Last Update : 14-May-2012, Monday

 
દિલ્હીની વાત
 

નેપાળના માઓવાદીઓની ગિફટ
નવીદિલ્હી, તા. ૧૦
એક તરફ સુકાનના જિલ્લા કલેકટર એલેક્સ પાઉલ મેનનને માઓવાદીઓએ મુક્ત કર્યા હતા તેનો આનંદ હતો પણ માઓવાદીઓએ એક પોલીસ અધિકારીને રહેંસી નાખ્યાના તાજા સમાચારોએ આઘાત પ્રસરાવ્યો છે. આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો)ના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે ગૃહમંત્રાલયને આપેલા રીપોર્ટ અનુસાર નેપાળમાં માઓવાદીઓ શરણે આવ્યા છે પરંતુ તેમના શસ્ત્રો અને દારૃગોળો ભારતના માઓવાદીઓને સોંપ્યા છે. આ રીપોર્ટમાં એમ પણ લખ્યું છે કે નેપાલના માઓવાદીઓ નેપાળ આર્મીમાં જોડાઈ રહ્યા છે. પરંતુ ૩૦૦૦ જેટલા માઓવાદીઓએ શસ્ત્રો તેમની સાથે રાખ્યા છે. આ લોકો ભારતના માઓવાદીઓના સંપર્કમાં છે. અને શસ્ત્રો તેમને ગીફટ તરીકે ઓફર કરી રહ્યા છે.
ઉત્તરાખંડમાં ઘૂસણખોરી
અહેવાલો એવો સંકેત આપી રહ્યા છે કે ત્રણ રાજ્યો ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ માઓવાદીઓ માટે સોફટ ટાર્ગેટ બની ગયા છે. આ રાજ્યમાંથી માઓવાદીઓ શસ્ત્રો ટ્રાન્સફર કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય આ રાજ્યોને ચેતવ્યા છે અને નેપાળ સરહદે સલામતી વધારી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે નેપાળના માઓવાદીઓ ઘૂસણખોરી માટે ઉત્તરાખંડનો ઉપયોગ કરે છે. તાજેતરમાં NCTC ના મુદ્દે મુખ્યપ્રધાનોની બેઠક મળી ત્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન વિજય બહુગુણાએ તેમના રાજ્યમાં વધતી ઘૂસણખોરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
દક્ષિણમાં પણ માઓવાદીઓ
બીજા ખળભળાટ મચાવે એવા સમાચાર એ છે કે દક્ષિણમાં પણ માઓવાદીઓએ ડેરા-તંબુ નાખવા પ્રયાસ શરૃ કર્યો છે. કર્ણાટક, તમિળનાડુ અને કેરળમાં તેમનું નેટવર્ક વધારાઈ રહ્યું છે. આ ત્રણ રાજ્યોની સહાયથી માઓવાદીઓ ઉત્તર અને પશ્ચિમ કિનારાને એક કરવા માગે છે. ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહ સંસદમાં એવી માહિતી આપી હતી કે પાકિસ્તાનનું આઇએસઆઈ હવે પ્રતિબંધીત ત્રાસવાદી જૂથ બબ્બર ખાલસાને ફરી સક્રિય કરવા માગે છે. તેનો આશય પંજાબમાં ત્રાસવાદ ફેલાવાનો છે.
ફિલ્મો માટે અલગ રેટીંગ
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાઈવેટ ચેનલ પર આવતી ફિલ્મો માટે અલગ રેટીંગ સિસ્ટમ માટે વિચારાઈ રહ્યું છે. એવોર્ડ વિજેતા ફિલ્મ 'ધ ડર્ટી પિકચર'ના ટેલિકાસ્ટના પગલે આ વિચાર શરૃ થયો છે. મંત્રાલયે એવી સૂચના આપી હતી કે આ ફિલ્મ રાત્રે ૧૧ પછી બતાવવી જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ફિલ્મ સર્ટીફીકેશનના ચૅરપર્સન લીલા સેમસને આ આઇડીયાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે.
પંજાબના સમૃદ્ધ એનઆરઆઈ
ગુજરાત ભલે એમ કહે કે તેની એનઆરઆઈ વસ્તિ વધુ છે પરંતુ ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને પંજાબના એનઆરઆઈ પોતાના વતનમાં મોટી રકમ મોકલે છે. ટોપની મની ટ્રાન્સફર એજંસીના જણાવ્યા અનુસાર પંજાબના એનઆરઆઈ પોતાના વતનમાં સૌથી વધુ નાણા મોકલે છે. આ નાણાનો ફલો ડોલર, પાઉન્ડ અને સ્ટર્લીંગમાં આવતો હોય છે.
ટેટ્રા ટ્રક્સનો વિવાદ
ભારતના લશ્કરમાં મહત્વની મનાતી એવી ટેટ્રા ટ્રક્સ વિશે કૌભાંડની મોટી સ્ટોરી છાપનાર અખબારે ઉંચા કોમર્શીયલ ભાવ લઈને ટેટ્રા ટ્રકની ક્ષમતાની પ્રશંસા કરતી ફુલપેજ જાહેરખબર છાપતાં ગણગણાટ શરૃ થયો છે. સમાચાર માધ્યમો કહે છે કે આ શું ચાલી રહ્યું છે ?! ટેટ્રા ટ્રકના માલિક રવિ રીશી સમાચાર માધ્યમોનું મોં તો બંધ કરાવવા નથી મથતાને ?!
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved