Last Update : 14-May-2012, Monday

 

સંસદના હિરક મહોત્સવની બેઠકમાં સાંસદોની સંવેદના
લોકશાહીનું ગૌરવ ઃ સંસદની સર્વોપરિતા અને ગરીમા

વારંવાર કાર્યવાહી ખોરવાવા બાબતે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી ઃ નવું પ્રકરણ આલેખવા અપીલ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૩
સંસદની સર્વોપરિતા અને ગરીમા જાળવવા માટે હૃદયપૂર્વક આંતરખોજ કરવા આજે નેતાઓએ પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને સંસદની ૬૦મી જયંતિ સમયે અનુરોધ કરતાં બન્ને ગૃહોની કાર્યવાહીમાં વારંવાર કરાતી ખલેલ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આથી સંસદની કાર્યક્ષમતા ઉપર પણ સીધી અસર થાય છે. સંસદના હીરક મહોત્સવ નિમિત્તે આજે મળેલાં આ વિશેષ સત્રમાં દરેક પક્ષના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂન ઘડવામાં સંસદની સર્વોપરિતા જળવાઈ જ રહેવી જોઈએ. આ દ્વારા લોકપાલ વિધેયક અંગે દબાણ કરી રહેલા સિવિલ સોસાયટીના સભ્યોને પણ આડકતરી રીતે સંદેશો પાઠવી દીધો હતો. આ ચર્ચાના સમાપન સમયે દિવસના અંતે પસાર કરાયેલા ઠરાવમાં સંસદની સર્વોપરિતા અને ગૌરવ જાળવવા સાથે તેની પવિત્રતા પણ જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અને તેને પરિવર્તનનું સબળ સાધન બનાવવા જણાવાયું હતું.
આ પ્રસંગે આપેલા પ્રવચનમાં વડાપ્રધાન મનમોહનસિંહે સભ્યોને એક નવું જ પ્રકરણ લખી સંસદનાં ગૌરવ અને ગરિમા જાળવવા સભ્યોને જણાવ્યું હતું.
આજના આ વિશેષ સત્રમાં ૧૯૭૦ના દાયકામાં લાદવામાં આવેલી ટૂંકા સમય પુરતી કટોકટીનો પણ ઉલ્લેખ કરાયો હતો, સાથે સંસદને લોકશાહી મૂલ્યો પ્રબળ બનાવવાના સાધન તરીકે ઉપયોગ કરવા માટે પણ વક્તાઓએ અનુરોધ કર્યો હતો.
આજે રાજ્યસભામાં આપેલાં પ્રવચનમાં વડાપ્રધાન મનમોહનસિંહે તેમનાં પ્રવચનમાં ગૃહોની કાર્યવાહીમાં વારંવાર પડાતી ખલેલ અને ચર્ચા માટેની અનિચ્છા પ્રત્યે સાંસદોનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે સભ્યોએ આ અંગે હૃદયપૂર્વક અને અર્થસભર આંતરખોજ કરવાની જરૃર છે.
સંસદ ભવનના મધ્યસ્થ ખંડમાં બંને ગૃહોના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધતાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યું હતું કે, જ્યારે વિશ્વભરમાં લોકશાહીઓ ખંડિત જનાદેશ અને માહિતીના વિસ્ફોટની જટિલ પરિસ્થિતિમાં કામ કરી રહી છે, ત્યારે ભારતમાં લોકશાહી અસ્થિર બને તે પરવડી શકે તેમ નથી.
ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ સંસદના કામના દિવસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે લોકસભાનાં અધ્યક્ષ મીરાંકુમારે સાંસદોને તે યાદ આપી હતી કે તેઓએ જનતાનું હિત જાળવવું જોઈએ અને તેમની આ ફરજમાં જરા પણ ચુક આવવી ન જોઈએ.
લોકસભાના નેતા અને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ પણ સંસદની ખાસ કરીને નીચલાં ગૃહ લોકસભામાં કાર્યવાહીમાં વારંવાર કરાતા વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરતાં ખેદ સાથે જણાવ્યું હતું કે માત્ર મુઠ્ઠીભર સભ્યો જ મુક બહુમતીનો અવાજ ઘૂંટી નાંખે છે. આથી આવી વિક્ષેપ કાર્યવાહીને રોકવા કોઈ વ્યવસ્થા ગોઠવવા માટે પણ તેઓએ સૂચન કર્યું હતું.
યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીએ સંસદનું સ્વાતંત્ર્ય કોઈ પણ ભોગે જાળવવાનો અનુરોધ કરતાં સભ્યોને બંધારણના ઘડવૈય્યાઓએ સ્થાપેલા ઉચ્ચ મૂલ્યોને અનુસરવા તેમના વક્તવ્યમાં કહ્યું હતું.
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી પણ મુખરજીનાં મંતવ્ય સાથે સહમત થયા હતા અને કહ્યું હતું કે પરસ્પરનાં મંતવ્યો અંગે સહનશીલ વલણ અપનાવવું જોઈએ અને કોઈ પ્રશ્નો હોય તો તે સંસદમાં ચર્ચા દ્વારા ઉકેલવા જોઈએ. રાજ્યસભામાં વિપક્ષી નેતા ભાજપના અરૃણ જેટલીએ કહ્યું હતું કે દેશ સમક્ષ આજે સૌથી મોટા પડકારો હોય તો તે રાજકારણ સુધારવાના અને સુશાસન સ્થાપવાના છે.
સીપીઆઈ-એમના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે સંસદની કાર્ય ક્ષમતાનો આધાર મહદ્અંશે તેના સમય અને સાંસદોની યોગ્ય કાર્યવાહી પર આધારિત છે. બંધારણમાં નવો પણ સુધારો કરવા માટે તેમણે રજૂઆત કરી હતી કે સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૦ દિવસ ચાલવી જોઈએ. બ્રિટિશ સંસદનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ત્યાં સંસદ વર્ષમાં ૧૬૦ દિવસ મળે છે. આ સાથે સભ્યોની ગેરહાજરી અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved