્વભાવના કારણે તમારા પરિવારની સુખ-શાંતિ જળવાય નહીં. તમારી પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી રહે.

 

- આપે આપના નોકરી-ધંધાનું કાર્યક્ષેત્ર તેમજ તમારી આવક જળવાઈ રહે તેનું ઘ્યાન રાખવું. તમારી આળસ-બેકાળજી-તમારો સ્વભાવ તમને નુકસાનકર્તા બને અને પરેશાન થયા કરો

 

- પુત્ર પૌત્રાદિકના આરોગ્યનું, વિદ્યાભણતરનું ઘ્યાન રાખવું. તે સિવાય અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશમાં રહેતા સંતાનને મળવાનું થાય.

 

- પત્ની પક્ષના વ્યવહારમાં - સંબંધમાં નોકરી-ધંધાનું આયોજન ગોઠવવું નહીં. અન્ય સ્ત્રીવર્ગ સાથેની ભાગીદારીમાં, કામગીરીમાં તકલીફ થાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન રાખવું પડે. વિજાતીય આકર્ષણ, વિચારોમાં ભણવામાં એકાગ્રતા જળવાય નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનને રસ્તામાં એનો મિત્ર મગન મળી ગયો. મગને છગનને પૂછ્‌યું, ‘‘પછી તું પેલા માનસશાસ્ત્રી ડૉકટર પાસે ઈલાજ માટે ગયેલો તે શું થયું?’’
‘‘જઇ આવ્યો,’’ છગને જવાબ આપ્યો, ‘‘હવે ઘણું સારું છે...’’
‘‘એમ કે? શું હતું તને?’’ મગને પૂછ્‌યું.
‘‘પહેલાં ટેલિફોનની રીંગ વાગતી તો પણ મને ડર લાગતો અને હું ટેલિફોન ઉપાડતો નહીં.’’ છગને કહ્યું.
‘‘અને હવે?’’ મગને સવાલ કર્યો.
‘‘અને હવે,’’ છગને કહ્યું, ‘‘રીંગ વાગે કે ન વાગે પણ ટેલિફોન અચુક ઉપાડું છું.’’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીમાં મહેમાનોને શીતળ ખાણી પીણીથી આવકારો

મિક્સફ્રુટ કોકટેલ ઃ


સામગ્રી ઃ એક કપ પાઇનેપલના નાના-નાના ટુકડા, એક કપ પપૈયાના નાના-નાના ટુકડા, બે કેળામાં નાના-નાના ટુકડા, એક સફરજનના નાના-નાના ટુકડા, બે લીંબુનો રસ, એક ચમચા ખાંડ, ૩-૪ ચીરી બીટ.

 

રીત ઃ એક તપેલીમાં દોઢ વાટકી પાણી લઇ તેમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડી થવા દો અને તેમાં લીંબુનો રસ ભેળવો.

હવે પાઇનેપલ, પપૈયાં, કેળાં તથા સફરજનના ટુકડા એક બાઉલમાં મિક્સ કરી. ગ્લાસમાં નાખો. તેના પર લીંબુ, ખાંડની ચાસણી રેડો. ઉપર બરફ નાખી એકદમ ઠંડુ કરી સ્વાદ માણો.

 

 

 

લિચી આઇસ


સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ પનીર, એક ચમચી બૂરું ખાંડ, ૪-૫ લીચી, બે ગ્લાસ લીચીનો રસ (તે બનાવવા લગભગ ૨ કિ.ગ્રા.લીચી લો), ૨૫૦ મિ.લી. સોડાવોટર અથવા ૩ બોટલ કોલા, બરફનો ભૂકો (જરૂર પ્રમાણે)

 

રીત ઃ લીચીઓને છોલી, તેમના ઠળિયા સાચવીને કાઢી નાખો. દરેક લીચીના ૪-૪ ભાગ કરીને એક મોટી પ્લેટમાં છૂટા-છૂટા ગોઠવી, થોડીવાર પંખા નીચે મૂકી રાખો. જેથી લીચી સહેજ સુકાઇ જશે. પનીરમાં બૂરું ખાંડ નાખી ચીકાશ વાળું થાય ત્યાં સુધી મસળો. હવે તેના નાના-નાના ગોળા વાળો. એક ગોળો લઇ, હથેળી પર ફલાવીને વચ્ચે લીચીનો એક ટુકડો મૂકો. ત્યારબાદ ફરી પનીરનો ગોળો વાળી દો. આ રીતે બધા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકી દો.

 


લીચીનો રસ અને સોડાવોટરને ફ્રીઝમાં ઠંડા થવા માટે મૂકી દો. મોટા ગ્લાસ લઇ તેમાં સરખા ભાગે લીચીનો રસ ભરો. બરફનો થોડો ભૂકો નાખો અને ૨-૩ ગોળા પનીર સ્નો તેમાં નાખી ઉપર સોડાવોટર રેડી તરત પીવા આપો.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved