Last Update : 14-May-2012, Monday

 

કોંગ્રેસની સ્ટ્રેટેજીના ચાર ચૂંટણી-તબક્કા!

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર પહેલાં આવી જવાની છે. કોંગ્રેસે તો અત્યારથી તૈયારીઓ કરવા માંડી છે. (જેમકે શોકસભા માટે હોલ બુક કરવા... વગેરે)
પણ સિરીયસલી, કહે છે કે કોંગ્રેસ આ વખતે ‘ચાર તબક્કા’ની સ્ટ્રેટેજી ઘડી કાઢી છે!
....યાર, એમાં નવું શું છે? કોંગ્રેસની વરસોથી આ ચાર તબક્કાની જ ચૂંટણી સ્ટ્રેટેજી હોય છે...
* * *
તબક્કો (૧) ઃ આશાવાદ અને એકતા-પ્રદર્શન
‘‘આ વખતે તો જીતી જ જઈશું!’’ ‘‘પ્રજા ત્રાસી ગઈ છે!’’ ‘‘પેટા-ચૂંટણીમાં જીતી ગયા ને!’’ ‘‘મોદીના છક્કા છૂટી જવાના!’’
...આ ટાઈપનો એક આશાવાદ સૌ કોંગ્રેસીના મનમાં જાગે છે. પરિણામે તેઓ સૌ ઊંઘમાંથી પણ જાગે છે...
જાગ્યા પછી દિલ્હી તરફ મીટ માંડે છે...
દિલ્હીથી પ્રતિનિધિઓ આવે છે...
એમની હાજરીમાં બધા ‘એક’ થઈને બહુ મોટું ચૂંટણી ફંડ ફાળવવાની ‘માગણી’ કરે છે. (આને જ એકતા-પ્રદર્શન કહેવાય!)
બસ, પહેલો તબક્કો પુરો થયો.
* * *
તબક્કો (૨) ઃ લોકસંપર્કથી પ્રશ્નોને વાચા
છેલ્લા સાડા ચાર વરસથી જે કામ મોદીસાહેબ સતત કરતા રહે છે તે કામ કોંગ્રેસીઓને અત્યારે યાદ આવે છે! પણ લોકસંપર્ક માટે તો સાલું, એસી કેબિનો છોડીને તડકામાં રખડવું પડે? રખડવા માટે ય સાલું, એસી કારની બહાર પગ મુકવા પડે...?
એટલે શાણા, સમજુ અને ચતુર કોંગ્રેસીઓ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એકાદ હેલ્પલાઈન શરૂ કરશે! એકાદ વેબસાઈટ ચાલુ કરશે! એકાદ બ્લોગ પણ બનાવશે!
જોકે અમુક ઉત્સાહી કોંગ્રેસીઓ ‘સાચુકલો’ લોકસંપર્ક કરી નાંખે છે... ત્યારે પ્રશ્નોને ‘વાચા’ મળે છે! એ પ્રશ્નો કંઈક આવા હોય છે ઃ ‘‘આટલા વરસ તમે ક્યાં હતા?’’ ‘‘કોંગ્રેસે અમારે માટે શું કર્યું?’’ ‘‘હવે શું લેવા આવ્યા છો, વોટ ને?’’
- આમ બીજો તબક્કો પુરો થાય છે.
* * *
તબક્કો (૩) ઃ ટિકીટ વહેંચણીની ટાંટિયાખેંચ
ત્રીજા તબક્કામાં જેવું ટિકીટ વહેંચણીનું લીસ્ટ બનવા માંડે કે તરત કોંગ્રેસીઓ લોકસંપર્ક પડતો મુકીને ‘દિલ્હી-સંપર્ક’માં લાગી જાય છે! નાના કોંગ્રેસી મોટાં માથાંને પકડે છે. મોટાં માથાં બને એટલાં માથાં લઈને દિલ્હીમાં બતાડવા જાય છે. એનાથી યે મોટા માથાં ટિકીટ અપાવવા માટે હથેળીમાં ચાંદ બતાડીને ‘એડવાન્સ’ માગે છે... આમ કરતાં કરતાં, છેવટે ‘મેડમ કહે એ ફાઈનલ!’ એવું જાહેરમાં બોલતાં બોલતાં, મેડમને આંબલી-પીપલી બતાડ્યા કરવાનો ખેલ ચાલતો રહે છે.
છેવટે ફાઈનલ લીસ્ટ બહાર પડે ત્યારે ત્રીજો તબક્કો પુરો થાય છે.
* * *
તબક્કો (૪) ઃ સોનિયાજીની પરિક્રમા
આ છેલ્લા તબક્કામાં સોનિયાજી ગુજરાતની પરિક્રમા કરવા આવે (પાંચ વરસે એક જ વાર) ત્યારે કોંગ્રેસીઓ સોનિયાજીની આગળ-પાછળ ફરીને પરિક્રમા કરતા રહે છે. કેટલાક મહેનતુ કોંગ્રેસીઓ દૂર દૂરથી ટોળાંઓને પકડી લાવે છે તો કેટલાક શાણા કોંગ્રેસી સોનિયાજીની નિકટતામાં આશ્રય પામવા મથે છે...
બસ, આ તબક્કો પત્યો પછી તો... ‘ધી એન્ડ’ જ છે ને?
Share |
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved