Last Update : 14-May-2012, Monday

 

૬૦ વર્ષમાં સંસદની કાર્યવાહીમાં ધરખમ ઘટાડો
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

પહેલી લોકસભાએ વર્ષે ૭૨ વિધેયક પસાર કર્યા; આ લોકસભામાં વર્ષે ૪૦ વિધેયક જ પસાર

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
ભારતીય સંસદે આજે તેનાં ૬૦ વર્ષ પૂરાં કરી, તેનો હીરક-મહોત્સવ ઉજવ્યો છે, પરંતુ 'લોકશાહીનાં આ મંદિર'માં પહેલાં કાનૂનના ઘડવૈયાઓ જેટલા દિવસ મળતા હતા, તેની કરતાં હવે ઘણા ઓછા દિવસો મળે છે. તેમ આંકડાઓ જ જણાવે છે.
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ નામની સંસ્થાએ જણાવ્યા પ્રમાણે, ૧૯૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી હતી અને રાજ્યસભા ૯૩ દિવસ મળી હતી. પરંતુ, ૨૦૧૧ સુધીમાં તેમાં ધરખમ ઘટાડો થઇ માત્ર ૭૩ દિવસ જ તેની કાર્યવાહી ચાલી હતી.
૨૦૦૧માં, લોકસભા અને રાજ્યસભા અધ્યક્ષો, તથા મુખ્યપ્રધાનો સંસદીય બાબતો અંગેના પ્રધાનો વિવિધ પક્ષોના નેતાઓ અને પક્ષોના દંડકોની મળેલી અખિલ ભારતીય પરિષદમાં તેમ જણાવવામાં આવ્યું હતું કે, સંસદ દર વર્ષે ઓછામાં ઓછા ૧૧૦ દિવસ મળવી જોઇએ. તેમ છતાં અત્યારે આ પરિસ્થિતિ પ્રવર્તે છે.
આ ઉપરાંત સંસદની કાર્યવાહી વારંવાર ખોરવાઇ જાય છે, તે પણ તેને આંતર્-ખોજ કરવા પ્રેરે છે.
આ અભ્યાસમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, ૧૯૯૩માં વિભાગવાર રચાયેલી પ્રવર સમિતીઓને સંસદ સંબંધિત વિભાગોની કાર્યવાહી અંગે તપાસ અને વિચારણા કરવા સોંપી દે છે, અને તે સંબંધી વિધેયકોની સમીક્ષા પણ સોંપી દે છે, પરંતુ, આ કામ તો સંસદની બહાર થાય છે.
આ અભ્યાસમાં તેની પણ નોંધ લેવામાં આવી છે કે, પહેલી લોકસભામાં દર વર્ષે સરેરાશ ૭૩ વિધેયક પસાર કરાયાં હતાં પરંતુ, આ ૧૫મી લોકસભામાં દર વર્ષે ૪૦ વિધેયકો જ પસાર કરાયાં છે. સૌથી વધુ વિધેયકો, ''કટોકટી'' દરમિયાન, ૧૯૭૬માં પસાર થયાં હતાં જેની સંખ્યા ૧૧૮ની હતી જ્યારે, ૨૦૦૪માં તો માત્ર ૧૮ વિધેયકો જ પસાર થયાં હતાં.
હજી સુધી સંસદે, સભ્યોનાં ૧૪ 'ખાનગી વિધેયકો' પસાર કર્યાં છે, જે સભ્યોએ પોતે રજૂ કર્યા હોય. આ પૈકી ૬ માત્ર ૧૯૫૬માં પસાર કરાયાં હતાં જ્યારે વર્તમાન સંસદમાં લોકસભામાં આવાં ૨૬૪ વિધેયકો રજૂ થયાં છે, અને ૧૬૦ રાજ્યસભામાં રજૂ થયાં છે. પરંતુ ચર્ચા માત્ર આવાં ૧૪ વિધેયકો ઉપર લોકસભામાં અને ૧૧ ઉપર રાજ્યસભામાં થઇ છે.
આ અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે, પ્રારંભિક વર્ષો કરતાં, વર્તમાન લોકસભામાં ઘણા ઓછા અન્ડર-મેટ્રીક્યુલેટ્સ છે, પરંતુ, પોસ્ટ-ગ્રેજ્યુએટસની સંખ્યા વધુ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved