Last Update : 14-May-2012, Monday

 

વડાપ્રધાનને શસ્ત્ર સરંજામ અંગે
સેનાના વડાનો પત્ર કેબિનેટ સેક્રેટરીએ લિક કર્યો હતો

તાત્કાલિક અસરથી તેની મૂળ કેડરમાં ઃ વધુ પગલાં હવે લેવાશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૩
કેબિનેટ સેક્રેટરીએટમાં જોઈન્ટ સેક્રેટરી દરજ્જાનો હોદ્દો ધરાવતા એક અધિકારી સેનાના વડા વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલા પત્રને લીક કરવામાં દોષીત માલુમ પડતાં તેમને હાલ નોકરી પરથી બદલીને તેમની મૂળ કેડરમાં મોકલી અપાયા છે.
સેનાના વડાએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે હાલ સેના યુદ્ધના કોઈપણ પ્રસંગ માટે પુરતી તૈયાર નથી. તેમને શસ્ત્ર સરંજામનો મોટે પાયે અભાવ વેઠવો પડે છે. તે પત્ર મીડીયામાં લીક થઈ જતા જાહેર ચર્ચાનો વિષય બન્યો હતો. શત્રુ રાષ્ટ્રોએ પણ તેની ગંભીર નોંધ લીધી હશે તેવું માનવું રહ્યું. આવી સંવેદનશીલ માહિતીની તળીયાઝાટક તપાસ કરવાના હુકમો આપવામાં આવ્યા હતા જેમાં સેનાના વડા અને તેના વિભાગને ક્લિનચીટ અપાઈ હતી.
ત્યારબાદ વડાપ્રધાન કાર્યાલય અને સેક્રેટરીએટ આસપાસ તપાસ કેન્દ્રીત થઈ હતી. જેમાં ઈન્ડીયન ઈકોનોમીક સર્વિસની એક મહિલા અધિકારી આ પત્ર લીક કરવામાં જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. તે કેબિનેટ સેક્રેટરીએટના તાબા હેઠળની ઈન્ટેલીજન્સ એજન્સીમાં ફરજ બજાવતી હતી. કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ દરમ્યાન તેને ઝડપી લેવામાં આવી છે. હાલ તેના પદ પરથી તેને છુટી કરીને તેની મુળ કેડરમાં બદલી કરી દેવામાં આવી છે. આ પ્રકારનો સંવેદનશીલ પત્ર લીક કરવા માટે તેની સામે હજી અન્ય કાનૂની પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પત્ર લીક થયા બાદ સંસદના બન્ને ગૃહોમાં તેનો ઉગ્ર પડઘો પડયો હતો જેમાં કેટલાક પક્ષોએ તો જનરલ સિંઘ સામે પગલા લેવાની માંગણી પણ કરી હતી. તે સમયે સિંઘે જોકે સંયમ જાળવીને એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આ બનાવને રાષ્ટ્રદ્રોહ જેવો ગણવો જોઈએ અને જવાબદાર પ્રત્યે નિર્દયતાથી પગલા લેવા જોઈએ. તે પછી સરકારે ઈન્ટેલીજન્સ બ્યુરોને તપાસ કરવા હુકમ કર્યો હતો. આઈ.બી.એ. સમગ્ર પ્રકરણની તપાસ કરીને જવાબદાર વ્યક્તિને શોધી કાઢી હતી. જનરલ સિંહે તેમને ટેટ્રા ટ્રક સોદાને મંજુરી માટે ૧૪ કરોડની લાંચની ઓફર થઈ હોવાનું જણાવ્યા બાદ આ માહિતી લીક થઈ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved