Last Update : 14-May-2012, Monday

 
 

અજીત ચાંદીલાની હેટ્રિક સહિત ચાર વિકેટ ઃ વોટસનનો ઓલરાઉન્ડ દેખાવ
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો

૧૭૧ના પડકાર સામે પુણેના નવ વિકેટે ૧૨૫ ઃ પૂણેએ સતત આઠ પરાજયના રેકોર્ડની બરોબરી કરી

જયપુર, તા. ૧૩
અજીત ચાંદીલાએ રાયડર, ગાંગુલી અને ઉથપ્પાને સતત ત્રણ બોલમાં આઉટ કરીને ઝડપેલી હેટ્રિકની સાથે સાથે વોટસનના ઓલરાઉન્ડ દેખાવની મદદથી રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સને કચડી નાંખ્યું હતુ. રહાનેએ ૪૭ બોલમાં ૬૧ અને વોટસને ૩૧ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૮ રન ફટકારતાં રાજસ્થાને ચાર વિકેટે ૧૭૦ રન નોંધાવ્યા હતા. ચાંદીલાએ હેટ્રિક સહિતની ચાર વિકેટ અને વોટસન-બોથાએ બે-બે વિકેટ ઝડપતાં પૂણે ૯ વિકેટે ૧૨૫ રન જ નોંધાવી શક્યું હતુ. આ સાથે પૂણેએ આઇપીએલમાં સૌથી વધુ સતત આઠ પરાજયના શરમજનક રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.
જયપુરમાં જીતવા માટેના ૧૭૦ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા પુણેને પહેલી જ ઓવરમાં યુવા બોલર અજીત ચાંદીલાએ ફટકો પહોંચાડયો હતો. ચાંદીલાએ શરૃઆતના ચાર બોલ પર ત્રણ રન આપ્યા હતા પણ તેના પાંચમા બોલ પર રાયડર (૧) આઉટ થયો હતો, જેનો આબાદ કેચ વોટસને ઝડપ્યો હતો. જે પછીના જ બોલ પર બહાર આવીને શોટ ફટકારવા જતાં ગાંગુલી(૨) ચુકી ગયો હતો અને વિકેટકિપર શ્રીવત્સ ગોસ્વામીએ બેઇલ્ડ ઉડાવી દેતાં ચાંદીલા હેટ્રિક પર આવી ગયો હતો.
મેચની ત્રીજી અને પોતાની બીજી ઓવરના પહેલા જ બોલે ચાંદીલાએ ઉથપ્પા (૬)ની વિકેટ ઝડપી હતી. ઉથપ્પા પણ શોટ ફટકારવા ક્રિઝની બહાર આવ્યો હતો અને ચુકી ગયો હતો, જે પછી ગોસ્વામીએ તેનું સ્ટમ્પિંગ કરી દીધું હતુ. આ સાથે ચાંદીલાએ પાંચમી સિઝનની પ્રથમ હેટ્રિક ઝડપી હતી. જે પછી તેણે મજમુદાર (૯)ને આઉટ કરીને પોતાની ચોથી વિકેટ ઝડપતાં પૂણે પરાજય તરફ ધકેલાયું હતુ અને તેમનો સ્કોર ચાર વિકેટે ૨૬ રન થઇ ગયો હતો. મીડલ ઓર્ડરમાં સ્મિથે ૩૧ બોલમાં ૫ ચોગ્ગા સાથે ૩૭, ફર્ગ્યુસને ૨૬ બોલમાં ૨ ચોગ્ગા સાથે ૨૩ અને મેથ્યૂસે ૧૯ બોલમાં ૧ ચોગ્ગા સાથે ૨૩ રન કર્યા હતા પણ તેઓ ક્યારેય રાજસ્થાનને દબાણમાં લાવી શક્યાં નહતા. વોટસને ૧૯ રનમાં અને બોથાએ ૨૫ રનમાં ૨-૨ વિકેટ ઝડપી હતી.
અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં રાજસ્થાને દ્રવિડની (૨૧) વિકેટ સસ્તામાં ગુમાવી હતી. જો કે રહાનેએ જોરદાર ફોર્મ જારી રાખતાં ૪૭ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૬૧ રન ફટકાર્યા હતા. જ્યારે વોટસને ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેની ૩૧ બોલમાં ૫૮ રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી. બંનેએ ૧૦ ઓવરમાં ૯૪ રન જોડીને ટીમને મજબુત સ્થિતીમાં લાવી દીધી હતી. પુણે તરફથી નેહરાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

ચાંદીલાની હેટ્રિક
હરિયાણાંના સ્પિનર ચાંદીલાએ આઇપીએલમાં રાજસ્થાન તરફથી કારકિર્દીની બીજી જ મેચ રમતાં હેટ્રિક ઝડપવાની સિધ્ધિ મેળવી હતી. ચાંદીલા હજુ માત્ર બે જ પ્રથમ કક્ષાની મેચ રમ્યો છે અને તેની હેટ્રિકનો શિકાર બનનારા ત્રણેય બેટસમેનો આંતરરાષ્ટ્રીય કક્ષાના હતા.

ઓવર 

શિકાર

રન

 

૦.૫

રાયડર કો.વોટસન

 

૦.૬

ગાંગુલી સ્ટ.ગોસ્વામી

 

૨.૧         

ઉથપ્પા સ્ટ.ગોસ્વામી

 

 

રાજસ્થાન

-

રન

બોલ

દ્રવિડ કો.ઉથપ્પા બો.નેહરા

૨૧

૨૦

રહાને બો.મેથ્યૂસ

૬૧

૪૭

વોટસન બો.નેહરા

૫૮

૩૧

હોજ કો.ગાંગુલી બો.નેહરા

૧૪

૧૪

બીન્ની અણનમ

૦૬

૦૫

બોથા અણનમ

૦૭

૦૩

વધારાના ( વાઈડ ૩)

૦૩

 

 

 

(૪ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૭૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૯ (દ્રવિડ ૪.૩),૨/૧૨૩(વોટસન ૧૪.૩),૩/૧૫૬(હોજ ૧૮.૨),૪/૧૬૨(રહાને ૧૯.૨)
બોલિંગઃ એમ.કાર્તિક ૪-૦-૩૯-૦, નેહરા ૪-૦-૨૩-૩, બી.કુમાર ૪-૦-૩૩-૦, આર.શર્મા ૩-૦-૩૧-૦, મેથ્યૂસ ૪-૦-૨૯-૧, રાયડર ૧-૦-૧૫-૦.
પૂણે

-

રન

બોલ

ગાંગુલી સ્ટ.ગોસ્વામી બો.ચાંદીલા

૦૨

૦૪

રાયડર કો.વોટસન બો.ચાંદીલા

૦૧

૦૨

ઉથપ્પા સ્ટ.ગોસ્વામી બો.ચાંદીલા

૦૬

૦૬

મજમુદાર કો.એન્ડ બો.ચાંદીલા

૦૯

૦૮

ફર્ગ્યુસન એલબી બો.બોથા

૨૩

૨૬

સ્મિથ કો.હોજ બો.બોથા

૩૭

૩૧

મેથ્યૂસ કો.રહાને બો.વોટસન

૨૩

૧૯

બી.કુમાર બો.ટૈટ

૦૩

૦૫

એમ.કાર્તિક અણનમ

૦૮

૦૯

આર.શર્મા કો.રહાને બો.વોટસન

૦૦

૦૩

નેહરા અણનમ

૦૯

૦૮

વધારાના (લેગબાય ૧, વાઈડ ૧, નોબોલ ૧, બાય ૧)

૦૪

 

 

 

(૯ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૨૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૩ (રાયડર ૦.૫) ૨/૩ (ગાંગુલી ૦.૬) ૩/૧૧ (ઉથપ્પા ૨.૧), ૪/૨૬ (મજમુદાર ૪.૫), ૫/૬૦ (ફર્ગ્યુસન ૧૦.૧),૬/૮૯ (સ્મિથ ૧૪.૧),૭/૧૦૬ (બી.કુમાર ૧૬.૨),૮/૧૧૦ (મેથ્યૂસ ૧૭.૨),૯/૧૧૨ (આર.શર્મા ૧૭.૬)
બોલિંગઃ ચાંદીલા ૪-૦-૧૩-૪, વોટસન ૩-૦-૧૯-૨, ટૈટ ૪-૦-૨૫-૧, બોથા ૪-૦-૨૫-૨, એસ.ત્રિવેદી ૩-૦-૨૪-૦, બીન્ની ૨-૦-૧૭-૦.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved