Last Update : 14-May-2012, Monday

 

આંધ્ર પ્રદેશના ખેડૂતો પછી હવે
મહારાષ્ટ્રના દેવાદાર ખેડૂતોની વ્હારે અમિતાભ ઃ ૩૦ લાખની સહાય

વર્ધા જિલ્લાના ૧૧૫ ખેડૂતની અંદાજે રૃા. ૩૦ લાખની લોન મેગાસ્ટારે ચૂકવી
મુંબઇ, તા.૧૩
છેલ્લાં ૪૦ વર્ષથી રૃપેરી પડદા પર અમિતાભ બચ્ચનના વિવિધ અવતારો જોવા મળ્યા છે. બોલીવૂડના એક લેજન્ડ, ટેલિવિઝનના શોના સંચાલક, પ્રેમાળ પિતા અને હવે પ્રેમાળ દાદા અને નાના તરીકે તેમણે લોકોમાં પ્રતિષ્ઠા મેળવી છે પરંતુ, તેમના જીવનનું એક પાસું તેમણે જનતાથી દૂર રાખ્યું છે. એક પરોપકારી તરીકેની તેમની ભૂમિકાથી મોટા ભાગના લોકો અજાણ છે.
આઠ વરસ પહેલા તેઓ વિશાખાપટ્ટનમાં અનિલ શર્માની ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'નું શૂટિંગ કરતા હતા ત્યારે 'બિગ બી'એ આંધ્ર પ્રદેશોના ખેડૂતોની દારૃણ્ય અવસ્થા વિશે જાણ્યું હતું. આમાના કેટલાક કિસાનો રૃા. ૧૦,૦૦૦ કે રૃા. ૨૦,૦૦૦ જેટલું મામુલી દેવું ન ચૂકવી શકતા આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હતા. આ સાંભળી તેમણે તરત જ આગળ આવીને આવા ૪૦ ખેડૂતોનું દેવું ચૂકવ્યું હતું. કેટલાક વર્ષ પછી આ વાત આંધ્ર પ્રદેશમાં યોજવામાં આવેલા એક સમારંભ દરમિયાન જાહેર થઇ હતી. પોતાના સદ્કાર્ય બાબતે ઢંઢેરો પીટાય એમ ઇચ્છતા ન હોવાથી અમિતાભે આ સમારંભમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. પરંતુ, પરંતુ આ સમારંભ દરમિયાન એક કિસાને ઉભા થઇને કહ્યું હતું કે, ''આપણે બધા ઉભા થઇને એટલા જોરથી તાળીઓ પાડીએ કે આપણને જીવતદાન આપનારી વ્યક્તિ છેક મુંબઇમાં એનો અવાજ સાંભળી શકે.'' આજે આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ જ છે કે તાજેતરમાં જાણવા મળ્યા પ્રમાણે, હજુ સુધી બચ્ચનનું દિલ કિસાનોની કરૃણ હાલત જોઇ દ્રવી ઉઠે છે. નામ નહીં જણાવવાની શરતે એક સૂત્રે કહ્યું હતું કે, ''વર્ષોથી બચ્ચન ખેડૂતોના બચાવ કાર્યમાં સંકળાયેલી એક બિન સરકારી સંસ્થા સાથે સંપર્કમાં છે. આ સંસ્થા સાથે તેઓ આ કાર્ય માટે તેમનાથી બનતું કરી રહ્યા છે.'' તાજેતરમાં અમિતાભે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના ૧૧૫ કિસાનોનું દેવું ચૂકતે કર્યું હતું. જો કે બચ્ચન પરિવાર તરફથી આવા સમાચારને સમર્થન મળ્યું નથી પરંતુ, સાંભળવા પ્રમાણે આ ખેડૂતોની બેંકની લોન ચૂકવવા માટે સિનિયર બચ્ચને રૃા. ૩૦ લાખ આપ્યા હતાં.
જો કે 'બિગ બી' આ બાબતે વાત કરવા તૈયાર નથી પરંતુ, તેમણે એટલું જરૃર કહ્યું હતું કે, ''ભારતના કિસાનોની કરૃણ અવસ્થા જોઇ મને ઘણું દુઃખ થાય છે.
દુઃખની વાત તો એ છે કે આપણા દેશના ખેડૂતો રૃા. ૧૦,૦૦૦ જેટલું મામૂલી દેવું ચૂકવવાની અસમર્થતાને કારણે આપઘાત કરે છે. એક ખેડૂત તેનું જીવન ટૂંકાવે છે ત્યારે તે તેના સંપૂર્ણ પરિવારને અનાથ બનાવે છે.''
કોઇનું જીવન બચાવવાનું કામ કેટલું આસાન છે, એ સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ''મુંબઇની એક પંચતારક હોટેલમાં એક વાર જમવા માટે લોકો રૃા. ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦નો આસાનીથી ધુમાડો કરે છે. સાચું કહું તો આ રકમ કોઇનું જીવન બચાવવામાં વાપરી શકાતી હોય તો, એમ કેમ ન કરવું?''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved