Last Update : 14-May-2012, Monday

 
હિન્દી ફિલ્મ ઉદ્યોગના ૧૦૦ વર્ષ

- પહેલી મૂંગી ફિલ્મ રજૂ તો થઇ ૧૯૧૩ના મેની ૩ તારીખે પણ ૨૦૧૨ મે ૩થી એની શતાબ્દિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે
- સંિગલ થિએટરમાંથી મલ્ટી પ્લેક્સ થિએટર ભણીની ગતિ
- આપણા સ્વાતંત્ર્ય આંદોલન સાથે ફિલ્મોએ શરૂથી જ કદમ મિલાવેલા
- દાદા સાહેબ ફાળકેએ ૧૨૫ મૂંગી ફિલ્મો બનાવેલી !
- ‘વિદેશી વસ્ત્રોની હોલી’ અને ‘વંદેમાતરમ્‌’ જેવી મૂંગી ફિલ્મો બની
- સિનેમાની ટિકિટના કાળા બજાર ૧૯૩૨માં પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’થી જ શરૂ થયા
- આજના રણવીર કપુરના બાપાના બાપાના બાપા પૃથ્વીરાજ કપુર ‘આલમ આરા’માં અભિનેતા હતા

સિનેમા જોવાની આજે જેવી ઘેલછા છે એ નવી નથી. મૂક ફિલ્મોના જમાનામાં એટલે કે ૧૦૦ વર્ષ પહેલાં જયારે આજના જેવા થિએટરો પણ નહોતા ત્યારે પણ ફિલ્મો જોવાનો ‘ક્રેઝ’ આજ જેવો જ હતો.
પહેલી હિન્દી એટલે કે ભારતીય મૂક ફિલ્મ દાદાસાહેબ ફાળકેએ ૧૯૧૩માં ૩ મેએ રજૂ કરી જે માટે ૨૦૧૨ના ૩મેથી એ નિમિત્તે શતાબ્દિ વર્ષ ચાલે છે એ પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રજૂ થયા પછી અને એમાં સફળતા મેળવ્યા પછી ફાળકેએ ‘ભસ્માસુર મોહિની’, ‘લંકા દહન’, ‘કાલિયા મર્દન’, ‘શ્રી કૃષ્ણ જન્મ’ જેવી ૧૨૫ ફિલ્મો કરતાં પણ વઘુ ફિલ્મો એકલા એમણે બનાવેલી.. બધી જ મૂક ફિલ્મો. (મૂક ફિલ્મો એટલે શું એ જોવું હોય તો ટી.વી. ચેનલો પર ચાર્લી ચેપ્લીનની અંગ્રેજી ફિલ્મો બનાવતા હોય છે.. એ જોઈ લેવી.)
૧૯૧૮માં એસ. એન. પાટણકરે ‘રામ વનવાસ’ નામની ફિલ્મ ચાર ભાગમાં બનાવેલી.. એ પણ જેવી તેવી વાત ન કહેવાય ! ફિલ્મમાં ત્યારે ભાષા નહોતી.. પણ ભાવ હતો અને એ જમાનાના નાટકોની ફિલ્મો ઉપર છાપ હતી.
મહાત્મા ગાંધીજીએ ફિલ્મો જોઈ નથી અને એ એના વિરોધી પણ હતા પરંતુ ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ એમણે જોયેલી.
‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ પહેલાં અંગ્રેજી ફિલ્મો જ અહંિ આવતી એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો સ્વદેશી આંદોલનના એક પ્રતીક જેમ ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મને ગણાવી શકાય.
એ શરૂના વર્ષોમાં ફિલ્મના પોસ્ટરોનો ખ્યાલ જ નહોતો જે ૧૯૨૦માં બાબુરાવ પેન્ટરે એની ફિલ્મ ‘વત્સલા હરણ’ માટે પહેલીવાર પોસ્ટરો બનાવરાવેલા.
એ ફિલ્મો મૂક હતી પણ સંગીત વગરની નહોતી કારણ કે તબલા અને હારમોનિયમ વાદક સંગીતકારો નાટિકોની જેમ પડદાની આગળ અથવા પડદા પાછળ રહીને સંગીત પીરસતા હતા. એ રીતે પડદા પાછળ બેસીને સૌ પ્રથમ સંગીત પીરસનાર હતા દ્વારકાદાસ સંપત. એમણે હારમોનિયમ વાદકો અને તબલા વાદકોનો સાથ લઇને હિન્દી ફિલ્મોમાં ‘બેક ગ્રાઉન્ડ’ મ્યુઝીકની એ રીતે શરૂઆત કરેલી.
એક બાજુ આપણા દેશમાં આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે આંદોલન ચાલતું હતું. ગાંધીજી હજી ઉગતા હતા પણ તિલક, ગોખલે વગેરે શાંત લડત લડી રહ્યા હતા.
તો બીજી બાજુ ક્રાંતિકારીઓ પણ હંિસક આંદોલન કરી રહ્યા હતા.
હિન્દી ફિલ્મોનો એ બીજો દસકો હતો. ગાંધીજી ધીરે ધીરે કાઠું કાઢી રહ્યા હતા. એમણે વિદેશી વસ્ત્રોની હોળી કરવાનો કાર્યક્રમ આપીને આખા દેશમાં જાગૃતિ લાવી દીધી. મુંબઇ, અમદાવાદ, સુરતથી માંડી મદ્રાસ, કલકત્તા, લાહોર, પેશાવર ટૂંકમાં ગામેગામ સ્ત્રીઓ પણ વિદેશી વસ્ત્રો અને સોનાના ઘરેણાનો બલિ ચઢાવવા લાગ્યા.
એ જોઇને ‘વિદેશી વસ્ત્રો કી હોલી’ નામની ફિલ્મ પણ બની જેમાં ગાંધીજીને દેખાડવામાં આવેલા.
એ અરસામાં ૧૯૨૩માં ‘ભક્ત વિદુર’ નામની એક ફિલ્મ બનેલી જેમાં વિદુરજીમાં મહાત્મા ગાંધી છાપ દેખાય છે.. એમ કહીને અંગ્રેજ સરકારે એ ફિલ્મને પ્રતિબંધિત કરેલી.
એવી જ રીતે ૧૯૨૬માં બાબુરાવ પેંઢારકરે ‘વંદે માતરમ્‌’ નામની ફિલ્મ બનાવેલી જેને પણ બ્રટિશ સરકારે રજૂ થવા દીધેલી નહીં.
આમ, ભારતીય ફિલ્મો ધાર્મિક વિષયો છોડીને સામાજિક વિષયો તરફ વળી રહી હતી. અરે, ત્યારે ભારતીય ખેડૂતની દશાને દર્શાવતી ફિલ્મ ‘સાવકારી વાશ’ આવેલી.
એ મૂક ફિલ્મોના યુગમાં (૧૯૨૧ થી ૧૯૩૨) આપણા નિર્માતાઓ કેવા હશે કે એમણે લંડનમાં ફિલ્મ રજૂ કરીને એ વર્ષની સર્વ શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મેળવેલો. ૧૯૨૫ની એ વાત છે. પાછળથી બોમ્બે ટોકીઝ નામની ફિલ્મ કંપની દ્વારા ડંકો વગાડનાર હિમાંશુ રાયે ભગવાન બુદ્ધના જીવન પર આધારિત ‘લાઇટ ઓફ એશિયા’ નામની ફિલ્મ બનાવીને લંડનમાં રજૂ કરેલી. (એ વર્ષોમાં વિમાન નહોતા. સ્ટીમ્બરમાં પરદેશ આવ-જા કરવી પડતી. એમાં મહિનાઓ થઇ જતા.)
દરમ્યાનમાં અમેરિકામાં પહેલી બોલતી (ટોકી) ફિલ્મ બની. ૧૯૨૭માં એલેન ક્રોસ બેન્ડે ‘ધી જાજ સંિગર’ નામની બોલતી ફિલ્મ બનાવી.. એ પહેલી. આપણા દેશમાં એ ૧૯૩૦માં રજૂ થઇ શકી.
એના ઉપરથી પ્રેરણા લઇને આપણા ગુજરાતી પારસી અરદેશર ઇરાનીએ બોલતી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ વખતે તેઓ અમેરિકાની યુનિવર્સલ પિકચર કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા. બોલતી ફિલ્મ બનાવવાનું શીખવા તેઓ લંડન ગયા.
એ રીતે ૧૯૩૧માં આપણા દેશની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બની. (બોલતી.. એટલે આજની જેમ એકશન સાથે નહીં બોલવાનું પણ સ્થિર પૂતળાની જેમ બોલવાનું) એ ૧૦,૫૦૦ ફીટ લાંબી હતી અને ત્યારના હિસાબે એ રૂપિયા ૪૦,૦૦૦માં બની હતી. (આજના હિસાબે ૪૦ના ૧ અબજ રૂપિયા થાય) એમાં સંગીત પણ હતું.. હોય જ ! એ ફિલ્મ પારસી થિએટરના એક નાટકનું ફિલ્મમાં રૂપાંતર હતું. હાલતા ચાલતા ફોટા પડે એવો કેમેરા ત્યારે નહોતા. વાર્તામાં પ્રેમ, દગો, ખૂન અને લડાઈ હતા. (સો વર્ષ પછી એવી જ ફિલ્મો બને છે.)
એ ફિલ્મમાં આજના નવોદિત અભિનેતા રણવીર કપુરના પિતા ૠષિ કપુરના પિતા રાજ કપુરના પિતા પૃથ્વીરાજ કપુર હતા. મૂક ફિલ્મોનો ત્યારનો લોકપ્રિય હીરો માસ્ટર વિઠ્ઠલ મુખ્ય અભિનેતા હતો અને ‘કવીન ઓફ ટોકીઝ’ કહેવાતી જુબૈદા ફિલ્મની હીરોઇન હતી.
એ વખતે આપણા ભારત દેશમાં મૂક સિનેમા લોકપ્રિયતાની ટોચ ઉપર હતી. ૧૯૩૧માં પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બની એ એક જ વર્ષમાં ૨૦૭ મૂક ફિલ્મો રજૂ થએલી. બોલતી ફિલ્મ આવી તો પણ ૧૯૩૪ સુધી મૂક ફિલ્મોનો પ્રવાહ ચાલુ રહેલો.
પછી તો બોલતી ફિલ્મનો યુગ ઝડપથી આગળ વધવા લાગ્યો. દસકો એટલે કે ૧૯૩૩ થી ૧૯૪૨ના વર્ષો એક રીતે સ્ટુડિયો યુગ રહ્યો.
એ ગાળામાં મુખ્યત્વે ત્રણ સ્ટુડિયો દેશમાં થયા. (દક્ષિણ ભારતમાં થયા હશે પણ એની જાણકારી ત્યાં જ રહી છે.) (૧) વીરેન્દ્રનાથ સરકારનો ‘ન્યુ થિએટર્સ’ નામનો સ્ટુડિયો કલકત્તામાં થયો જયાં મુખ્યત્વે બંગાળી ભાષાની ફિલ્મો ઉતરતી અને બીજા ક્રમે હિન્દી ફિલ્મો. એ જે હો તે, પરંતુ હિન્દી ફિલ્મોની ગુણવત્તાને વાર્તા, અભિનય, સંગીત, અદાકારો, દિગ્દર્શકો વગેરેને એવી ઊંચાઈએ એ લઈ ગયો કે ત્યાં સુધી આ ૧૦૦ વર્ષમાં કોઇ પહોંચી શકયું નથી.
બીજો સ્ટુડિયો શાંતારામ, દામાલે, ફતેલાલ અને ધાયબર એમ ચાર ભાગીદારોએ પૂનામાં ઊભો કરેલો પ્રભાત સ્ટુડિયો હતો.
ત્રીજો સ્ટુડિયો બંગાળી બંઘુ હિમાંશુ રાયે ઊભો કરેલો બોમ્બે ટોકીઝ
૧૯૩૫માં એટલે ૧૯૩૨માં પહેલી બોલતી ફિલ્મ આવી પછીના ત્રીજ જા વર્ષે ન્યુ થિયેટર્સના પી.સી. બરૂઆએ મહાન લેખક શરતચન્દ્ર ચટ્ટોપાઘ્યાયની નવલકથ ‘દેવદાસ’ પરથી એજ નામની ફિલ્મ બનાવી. એ જમાનો એવો હતો કે હજી રેડિયો પણ નહોતો આવ્યો અને ફકત ગ્રામોફોનનો જમાનો હતો અને ગ્રામોફોન પણ આખી પોળમાં એક-બે જણને ત્યાં જ હોય. એવા દિવસોમાં દેવદાસના ગાયનોએ ઘૂમ મચાવેલી. ત્યારે મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ સિનેમા ઘરો પાંચ-સાત જ હતા. અને એમાંના કોઇ એક જ થિએટરમાં ફિલ્મ રજૂ થયા. ફિલ્મના રોજ ત્રણ જ શો હોય. એ ફિલ્મમાં અભિનેતા કે એલ સાયગલનો દેવદાસ તરીકેનો અભિનય એવો હતો કે ત્યારના યુવાનો દેવદાસ જેવા બનીને ઘુમતા હતા !
દલિતો પ્રત્યેના અન્યાયનો પ્રશ્ન ૧૦૦ વર્ષ પહેલાં પણ આજ જેવો હતો. એ પ્રશ્નને લગતી બોમ્બે ટોકીઝે બનાવેલી અશોકકુમાર અને દેવિકારાણી અભિનીત ફિલ્મ ‘અછૂત કન્યા’ પણ દેવદાસ જેવી જ રહેલી.
જયારે પ્રભાતના શાંતારામે ‘દુનિયા ના માને’ ‘સંત તુકારામ’ જેવી ફિલ્મો બનાવીને ડંકો વગાડેલો.
દરમ્યાનમાં રાજકીય ક્ષેત્રમાં ગાંધીજી પ્રભાવી થઈ ગયા હતા. અંગ્રેજોએ રાષ્ટ્રભકિતના ગીતો અને મહાત્મા ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓના ફોટા દેખાડવા ઉપર પ્રતિબંધ મૂકયો હતો. જો પણ આપણા ફિલ્મકારો રાષ્ટ્ર ભક્તિને ભૂલતા નહોતા અને ફિલ્મમાં ગમે તેમ રાષ્ટ્રીયતા દેશ ભક્તિ વગેરે ધુસાડી દેતા.
એનો જવલંત દાખલો ૧૯૪૩માં આવેલી બોમ્બે ટોકીઝની અશોકકુમાર અભિનિત ‘કિસ્મત’ ફિલ્મનું ‘દૂર હઠો એ દુનિયા વાલો હિન્દુસ્તાન હમારા હૈ’ ગાયન છે. પ્રદીપજીએ લખેલા આ ગાયન જેવું દેશ ભકિતનું બીજં કોઇ ગાયન હજી સુધી નથી આવ્યું. એની લોકપ્રિયતા એવી રહી કે આ પણ એ ગાયન રાષ્ટ્રીયતાનાં કાર્યક્રમોમાં વગાડાય છે.
એ દસકામાં (૧૯૩૧ થી ૧૯૪૧) હિન્દી ફિલ્મ ઉદ્યોગ બોલતી ફિલ્મોના યુગમાં પ્રવેશેલો ખરો પણ હજીએ ઉગીને ઊભો થતો હતો છતાં એ ગાળામાં સૌરાબ મોદીની ‘સિકંદર’ અને ‘પૃથ્વી વલ્લભ’ બનેલી અને મહેબૂબખાનની ‘ઔરત’ અને ‘પૃથ્વી વલ્લભ’ બનેલી અને મહેબૂબ ખાનની ‘ઔરત’ જેવી ફિલ્મ ૧૯૪૦માં આવેલી., સિકંદર ૧૯૪૧માં આવેલી જેમાં એક ગાયન હતું.. ‘ભારત હૈ ઘર બાર હમારા.. જીતે દેશ હમારા-’ જે રાષ્ટ્રીયતાની ભાવનાવાળું હતું.
એ વખતે ફિલ્મોમાં અભિનય હતો પણ આજની નજરે એ મરેલો લાગે. સંવાદ પણ ખરા પણ એય મરેલા લાગે. પાર્શ્વ ગાયનનો યુગ શરૂ નહોતો થયો એટલે ગાઇ શકવાની શકિત હોય એને જ અભિનય અપાતો. પાર્શ્વ ગાયનનો પ્રયોગ ૧૯૩૫માં કલકત્તાના ન્યુ થિએટર્સના આર સી બોરાલે પોતાની ફિલ્મ ‘ઘૂપછાંવ’ માટે પહેલી વાર કરેલો. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved